Shree Kutch Kadva Patel Samaj- Singarwa

Shree Kutch Kadva Patel Samaj- Singarwa Social Programs, Hindu Festival's Enjoyment

08/09/2026
08/09/2026

કૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવ:- 2026

સિંગરવા અમદાવાદ મુકામે  જન્માષ્ટમી મહોત્સવ:- 2026 પાવન પર્વ ની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી.તારીખ 03/09/2026 ને ગુર...
08/09/2026

સિંગરવા અમદાવાદ મુકામે જન્માષ્ટમી મહોત્સવ:- 2026 પાવન પર્વ ની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી.

તારીખ 03/09/2026 ને ગુરુવારે બપોરે 3:30 કલાકે અને રાત્રે 9:00 કલાકે પરિવારરૂપી સમાજજનો શ્રી કૃષ્ણ ભગવાન નાં ભક્તિમય રાસ ગરબા રમ્યા. રાત્રે 11:30 વાગે સ્વાદિષ્ટ અલ્પાહારની સુંદર વ્યવસ્થા સમાજ દ્વારા કરવામાં આવેલ.

તારીખ 04/09/2026 ને શુક્ર્વારે બપોરે 3:30 કલાકે સમાજવાડી માં સૌ સમાજરૂપી પરિવારજનો સાથે મળીને રાસ ગરબા ની રમઝટ બોલાવી. સાંજે 5:00 કલાકે પરેશભાઈ નાનજીભાઈ પોકાર ના નિવાસ સ્થાને લડુ ગોપાલ ને લેવા સૌ સમાજજનો વાઝતે ગાજતે નીકળ્યા. ત્યા જઈને લડુ ગોપાલ ની આરતી કરવામાં આવી. લડુ ગોપાલ ને સાથે લઈને 6:30 વાગે શ્રી ક.ક.પ.સમાજવાડી ખાતે પધરામણી કરવામાં આવેલ.

સાંજે 7:00 કલાકે સમાજવાડી માં સૌ પરિવારજનોએ ભેગા મળીને સ્વાદિષ્ટ ભોજન પ્રસાદ ની મજા માણી. રાત્રે 9:30 કલાકે ફરીથી સૌ સમાજજનો રાસ ગરબા રમવા જોડાઈ ગયા. 11:30 કલાકે સૌ સમાજજનો બાલ ગોપાલ નાં આગમન ની તૈયારી માં જોડાઈ ગયા. બરોબર મધ્ય રાત્રિ નાં 12:00 કલાકે આપણા સૌ નાં નાથ બાલ ગોપાલ શ્રી કૃષ્ણ ભગવાન નો (જન્મ) આગમન વાજતે ગાજતે "*નંદ ઘેર આનંદ ભયો, જય જશોદા લાલ કી, હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલ કી.*" ના નાદ સાથે સમાજવાડી ના પ્રાંગણ માં થયો અને આ નાદ એટલો મધુર હતો કે જેના લીધે આજુ બાજુનો વિસ્તાર પણ ભક્તિમય વાતાવરણ માં બદલાઈ ગયું. બાલ ગોપાલ નાં આગમન બાદ સૌ સમાજજનો એ આરતી લઈ નંદ ગોપાલ ને હિંડોળે જુલાવી એમના દર્શન માત્રથી ધન્યતા અનુભવી.

આરતી પુરી થયા બાદ તરત આખું વાતાવરણ જ બદલાઈ ગયું. જોર જોરથી વાદળો ગરજવા લાગ્યા, વીજળી ની ચમક એવી હતી કે નરી આંખે જોઈ પણ ના શકાય ને મેઘરાજા ફરી એકવાર શ્રી કૃષ્ણ ભગવાન ના આગમન ને પોતાના અમી છાંટણા દ્વારા નમસ્કાર કરવા લાગ્યા. જેમ વાસુદેવ મથુરા થી ગોકુળ બાલ ગોપાલ ને હુંડલામાં સુવડાવી યસોદા માં ના ઘરે મુકવા ગયા હતા એવી જ રીતે હુંડલા ની અંદર વાસુદેવ (હર્મિત નરેન્દ્રભાઈ છાભૈયા) બાલ ગોપાલ (હિયાન હર્મિત છાભૈયા) ને માથા ઉપર બેસાડીને સમાજવાડી નાં આખા પટાંગણ માં વાજતે ગાજતે ફર્યા તેની સાથે ગોવાળીયા, ગોવાળણ અને ગધેડા ની પુરી ફોજ પણ ગુમી ને સમાજવાડી માં મસ્તી મજાક નું વાતાવરણ ઉભુ કરી દીધું હતું ત્યાર બાદ બાલ ગોપાલ ને મોટા જુલા માં પોઢાવ્યા હતા ત્યારબાદ સમાજના નાના ભૂલકાઓ દ્વારા બાલ ગોપાલ શ્રી કૃષ્ણ ભગવાન નાં ઝૂલા નાં કાર્યક્રમ ની સુંદર પ્રસ્તુતિ આપી. આ પ્રસ્તુતિ નાં કલાકાર આ પ્રમાણે છે.
1. પેથાણી ધ્યાનિ દિલીપભાઈ
2. ભાવાણી શિવાની રૂપેશભાઈ
3. સાંખલા રિદ્ધિ ભાવેશભાઇ
4. સાંખલા સિદ્ધિ કમલેશભાઈ
5. પેથાણી હેતવ દિલીપભાઈ
6. છાભૈયા ક્રિષ્નમ પ્રિતેશભાઈ
7. પોકાર પરમ રાજેન્દ્રભાઈ
8. પોકાર જોયલ ધવલભાઈ
9. નાકરાણી ધ્યાન મનીષભાઈ
10. પોકાર ધ્રુવલ હિતેશભાઈ
11. પોકાર શુભ ચેતનભાઈ

આ પ્રસ્તુતિ બાદ યુવા શ્રી કૃષ્ણ (દક્ષ કમલેશભાઈ સાંખલા) ભગવાન ને વાજતે ગાજતે સમાજવાડી નાં પટાંગણ માં પધરામણી કરવામાં આવી. યુવા કૃષ્ણ ભગવાન ને જેમ રાસ રમવું ગમતું હતું તે જ રીતે સમાજની દીકરીઓ દ્વારા રાસ નાં કાર્યક્રમ ની સુંદર અને અદ્ભુત પ્રસ્તુતિ આપી. આ પ્રસ્તુતિ નાં કલાકાર આ પ્રમાણે છે.

1. ભાવાણી પ્રિયા સુનિલભાઈ
2. ભાવાણી આયુશી સુનિલભાઈ
3. ભાવાણી ધ્રુવી રૂપેશભાઈ
4. પોકાર નવ્યા રાજેન્દ્રભાઈ
5. ઠાકરાણી વૈષ્ણવી જનકભાઈ

આ બંને કાર્યક્રમ ને નિહાળી સમાજના વડીલો દ્વારા દાન ની સર્વાણી કરવામાં આવી.

ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણ દહીં હાંડી ફોડી માખણ ચોરાવતા એ પ્રસંગ ને તાજા કરવા રાત્રીના 2:00 વાગે મટકી (દહીં હાંડી) ફોડ ના પ્રસંગ ને માણી સર્વે સમાજજનો ધન્ય થયા. મટકી ફોડ બાદ સમાજજનો એ અલ્પાહાર નો આનંદ માણ્યો. અલ્પાહાર બાદ નાના ભૂલકાઓ માટે સુંદર મજાની રમત ગમત નું આયોજન શ્રી પ્રગતિ યુવક મંડળ દ્વારા કરવામાં આવેલ ને બાળકોએ આ રમત મા ભાગ લઈ ખૂબ મોજ મસ્તી કરેલ બાકીના સર્વે સમાજજનોએ પોત પોતાના ગ્રુપ માં બેસી મસ્ત મજાની રીયાણ કરી. પ્રભાત નાં 3:00 વાગે પ્રભાતિયા ગાવામાં આવ્યા. પ્રભાતિયા બાદ સર્વે સમાજજનો શ્રી કૃષ્ણ નાં જય ઘોષ કરી છૂટા પડ્યા હતા.

*ગોયણી ના નામ*
1. ઋતુ તીર્થભાઈ ચૌધરી
2. લીના ભાવેશભાઈ સાંખલા
3. દિવ્યેશા દિલીપભાઈ પેથાણી
4. હેતલ પ્રિતેશભાઈ છાભૈયા

*દાતા શ્રી*
*1. બાલ ગોપાલ:- નરેન્દ્રભાઈ વાડીભાઈ છાભૈયા*
*2. યુવા કૃષ્ણ:- જગદીશ ટીમ્બર્સ*

09/04/2026
*શ્રી ક.ક.પ.સમાજ સિંગરવા અમદાવાદ ખાતે શ્રી હનુમાન જન્મોત્સવ પાવન પર્વ હર્ષોલ્લાસ સાથે ઉજવાયો.*આપણા હિન્દુ સનાતન ધર્મ મા ...
09/04/2026

*શ્રી ક.ક.પ.સમાજ સિંગરવા અમદાવાદ ખાતે શ્રી હનુમાન જન્મોત્સવ પાવન પર્વ હર્ષોલ્લાસ સાથે ઉજવાયો.*

આપણા હિન્દુ સનાતન ધર્મ મા ધાર્મિક તહેવાર એક આગવું મહત્વ ધરાવે છે. દરેક તહેવાર એક અલગ જ પ્રકારની પોઝિટિવ ઉર્જા આપણા સૌના દિલોમાં ફેલાવતો હોય છે. આવો જ એક ખૂબ જ સુંદર અને પાવન દિવસ એટલે *ચૈત્રિ સુદ પૂનમ એટલે શ્રી હનુમાન જન્મોત્સવ*.

તારીખ 02/04/2026 ને ગુરુવાર સાંજે 4:30 કલાકે શ્રી ક.ક.પ.સમાજ સિંગરવા ખાતે સૌ સમાજરૂપી પરિવારજનો સમાજના પ્રાંગણ માં એકઠા થયા. સૌ કોઈ પોતાના સ્થાન ગ્રહણ કરેલ. અંદાજે 4:45 કલાકે સમાજની માતૃ શક્તિ દ્વારા શ્રી રામ પરમ ભકત શ્રી હનુમાનજી સમક્ષ દીપ પ્રજવલિત કરી આજના પાવન તહેવાર ની શુભ શરૂઆત કરેલ. દીપ પ્રગટાવ્યા બાદ સૌ સમાજરૂપી પરિવારજનો એ સામુહિક 11 વખત હનુમાન ચાલીશા નો સુંદર મજાનો પાઠ કરેલ ત્યારબાદ 15 મિનિટ સુધી રામધૂન બોલાવેલ. રામધૂન બાદ ભજન કીર્તન કરેલ ત્યારબાદ શ્રી હનુમાન દાદા ની સૌ સમાજજનો એ વારાફરથી લક્ષ્મીનારાયણ સ્વરૂપે આરતી ઉતારેલ. આરતી ઉતાર્યા બાદ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ અને ત્યારબાદ શ્રી હનુમાન દાદા નો જય જયકાર કરેલ.

આજના પાવન પર્વે સૌ સમાજજનો પોતાના ઘરેથી સુખડી નો પ્રસાદ બનાવીને લાવેલ જે આરતી ના દર્શન કરી પાવન થઈ ગ્રહણ કરેલ. આરતી અને પ્રસાદ લઈ સૌ સમાજજનો એ ધન્યતા અનુભવેલ.

અંદાજે 8 કલાકે સૌ સમાજરૂપી પરિવારજનોએ સાથે મળીને સ્વાદિષ્ટ ભોજન પ્રસાદ ગ્રહણ કરેલ. ભોજન પ્રસાદ બાદ સમાજની ત્રી માસિક મિટિંગ કરેલ જેની અંદર લવાજમ, સમાજની અંદર નવાજુની, આવેલ પત્રો નું વાંચન, હિસાબ કિતાબ ની નોંધ લીધેલ.

અંતમાં સૌ એ સ્વાદિષ્ટ આઈસ્ક્રીમ ની મજા માણી પોત પોતાના નિવાસ સ્થાન તરફ પ્રયાણ કરેલ.

*અહેવાલ:- પ્રિતેશ છાભૈયા*

શ્રી ક.ક.પ.સિંગરવા સમાજ નું ગૌરવ1. ક્રિષ્નમ હેતલ પ્રિતેશ છાભૈયા એ 7 વર્ષ 5 મહિના 15 દિવસે 49 સેકન્ડ ની અંદર 30 ભારતીય ક્...
05/10/2025

શ્રી ક.ક.પ.સિંગરવા સમાજ નું ગૌરવ

1. ક્રિષ્નમ હેતલ પ્રિતેશ છાભૈયા એ 7 વર્ષ 5 મહિના 15 દિવસે 49 સેકન્ડ ની અંદર 30 ભારતીય ક્રિકેટર ના જર્સી નંબર બોલી ઇન્ફલૂઅન્સર બુક ઑફ વર્લ્ડ રેકોર્ડ મા નામ નોંધાવવા બદલ

શ્રી અ.ભા.ક.ક.પા.યુવસંઘ
નર્મદા કાઉન્સિલ
મહાત્મા ગાંધી રીજીયન ટર્મ 2025-27 મા

2. હેતલ પ્રિતેશ છાભૈયા ને યુવા ઉત્કર્ષ ના મહત્વની થીમ ના કન્વિનર પદ પર નિયુક્તિ થવા બદલ

3. પ્રિતેશ અરુણાબેન મગનભાઈ છાભૈયા ને MGR ના ચીફ સેક્રેટરી ના ઉચ્ચ અને મહત્વના પદ પર નિયુક્તિ

કરવામાં આવી. સિંગરવા સમાજ સભ્ય સંખ્યા ની દ્રષ્ટિ એ નાની પણ સમાજમાં પ્રતિભા ની કોઈ જ કમી નથી. અરુણાબેન મગનભાઈ છાભૈયા (વિજય ટીમ્બર માર્ટ) નો પરિવાર સામાજીક ક્ષેત્ર પર સિંગરવા સમાજનું નામ રોશન કરવા બદલ શ્રી ક.ક.પ.સમાજ તથા શ્રી પ્રગતિ યુવક મંડળ સિંગરવા દ્વારા ટીમ MGR મા નેતૃત્વ કરવા સિંગરવા ની ટીમનું હર્ષ તથા ગૌરવ ની લાગણી સાથે સન્માનિત કરવામાં આવ્યા.
💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐

નવરાત્રી મહોત્સવ:-2025વિજયા દશમી પાવન તહેવારના શ્રી ક.ક.પ.સમાજ સિંગરવા AGM (વાર્ષિક સામાન્ય સભા) મા સમાજ ના હોદ્દેદાર શ્...
05/10/2025

નવરાત્રી મહોત્સવ:-2025

વિજયા દશમી પાવન તહેવારના શ્રી ક.ક.પ.સમાજ સિંગરવા AGM (વાર્ષિક સામાન્ય સભા) મા સમાજ ના હોદ્દેદાર શ્રી ઓ, સમાજ કલ્યાણ ના શુભ કાર્ય મા ફુલ કે ફુલ ની પાંદડી અર્પણ કરી છે એવા અમૂલ્ય દાતાશ્રી (ભામાશા) ઓ ને બિરદાવવાનો તથા સમાજ ના વડીલ શ્રી ઓ ના આશીર્વચન લેવાનો શુભ અવસર ની એક નાનકડી ઝાંખી...

🙏 *નવરાત્રી મહોત્સવ ૨૦૨૫:- દાતા શ્રીઓ:-*🙏

🌹 *જન્માષ્ટમી ના દાતાશ્રીઓ*🌹

૧. *બાલ ગોપાલ*
🌟 નરેન્દ્રભાઈ વાડીભાઈ છાભૈયા

૨. *યુવા ક્રિષ્ન*
🌟 વિજય ટીમ્બર માર્ટ

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

💐 *નવરાત્રી મહોત્સવ:-2025*💐

૧. *નવરાત્રી શુભારંભ આરતી*
🌟 પ્રભાત સો મિલ

૨. *વિદાય આરતી*
🌟 ક્રિષ્ના ટીમ્બર માર્ટ
🌟 નમસ્કાર પ્લાયવુડ

૩. *હવન ના મુખ્ય યજમાન*
🌟 ક્રિષ્ના ટીમ્બર માર્ટ
🌟 નમસ્કાર પ્લાયવુડ

૪. *દશેરા બ્રહ્મભોજન*
🌟 જલારામ ટીમ્બર માર્ટ
🌟 જલારામ એન્ટરપ્રાઈઝ
🌟 શ્રી શક્તિ હિંગળાજ વિજય સો મિલ
🌟 શ્રી રામ ટીમ્બર માર્ટ

૫. *દશેરા સાંજનું ભોજન*
🌟 જગદીશ ટિમ્બર્સ
🌟 સત્ય પરિશ્રમ સો મિલ
🌟 શ્રી શંકર વિજય સો મિલ
🌟 નરેન્દ્રભાઈ વાડીભાઈ છાભૈયા

૬. *નુતન વર્ષના ભોજન*
🌟 ઉમિયા વિજય સો મિલ
🌟 પ્રભાત સો મિલ
🌟 ગાયત્રી ટીંબર માર્ટ
🌟 વિજય ટીમ્બર માર્ટ

૭. *શરદ પૂનમ*
🌟 જે.ડી.ટીમ્બર
🌟 પ્રભાત સો મિલ
🌟 ગાયત્રી ટીમ્બર માર્ટ
🌟 વિજય ટીમ્બર માર્ટ

૮. *માતાજીના ફૂલહાર*
🌟 શ્રી સત્ય પરિશ્રમ સો મિલ

૯. *મિનરલ વોટર*
🌟 સ્વાગત ડેકોર

૧૦. *માતાજીનો પ્રસાદ*
🌟 બાબુભાઈ નાનજીભાઈ પોકાર

૧૧. *નાસ્તા ના દાતા શ્રી*
🌟 શ્રી શક્તિ હિંગળાજ વિજય સો મિલ
🌟 જલારામ ટીમ્બર માર્ટ

🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝

🙏 *વિદ્યાર્થી ઈનામ નાં દાતાશ્રીઓ*🙏

૧. *નર્સરી થી ૨*
🌟 શ્રી રામ ટીમ્બર માર્ટ

૨. *ધોરણ ૩ થી ૧૦*
🌟વસંતભાઈ તથા રમેશભાઈ ચોપડા પરિવાર

૩. *ધોરણ ૧૧ થી ઉપર*
🌟 સ્વાગત ડેકોર
🌟 નરેન્દ્રભાઈ વાડીભાઈ છાભૈયા

૪. *જન્માષ્ટમી જુલા અને રાસ*
🌟 મહિલા મંડળ

૫. *પેન ના દાતા શ્રી*
🌟 જલારામ એન્ટરપ્રાઈઝ

🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝

🌟 *સહયોગી દાતા શ્રી*
૧. હનુમાન વિજય સો મિલ

🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝

*સર્વે દાતાશ્રીઓ નો દિલથી ખુબ ખુબ આભાર*.......

🚩🚩🚩 *જય જલારામ*🚩🚩🚩

Address

Shree Kutch Kadva Patel Samaj-Singarwa
Ahmedabad
382430

Telephone

+919375541536

Website

Alerts

Be the first to know and let us send you an email when Shree Kutch Kadva Patel Samaj- Singarwa posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Shree Kutch Kadva Patel Samaj- Singarwa:

Shortcuts

Share