02/08/2024
ગઇ સાંજે ભાઇ Raval નો મને ફોન આવ્યો અને સિનીયર કલાકાર શ્રી પ્રભાકર શુક્લની અતી નાજુક તબિયત અને આર્થિક પરિસ્થિતિઓ વિષે મારી સાથે વાત કરી..
કલાકાર જ્યારે માંદગી ને બીછાને હોય અને ઘરમાં કમાવા વાળું કોઈ ન હોય ત્યારે હાલત ખુબ ખરાબ થઇ જતી હોય છે..
પ્રભાકર શુક્લ ની તબિયત હાલ ખુબ ખરાબ છે, તે અન્નનો દાણો મોઢામાં લઈ શક્તા નથી, ડોક્ટર ની સલાહ મુજબ તેમને તાત્કાલિક હોસ્પિટલ માં એડમીટ કરી સારવાર ચાલુ કરવી પડે તેવી પરિસ્થિતિ છે. સખત નાણાભીડ હેઠળ હાલ તેઓ છે..
ભાઇ કર્તવ્ય શાહ અને દિપેન રાવલને આ પ્રકારનો વિડીયો બનાવવા મેં વિનંતી કરી..
પ્રભાકર શુક્લ અને તેમના પત્ની જપસ્વીની બહેનની મંજુરી થી અમે શ્રી પ્રભાકર શુક્લ માટે ફરી એકવાર આર્થિક સહાય માટે સૌને જાહેર અપીલ કરીએ છીએ..
સાથેના વિડીયોમાં તેમની બેંક ડીટેલ છે..
આવો યથાશક્તિ આર્થિક યોગદાન આપીને પ્રભાકર ભાઇની સારવાર શરૂ કરાવીએ ????
આપ સૌના સહકારની અપેક્ષા, આભાર..