RURAL Fariyad news

RURAL Fariyad news Bring truth to you from our most valuable news channel...Ruler Fariyad...

09/08/2026

આનંદનગર વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં યુવતી સાથે દુષ્કર્મની ગંભીર ઘટના સામે આવી છે. પોલીસ મુજબ, ઈન્ટિરિયર ડિઝાઇનિંગનો અભ્યાસ કરતી યુવતી સોસાયટીના ધાબા પર ગઈ હતી ત્યારે ત્યાં કામ કરતા સિક્યુરિટી ગાર્ડે તેના પર હુમલો કરી દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ છે. ઘટના બાદ આરોપી યુવતીનો મોબાઇલ ફોન લઈને સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. યુવતીએ મદદ માટે બૂમો પાડતાં સોસાયટીના લોકો ત્યાં પહોંચ્યા અને ત્યારબાદ પોલીસને જાણ કરવામાં આવી હતી.

પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપી સોસાયટીમાં માત્ર 6 દિવસ પહેલાં જ સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરીએ લાગ્યો હતો. ઘટનાને ગંભીરતાથી લઈને સ્થાનિક પોલીસ, LCB અને ક્રાઈમ બ્રાન્ચની કુલ 10 ટીમોએ આરોપીની શોધખોળ શરૂ કરી હતી. તપાસ દરમિયાન CCTV ફૂટેજ સહિતના પુરાવાઓના આધારે આરોપી ધર્મસિંહ રામશંકરસિંહને હેબતપુર વિસ્તાર પાસેથી ઝડપી લેવામાં આવ્યો હતો.

09/08/2026

નરોડા ના ક્રિશા સ્પામાં થયેલ મર્ડરના ગુનાનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી ચાર આરોપીઓને ઝડપી પાડતી અમદાવાદ શહેર પોલીસ.”

08/08/2026

અમદાવાદ શહેર ઝોન-1 DCP શ્રી ડૉ. હર્ષદકુમાર પટેલના માર્ગદર્શન હેઠળ LCB ઝોન-1 ટીમ તેમજ નવરંગપુરા પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા નવરંગપુરા સ્ટેડિયમ 6 રસ્તા ખાતે "ઓપરેશન નાઈટ વોચ "અંતર્ગત સદન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું

06/08/2026

દરિયાપુરના મનપસંદ જીમખાના પર ફરી SMCની રેડ, સ્થાનિક પોલીસની કામગીરી પર ઉઠ્યા સવાલો…?
❓ દરિયાપુર પોલીસ સ્ટેશનથી નજીક ચાલતા કથિત જુગારધામ સામે સ્થાનિક પોલીસ દ્વારા સમયસર કાર્યવાહી કેમ ન થઈ...?
❓ દર વખતે સ્ટેટ મોનીટરીંગ સેલ (SMC)ને જ રેડ કરવી પડે છે, તેનું કારણ શું...?
❓ સ્થાનિક પોલીસને આ પ્રવૃત્તિની જાણ નહોતી કે પછી અન્ય કોઈ કારણસર કાર્યવાહી કરવામાં આવી નહોતી...?
❓ જો ગેરકાયદે પ્રવૃત્તિ ચાલતી હતી, તો તેની જવાબદારી કોણ લેશે...?
રુરલ ફરિયાદ ન્યૂઝનો સવાલ:
કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી સ્થાનિક પોલીસની છે, ત્યારે વારંવાર અન્ય એજન્સીઓએ કાર્યવાહી કરવી પડે તે ચર્ચાનો વિષય બન્યો છે. સંબંધિત અધિકારીઓનો પક્ષ પણ પ્રકાશિત કરવામાં આવશે.

Ahmedabad Police અમદાવાદ પોલીસ

05/08/2026

એચ ડિવિઝન ટ્રાફિક પો.સ્ટે.” વિસ્તારની સર્વોદય વિદ્યામંદિર ખાતે વિશાલવિન ફાઉન્ડેશનના સહયોગથી ધોરણ ૯ અને ૧૦ ના વિદ્યાર્થીઓ માટે રોડ સેફ્ટી અવેરનેસ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને માર્ગ સલામતીના નિયમો અને જરૂરી સૂચનો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ એક નાની ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરી વિજેતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

05/08/2026

અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ઇન્દ્રમણી હિન્દી માધ્યમ સ્કૂલ (ઇસનપુર-વટવા રોડ) ખાતે ધો ૧૧-૧૨ ના વિદ્યાર્થીઓ માટે "ટ્રાફિક અવેરનેસ રેલી" તથા માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને હેલ્મેટ, સીટબેલ્ટ,ટ્રાફિક સીગ્નલ અને નિયમોના પાલન અંગે માર્ગદર્શન આપી સુરક્ષિત રહેવાની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી.

Ahmedabad Traffic Police

Address

Ahmedabad
382445

Opening Hours

Monday 9am - 5pm
Tuesday 9am - 5pm
Wednesday 9am - 5pm
Thursday 9am - 5pm
Friday 9am - 5pm
Saturday 9am - 5pm
Sunday 9am - 5pm

Telephone

+918780342221

Alerts

Be the first to know and let us send you an email when RURAL Fariyad news posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to RURAL Fariyad news:

Shortcuts

Share