13/05/2025
ગઈકાલે મારા માતાજી સાથે જોઈ ગુજરાતી ફિલ્મ જય માતાજી – લેટ્સ રોક!
અભિનંદન પાત્ર ફિલ્મ જે હાસ્ય, ભાવનાત્મકતા અને સમાજ પર વ્યંગનો આદરપૂર્વક મજાકિયા મિશ્રણ આપે છે.
નેશનલ અવોર્ડ વિજેતા દિગ્દર્શક મનિષ સૈનીની આ નવી ફિલ્મ એક 80 વર્ષની દાદીની આસપાસ ગૂંથાયેલી છે. એક સરકારી યોજનાના કારણે તેમનાં જીવનમાં ઐશ્વર્ય આવે છે અને પછી શરૂ થાય છે મસ્તીભર્યું સફર! દાદી પાસે જીવનના ચાર મજેદાર વિકલ્પ છે – પરિવારથી બદલો લેવો, જૂના પ્રેમને ફરી મેળવવો, આધુનિક લાઈફસ્ટાઇલ અપનાવવી કે ગુંડાગીરી કરવી – અને તેઓ બધું જ કરવા તૈયાર છે! ફિલ્મનું મુખ્ય પાત્ર એક 80 વર્ષીય દાદી છે – જેવો સેન્ટર પોઇન્ટ સામાન્ય રીતે ગુજરાતી ફિલ્મોમાં ભાગ્યે જોવા મળે. ફેમસ ડાયલોગ: “વૃદ્ધ થવુ એ દંડ નથી, એ તો લાઇસન્સ છે!” – This line got claps in the theatre!
અભિનયની વાત કરીએ તો:
મલ્હાર ઠાકર અને વ્યોમા નંદીએ તેમના રોલમાં સારું કામ કર્યું છે.
ટીકુ તલસાનિયા અને વંદના પાઠકે કૉમિક ટાઈમિંગથી મનોરંજન પૂરું પાડ્યું. શેખર શુક્લા અને શિલ્પા ઠાકર પણ ખરા.
નિલા મુલ્હેરકર દ્વારા નિભાવવામાં આવેલી દાદીનો પાત્ર ખૂબ જ પ્રભાવશાળી છે – લાગણીશીલ અને મસ્તીની બૂમ બૂમ સાથે.
મનિષ સૈનીનું દિગ્દર્શન કાબિલે તારીફ છે કે આવા નવા જ વિષય સાથે ફિલ્મ બનાવી. મનિષ સૈનીએ માત્ર દિગ્દર્શન જ કર્યું નથી, પણ ફિલ્મનું લેખન, સંપાદન અને સહ-નિર્માતા પણ છે!
સિનેમેટોગ્રાફી સુંદર અને રંગીન છે.
સંવાદો ખૂબ જ હાસ્યાસ્પદ અને યાદગાર છે.
સંગીત પ્રસંગોને ઉર્જાવાન બનાવે છે. ડખો ડખો હજી પણ કાન માં ગુંજે છે.
ફિલ્મનું એક દૃશ્ય આંખના ખૂણા ભીના કરી દે છે જ્યાં મલ્હાર એક નવા દાદીને રવીન્દ્ર બનીને લેવા જાય છે.
ફિલ્મમાં ઘણા અભિનેતાઓને જોઇને મજા આવી જેમ કે Vaibhav Biniwale , joshi, Rajpal Vaghela , સાથે સાથે ફિલ્મના ક્રુ મેમ્બરોએ પણ નાનો મોટો કેમિયો કર્યો છે. જેમકે કાસ્ટીંગ ડિરેક્ટર Bhavin Parmar , કાર્યકારી નિર્માતા વિગેરે.....
ફિલ્મના દિગ્દર્શક એવા ખુદ ગબ્બર એવા Manish Saini પણ એક દ્રશ્ય માં દેખાય છે. અને હા હું પણ એક નાનકડા દૃશ્ય માં છું.
અને છેલ્લે જેકી શ્રોફનું ગુજરાતી માં ending narration કદાચ કોઈએ નોટિસ કર્યું હોય તો...
કુલ મળીને: "જય માતાજી – લેટ્સ રોક!" એક પરિવાર સાથે જોઈ શકાય તેવી ફિલ્મ છે, જેમાં હાસ્ય, સંદેશ અને મજા ત્રણેયનો સંકલન છે. જો તમે નવા પ્રકારની ગુજરાતી ફિલ્મોનો અનુભવ કરવો ઈચ્છતા હો, તો આ ફિલ્મ તમારી માટે જરૂર છે!
હસાવનાર, રડાવનાર અને વિચારી રહેવા મજબૂર કરનાર આવી ગુજરાતી ફિલ્મ ઘણી વખત જોવા નહીં મળે! જો હસવું હોય, લાગણી અનુભવી હોય અને થોડું વિચારી પણ લેવું હોય, તો આ ફિલ્મ જરૂરથી થિયેટરમાં જ જોજો! અને હવે તો માત્ર ૯૯ રૂપિયામાં ચુનીદા સિનેમાહોલમાં જોવા મળશે.
૧.૫ વર્ષે મારી સાથે થોડાંક મહિના માટે સાથે રહેવા આવેલા મારા માતાજી ફિલ્મ જોઈને ખુશ થઇ ગયા
જય માતાજી લેટ્સ રોક..!
#જયમાતાજીLetsRock
*