01/02/2025
ઠાકોર સમાજ: એકતા કે વિખવાદ?
ગુજરાતની ધરતી પર ક્ષત્રિય ઠાકોર સમાજે હંમેશા શૌર્ય અને સ્વાભિમાન સાથે જીવન જીવ્યું છે. પ્રાચીન સમયમાં રાજા-મહારાજા બન્યા કે યોદ્ધા તરીકે લડ્યા, પણ આજે... આજે સ્થિતિ બદલાઈ ગઈ છે. એક સમય હતો, જ્યારે ઠાકોર સમાજના વીરોએ માતૃભૂમિ માટે પોતાનું લોહી વહાવ્યું, અને આજે? આજે, સમાજના નરીયાળે તૂટી રહેલા ઘરો જોવા મળે છે, ત્યજી દીધેલા પરિવાર જોવા મળે છે, અને સમાજના નામે ફક્ત રાજકીય મંચોથી વચનો આપવામાં આવે છે.
ઠાકોર સમાજ જમીનદાર જમીન માટે સમાજ યાદ આવે, પછી કેમ નહીં?
એ વાસ્તવિકતા સાથે જ્યારે જમીન વેચાણ અને જાહોજલાલી હોય ત્યારે તે લોકો ઠાકોર સમાજ માટે કસુ ગણતા નથી. અને પોતાને જ પોતાના વિચારો અને મોજ શોખ પાછળ સમય વેડફી નાખે છે. આ સત્ય વાસ્તવિકતા છે કેટલાક ઠાકોર સમાજ વર્ગોને ત્યારે જ સમાજની જરૂરિયાત પડે છે જ્યારે તેમની જમીન પર ગેરકાયદેસર ઘસાઈ જતી હોય છે અને પચાવી પાડતા હોય હોય. એ લોકો માટે સમાજ એક વલણ છે, એક ઢાલ છે, જેનો ઉપયોગ ફક્ત પોતાના ફાયદા માટે કરે છે. પણ જ્યારે બીજાને મદદ કરવાની વારો આવે ત્યારે એજ લોકો સમાજની પડખે ઊભા નથી રહેતા. શું સમાજ ફક્ત એક શસ્ત્ર છે, જેનો ઉપયોગ ક્યારેક બચાવવા અને ક્યારેક મારવા માટે થાય છે? જો ન્યાય માંગતા હોય, તો પહેલાં પોતે પણ ન્યાયપૂર્ણ બનીને જીવવું જોઈએ. એ વાસ્તવિકતા સાથે જ્યારે જમીન વેચાણ અને જાહોજલાલી હોય ત્યારે તે લોકો સમાજ માટે કસુ ગણતા નથી. જે સત્ય વાસ્તવિકતા છે
મધ્યમ વર્ગ અને ગરીબી વચ્ચે સંઘર્ષ
મધ્યમ વર્ગ નોકરી-ધંધો, રોજગાર કે વેપાર કરીને પોતાનું અને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમને ખબર છે કે સમાજ માટે કશુંક કરવું જોઈએ, પણ સમય નથી. એક ઘરના ભવિષ્ય માટે એ મથામણ કરે છે, લોનો અને ઇએમઆઇ ની દેવા માં ફસાતા જાય છે જેથી કરીને પણ સમાજના ભવિષ્ય વિશે વિચારવાનું ટાળે છે. અને પેઢી દર પેઢી સમાજને તેવા જ વિચારો શીખવાડવામાં આવે છે.
અને બીજીતરફ, ગરીબ વર્ગ – જે મજૂરી કરે છે, દિવસભર કઠોર પરિશ્રમ કરે છે, પણ એકતાના અભાવે આગળ વધી શકતો નથી. આજે સમાજના અમુક વર્ગો સુખી છે, પણ સામાન્ય ગરીબ વર્ગ હજી પણ રોજગારી અને સહાય માટે વલખાં મારે છે. તેમને સચોટ માર્ગદર્શન અને સહાયની જરૂર છે.
રાજકારણમાં બે ભાગ - સમાજના ટેકેદારો કે વિનાશક?
ભાજપ અને કોંગ્રેસ – આ બે રાજકીય જૂથોએ ઠાકોર સમાજને પણ બે ભાગમાં વહેંચી નાખ્યો. એક જૂથ બીજાને હરાવવા રાજકીય રમતો રમે છે, અને આ વચ્ચે અસલી સમાજ તૂટતો જાય છે. સમાજ માટે એકતા મહત્વની છે, પણ અહીં રાજકીય લાલચ વધારે મહત્વની બની ગઈ છે. એક પક્ષ બીજા પક્ષને ખીચે છે, એક નેતા બીજા નેતા સામે ખાડા ખોદે છે, અને આ બધામાં ઠાકોર સમાજ પાછળ રહી જાય છે. જ્યારે એજ નેતાઓ સત્તા પર આવી જાય, ત્યારે ઠાકોર સમાજનું નામ લેવા પણ ભૂલી જાય. અને પોતાનો સમાજના નામે બેસી જઈને એસી ઓફિસમાં પોતાની સોશિયલ આર્મી ઊભી કરીને પોતાના મળતીયાઓને સત્તાની લાલચ આપીને બિલાડીની ટોપ જે રીતે ઉપજી નીકળે છે તે રીતે સેવાના નામે તેઓ તેમના મળત્યાઓને સમાજમાં ગેરમાર્ગે લઈ જવા સમાજમાં નીકળી પડે છે. સમાજમાં પોતાની છાપ ઊભી કરી અને ખોટા વાયદા અને વચનો આપી જ રાખે છે.
દારૂબંધી: ફક્ત વચન કે હકીકત?
દરેક ચૂંટણીમાં દારૂબંધીની વાતો થાય, વચનો આપવામાં આવે, પણ હકીકત એ છે કે દારૂ હજી પણ ખુલ્લેઆમ વેચાય છે. આ તો ફક્ત એક ઉદાહરણ છે કે કેવી રીતે સમાજને વચનોના આધારે હંમેશા ગોળગોળ ફેરવવામાં આવે છે. નશાખોરી અને બેરોજગારી એ સમાજ માટે મોટો ખતરો છે, પણ તેનો ઉકેલ લાવવો તો દૂરસ્થ છે, નેતાઓ ફક્ત ભાષણ આપી પોતાનું પોઈન્ટ સ્કોર કરે છે.
કેશવનગર જેવી પરિસ્થિતિ અને તૂટી રહેલા ઘરો
એક બાજુ ઠાકોર સમાજના લોકો પોતાના ઘરો ગુમાવી રહ્યા છે, એક બાજુ ગરીબી, સરકારી અમલદારશાહી અને શોષણ વધી ગયું છે. જ્યારે જમીન, મકાન કે ન્યાય માટે લડવું પડે ત્યારે ઠાકોર સમાજ યાદ આવે, પણ જ્યારે સમાજ માટે કશુંક કરવાનું થાય ત્યારે એ લોકો ક્યાં જાય છે? સમાજના અસલી વીર અને ધાર્મિક મંચો પરના નેતાઓ ત્યાં ક્યાં છે, જ્યારે સામાન્ય ઠાકોર પરિવારો તકલીફમાં છે?
સત્તાની ચકમકમાં સમાજની પડખે કોણ?
આજના રાજકીય નેતાઓએ એક જ ઉદ્દેશ રાખ્યો છે – પોતાની રાજકીય કારકિર્દી બનાવીને પોતાનું ભવિષ્ય સુનિશ્ચિત કરવું. સમાજ માટે વાતો તો કરે, પણ આ લોકો પોતાના બાળકોને વિદેશ ભણાવવા મોકલી દે છે, અને સમાજના બાળકો માટે ફક્ત વચનો બાકી રાખે છે.
કેમ નહીં બને એકતા? ઠાકોર સમાજની સાચી તાકાત એના લોકો છે, એના યુવાનો છે. જો યુવાનો શિક્ષણ તરફ ધ્યાન આપશે, એકસાથે ઉદ્યોગ અને રોજગારી માટે પ્રયત્ન કરશે, તો સમાજ ઉન્નત થશે. જો રાજકીય તૂટફૂટ અને જાતિવાદને ભૂલીને એકસાથે કામ કરવામાં આવશે, તો ઠાકોર સમાજ ફરી એકવાર ગૌરવ મેળવે.
જો એકતા નહીં લાવીએ, તો આજથી 20 વર્ષ પછી પણ સમાજ માટે એ જ સમસ્યાઓ રહી જશે. આજે જે સમાજ તૂટ્યો છે, તેને ફરી એક સાથે લાવવાની જરૂર છે. જો આપણે જ આપણા માટે નહીં વિચારીએ, તો બીજાઓ શા માટે વિચારશે?
આજથી એક નિર્ણય લેવો પડશે – કે રાજકીય લાલચથી દૂર રહી, ગરીબી, બેરોજગારી, શિક્ષણ અને આર્થિક વિકાસ પર ધ્યાન આપવું પડશે. નહીં તો માત્ર રાજકીય ભાષણો અને વચનો પર વિશ્વાસ રાખીને, સમાજ હંમેશા એજ સ્થિતિમાં ફસાઈ રહેશે.સમય આવી ગયો છે, ઠાકોર સમાજને ફરીથી એકતા અને ગૌરવ તરફ લઈ જવાનો!
..
"ક્ષત્રિય ઠાકોર સમાજ – એકતા અને ઠાકોર સમાજ સંગઠિત સમાજનું એકતા પરંપરા નું મંદિર છે.
અહિયાં અંગત સ્વાર્થ અને રાજકીય વિચારને સ્થાન નથી,
પ્રવેશતા પહેલા, અંગત સ્વાર્થ અને રાજકીય ચંપલો બહાર ઉતારો!"
"ઠાકોર સમાજની વિવિધ જાગૃતિ સંબંધી માહિતી મેળવવા અને ઠાકોર સમાજ સાથે જોડાવા માટે, અમારી ચેનલને જોઈન કરો.
સામાજિક એકતા અને વિકાસ માટે, આપ સૌનો સહયોગ આવકાર્ય છે.
ક્ષત્રિય ઠાકોર સમાજની ચેનલ જોડાવા માટે, નીચે આપેલી લિંક પર ક્લિક કરો.
અમે તમારી સાથે જોડાવા ઇચ્છીએ, વધુ માહિતી માટે અમને મેસેજ કરો."
https://whatsapp.com/channel/0029Vb3uuQEF6smy7Pjo4F2K.
https://whatsapp.com/channel/0029Vb3uuQEF6smy7Pjo4F2K
#ઠાકોર