08/06/2025
મારા દર્શનની જડ ધમ્મ માં છે, રાજનીતિમાં નહિ, મને રાજનીતિ કરતા પણ ધમ્મ માં વધુ રુચિ છે..
બાબાસાહેબ કહે છે -
નિશ્ચિત રૂપથી મારું સામાજિક દર્શન ત્રણ તત્વ પર આધારિત છે સ્વતંત્રતા, સમાનતા, અને બંધુતા, કોઈપણ એ વહેમમાં ના રહે કે મે આ દર્શન ફ્રાન્સ ની ક્રાંતિ થી લીધા છે મારા દર્શન ની જડ ધમ્મ માં નાકે રાજકારણ માં, મે આ દર્શન મારા ગુરુ તથાગત બુદ્ધ ની શીક્ષાઓ થી લીધું છે, સંવિધાનમાં ભલે આ તત્વનો રાજનીતિ માં સમાવેશ થાય પણ મૂળરૂપે આ તત્વ ને સામાજિક જીવન માં લાગુ કરવી જરૂરી છે.
હરએક વ્યક્તિનું પોતાનું દર્શન હોવું જોઈએ એક એવું માપદંડ હોવું જોઈએ જેનાથી એ પોતાના જીવનનું આચરણ પરખી શકે , કેમકે જીવન માં જ્ઞાન , વિનય, શીલ, સદાચાર નું ઘણું મહત્વ હોય છે..
મનુષ્ય માત્ર પેટ ભરવા જીવતો નથી રહેતો, એની પાસે મન છે, મન ના વિચારોને પણ ખોરાક ની જરૂરત હોય છે, અને ધમ્મ માણસના મનમાં આશાનું નિર્માણ કરે છે, એને સદાચાર નું સુખી જીવન જીવવા માટે પ્રેરણા આપે છે.
મને ખબર છે તમને ધમ્મ કરતા રાજકારણમાં વધુ રસ છે પરંતુ મને રાજનીતિ કરતા ધમ્મ માં વધુ રસ છે, હવે આપણે જ્ઞાતિની સંકુચિત માનસિકતા છોડીને પોતાના, સમાજ અને દેશના વિકાસ માટે અન્ય સમાજ સાથે ભળીને આગળ વધવું પડશે.
અમુક લોકો ની આદત હોય છે કે મીઠાઈ મળે કે પોતે એકલો ખાઈ જાય છે, પણ હું ધમ્મ ની અનમોલ મીઠાસ વાળી મીઠાઈ આપ સૌ વચ્ચે વહેચી રહ્યો છું, હું હવે મારું બાકીનું જીવન બૌદ્ધ ધમ્મ ના પ્રચાર - પ્રસાર માં વીતાવીશ, પ્રેમ કરુણા અને મિત્રતા નો સંદેશો ઘર-ઘર સુધી પહોંચાડીશ,
હું બુદ્ધના માર્ગ ને પસંદ કરું છું કેમકે તેમાં પ્રજ્ઞા, કરુણા, અને સમતા ના ત્રણ મહત્વપૂર્ણ સિદ્ધાંત છે, જે અન્ય કોઈ ધર્મ માં નથી , તે તર્ક, વિવેક, ની શિક્ષા આપે છે, જે સુખમય જીવન માટે ઘણી ઉપયોગી છે, બુદ્ધ ની શિક્ષાઓજ વિશ્વના મનુષ્ય, સમાજ, માણસ ના પતન ને બચાવી શકે છે, બુદ્ધની વાણી જ એક વ્યક્તિ, સમાજ , નાં સુધારાનો દર્શન છે, એટલે આ દર્શન ને તેજી થી ફેલાવવો પડશે, મારા જીવનનું સાચું કાર્ય તો ધમ્મ-પ્રચાર થીજ શરૂ થાય છે,
- ડો બાબાસાહેબ આંબેડકર
- આલેખ ધમ્મગજ બુકસ્ટોર્સ
4 💙 More information Call 9016895615
,
,
,
,
,
,
,
,
,
,
🙏 #बाबासाहेब #जयभीम 💙🔝😎