29/08/2025
*અમદાવાદ શહેર વસ્ત્રાલ રીંગ રોડ ખાતેથી રૂ. ૨૮,૩૫,૭૫૦/- ની કિંમતના કુલ ૧૮.૯૦૫ કિગ્રા ચરસના જથ્થા સાથે એક વ્યકિતને ઝડપી પાડી એન.ડી.પી.એસ. એકટ હેઠળ ક્રાયવાહી કરતી અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ*
અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના સંયુક્ત પોલીસ કમિશનર શ્રી તથા નાયબ પોલીસ કમિશનર શ્રી દ્વારા આપવામા આવેલ સુચના મુજબ N.D.P.S. એકટ હેઠળના પ્રતિબંધિત પદાર્થોનું સેવન તથા વેચાણ કરતાં વ્યકિતઓને શોધી તેઓ વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા જણાવવામાં આવેલ જે અનુસંધાને મદદનીશ પોલીસ કમિશ્નર, ક્રાઇમ બ્રાન્ચના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચની ટીમ એન.ડી.પી.એસ. હેકટ હેઠળ કેસો શોધવા કાર્યરત છે.
આજરોજ અમદવાદ શહેર વસ્ત્રાલ રીંગ રોડ ચાર રસ્તા, ભગવતી કાર સર્વિસ નામની દુકાનની સામે સર્વીસ રોડ ઉપર એક સફેદ રંગની ક્રિયા સેલ્ટોસ કાર નં. UP 78 HJ-8907 માં આરોપી નામે વિવેક કુમાર સ/ઓ રામબાબુ ઉર્ફે છુનાલાલ કુશવાહ ઉ.વ.૨૯ ધંધો નોકરી રહે ગામ કંઠીપુર થાના સુરજપુર તા. બિલ્હૌર જિલ્લો: કાનપુર ઉત્તરપ્રદેશ દ્વારા લાવવામાં આવેલ ગેરકાયદેસર ડ્રગ્સ – ચરસનો જથ્થો કુલ ૧૮.૯૦૫ કિગ્રા જેની કિ.રૂ.૨૮,૩૫,૭૫૦/- ગણાય તે ડ્રગ્સ તથા અન્ય ચીજવસ્તુ મળી કુલ કિ.રૂ. ૩૩,૩૫,૭૫૦/- ના મુદામાલ સાથે પકડી એન.ડી.પી.એસ. એકટ હેઠળ ડી.સી.બી. પો.સ્ટે. ખાતે ગુનો રજીસ્ટર કરી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે.
અત્રે ઉલ્લેખનિય છે કે પકડાયેલ ચરસના જથ્થાની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત ૧ કીગ્રાના એક કરોડ લેખે કુલ ૧૮,૯૦,૫૫,૭૫૦/- ની કિંમતનો જથ્થો ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા કબ્જે કરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપીની વિગત:-
*વિવેક કુમાર સ/ઓ રામબાબુ ઉર્ફે છુનાલાલ કુશવાહ ઉ.વ.૨૯ ધંધો નોકરી રહે ગામ કંઠીપુર થાના સુરજપુર તા.બિલ્હૌર જિલ્લો કાનપુર ઉત્તરપ્રદેશ* પકડાયેલ આરોપી વિવેક કુમાર તેના મિત્ર વિમલ રાજપૂત તથા અજય નામના વ્યકિત સાથે કાનપુર, ઉતર પ્રદેશ ખાતેથી કોઇપણ રીતે ગેરકાયદેસર ચરસનો જથ્થો મેળવી પોતાની કારમાં બોનેટના ભાગે છુપાવી ડીલવરી આપવા આવેલ હોવાનું જણાય આવેલ છે. આ ઉપરાંત સ્થળ પરથી નાશી ગયેલ આરોપી વિમલ રાજપૂતના વોલેટમાંથી નેપાળ દેશની ચલણી નોટો મળી આવેલ હોય આરોપી આ ચરસનો જથ્થો નેપાળ ખાતેથી મેળવેલ હોવાની શકયતા રહેલી છે.
*આરોપીના કબ્જામાંથી મળેલ ચરસ તથા અન્ય ચીજવસ્તુઓ:*
(૧) ચરસનો ૧૮ કિલો ૯૦૫ ગ્રામ જથ્થો કિ.રુ. ૨૮,૩૫,૭૫૦/,
(૨) પેકીંગ મટિરીયલ કિ.રૂ.૦૦/૦૦
(૩) વિવેકકુમારના નામનુ ડ્રાઇવીંગ લાયસન્સ નંગ-૦૧
(૪) વિમલના નામનુ આધાર કાર્ડ નંગ-૦૧
(૫) વિમલના નામનુ ડ્રાઇવીંગ લાયસસ નંગ-૦૧
(૬) નેપાળ દેશની અલગ અલગ દરની ચલણી નોટો નંગ-૦૮
(૭) પર્સ નંગ-૦૧
(૮) કિયા સેલ્ટોસ કાર કિ.રુ.૫,૦૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ. ૩૩,૩૫,૭૫૦/ - નો મુદામાલ
અહેવાલ : રાકેશ પંચાલ
તેજ નેત્ર ન્યૂઝ : અમદાવાદ