Gujarati Shopizen

Gujarati Shopizen Welcome to the magical world of shopizen ! Your one stop solution to read and write literature. Shop

સાહિત્ય અને સિનેમાનો સુંદર સંગમ ✨શોપિઝન દ્વારા પ્રકાશિત કરવામાં આવેલી ઈવાબેન પટેલની અનન્ય બુક જેને ગુજરાતના CM & Dy CM, ...
02/01/2026

સાહિત્ય અને સિનેમાનો સુંદર સંગમ ✨
શોપિઝન દ્વારા પ્રકાશિત કરવામાં આવેલી ઈવાબેન પટેલની અનન્ય બુક જેને ગુજરાતના CM & Dy CM, વિષ્ણુભાઈ પંડ્યા રિવાબા જાડેજા અને અનેક મહાનુભાવોના આશીર્વાદ પ્રાપ્ત થયા છે એવી “શૌર્યગાથા સિંદૂરની”નું લોકાર્પણ..
હસ્તે : સ્ટાર કપલ મોના થીબા, હિતુ કનોડિયા.
ઉપસ્થિતિ : તરુણ બારોટ, અભિલાષ ઘોડા, અરવિંદ વેગડા, બળવંતસિંહ રાઠોડ, ભરતસિંહ, ભાવિની જાની, મૌલીક ચૌહાણ અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતીમાં લોકાર્પણ થયું.
રાજભા ફિલ્મના રાજેન્દ્ર રાઠોડ દ્વારા "ક ખ ગ ઘ" ફિલ્મનું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું - આ કાર્યક્રમની સાથે "શૌર્યગાથા સિંદૂરની" પુસ્તકનું લોકાર્પણ કરવામાં આવ્યું.
શોપિ પરિવાર ઈવાબેનને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવે છે.

19/12/2025

https://shopizen.app.link/OQQyYO1NdZb
ધ જર્નાલીસ્ટ નવલકથાની વાત શ્રી દક્ષેશભાઈ ઈનામદારનાં મુખે સાંભળો.

બાળકની ઝંખના – સુનિલ ર. ગામીત.પુસ્તક Shopizen પર પબ્લિશ થઈ ગયું છે. સર્જકને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને અભિનંદન.https://shopiz...
12/12/2025

બાળકની ઝંખના – સુનિલ ર. ગામીત.
પુસ્તક Shopizen પર પબ્લિશ થઈ ગયું છે. સર્જકને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને અભિનંદન.
https://shopizen.app.link/hxh40gdo2Yb
*
સંસારના દરેક દંપતીને બાળકની ઝંખના હોય છે. બાળકની ઝંખના એ માનવજાતિમાં વ્યાપેલી એક સાર્વત્રિક અને ઊંડી લાગણી છે. સંસ્કૃતિના ભેદભાવ વિના દરેક યુગમાં લોકોએ સંતાનપ્રાપ્તિની ઈચ્છા સેવી છે. આ ફક્ત પ્રજોત્પતિ માટેની જૈવિક પ્રેરણા નથી, પરંતુ તેથી પણ વિશેષ ભાવના છે. બાળક એ માત્ર પરિવારનો વારસદાર જ નથી, પણ તે માતા-પિતાના પ્રેમનું પ્રતિક, તેમના સપનાઓનું પ્રતિબિંબ અને એમના ભવિષ્યની આશા છે. જ્યારે કોઈ દંપતી સંતાનપ્રાપ્તિની ઈચ્છા રાખે છે, ત્યારે એમના જીવનમાં એક નવી દિશા અને હેતુ ઉમેરાય છે. બાળકની ઝંખના ભાવનાત્મક, માનસિક અને શારીરિક સ્તરે પણ અનુભવાય છે. બાળકનું આગમન પરિવારમાં આનંદ લાવે છે અને દંપતીમાં પૂર્ણતા લાવે છે. બાળકની ઝંખના કોઈની વહેલી પૂરી થાય છે તો કોઈની મોડી પૂરી થાય છે. પરંતુ, જ્યારે બાળકની ઝંખના પૂર્ણ નથી થતી, ત્યારે તે નિરાશા અને દુઃખ લઈને આવે છે. લગ્ન પછી અમારી બાળકની ઝંખના ક્યારે અને કેવી રીતે પૂરી થઈ તેની આ વાત છે. સાથેસાથે એમાં લગ્નવિધિની સમજ, નવદંપતીઓને થતી મૂંઝવણ વિશેની સમજ અને ઉત્તમ સંતાનની પ્રાપ્તિ માટે શું કરવું તેની સમજ પણ આપવામાં આવી છે. સંતાન માટે દંપતી શું-શું કરી શકે છે તે આ પુસ્તક દ્વારા યુવાનો સમજી શકશે અને નવદંપતી માટે આ પુસ્તક ખૂબ જ ઉપયોગી સાબિત થશે.
- સુનિલ ર. ગામીત.

હિંદુ દેવી શક્તિઓનો પરિચય –   ડૉ. શુચિ ભટ્ટપુસ્તક Shopizen પર પબ્લિશ થઈ ગયું છે. સર્જકને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને અભિનંદન.h...
12/12/2025

હિંદુ દેવી શક્તિઓનો પરિચય – ડૉ. શુચિ ભટ્ટ
પુસ્તક Shopizen પર પબ્લિશ થઈ ગયું છે. સર્જકને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને અભિનંદન.
https://shopizen.app.link/UAnjnl0n2Yb
*
પ્રસ્તુત પુસ્તક દ્વારા લોકોને પરિચિત ઉપરાંત અજાણ સનાતની દેવીઓ વિષે માહિતગાર કરવા માટે પ્રયાસ કરવામાં આવેલ છે. આ પુસ્તકમાં ઘણા બધા માતાજીઓ વિષે જાણકારી આપવામાં આવેલ છે. હિન્દુ ધર્મના દેવીઓ વિષે પુસ્તક લખવાનો મુખ્ય હેતુ એ છે કે લોકો ઘણા અજાણ દેવીઓ વિષે જાણકારી પ્રાપ્ત કરે અને પોતાના ધર્મ તરફ વધુ ઉત્સુક બનીને ભવ્ય ઇતિહાસ તરફ વળે. ઉપરાંત જો કોઈ પણ ક્ષતિ રહી હોય તો માફ કરશો.

તું નહિ, તમે – અમિત જાદવપુસ્તક Shopizen પર પબ્લિશ થઈ ગયું છે. સર્જકને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને અભિનંદન.https://shopizen.app...
12/12/2025

તું નહિ, તમે – અમિત જાદવ
પુસ્તક Shopizen પર પબ્લિશ થઈ ગયું છે. સર્જકને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને અભિનંદન.
https://shopizen.app.link/xDvshUJm2Yb
*
મેં કરી છે વાત પ્રેમની, તે પ્રેમ પણ કેવો ખબર, જે કદાચ આજે વિલુપ્ત થઈ ગયો છે એવો. જો કવિનો પ્રેમ હોય તો કેવો હોય, કદાચ એ જુના જમાના જેવો હોય.
એક પણ સ્પર્શ વિના પ્રેમિકા જોડેનો પ્રેમસંબંધ વર્ણવેલો છે અને રચનાઓને જોતા લાગશે કે કદાચ આ પુસ્તક બહુ જુના જમાનાના પ્રેમીએ લખ્યું હોય.
એક પણ આધુનિક શબ્દનો ઉપયોગ કર્યા વિના પ્રેમરસને આ પુસ્તક સ્વરૂપે રજુ કરું છું.
મારા પ્રેમિકા સાથેના સંવાદ તો ક્યાંક જીવનની વાતો કરેલી છે. આશા છે કે તમે વાંચીને એક સ્મિત કરશો, બસ બીજું કાંઈ નહીં જોતું.
ખરેખર પ્રેમ આવો હોય તો જીવવાની મજા આવે…

શોર્યગાથા સિંદૂરની – સંપાદક : ઈવા પટેલ પુસ્તક Shopizen પર પબ્લિશ થઈ ગયું છે. સર્જકને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને અભિનંદન.https...
04/12/2025

શોર્યગાથા સિંદૂરની – સંપાદક : ઈવા પટેલ
પુસ્તક Shopizen પર પબ્લિશ થઈ ગયું છે. સર્જકને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને અભિનંદન.
https://shopizen.app.link/I6JS6xb9MYb
*
આ પુસ્તક હું વિનમ્રતાથી ભારતીય સેના, તેના શૂરવીર જવાનો તથા બહાદુર સ્ત્રી અધિકારીઓને અર્પણ કરું છું. તેમના ત્યાગ, શૌર્ય અને અવિનાશી સમર્પણને નમન સાથે આ ગ્રંથ દેશપ્રેમની નાનકડી ભેટરૂપે વાચકો સમક્ષ મૂકી રહી છું. એ સાથે જે કવિ મિત્રોએ આ બુકમાં પોતાના શબ્દોને કવિતાનું સ્વરૂપ આપી પુસ્તકના અવિભાજ્ય અંગ બન્યા તમામનો હ્રદયથી આભાર વ્યક્ત કરું છું.
- ઈવા રાજેશ પટેલ

સ્નેહનો સ્પર્શ (વાર્તાસંગ્રહ) –  જયેશ ગાંધીપુસ્તક Shopizen પર પબ્લિશ થઈ ગયું છે. સર્જકને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને અભિનંદન.h...
04/12/2025

સ્નેહનો સ્પર્શ (વાર્તાસંગ્રહ) – જયેશ ગાંધી
પુસ્તક Shopizen પર પબ્લિશ થઈ ગયું છે. સર્જકને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને અભિનંદન.
https://shopizen.app.link/N14JMhZUOYb
*
સારાંશ
"સ્નેહનો સ્પર્શ" પુસ્તક વિશે :

કદાચ સંબધોમાં એટલેજ અમે કાચા રહ્યા,
ખોટા લાગ્યા બધાને, જ્યાં અને સાચા રહ્યા.

આજના ઝડપી યુગમાં પરસ્પર લુપ્ત થતી સંબધોની ઉષ્માને સાચવવાનો નાનો પ્રયાસ..

ડૉ. ક્રિસા: એમ.એસ. – પટેલ કનુ  પુસ્તક Shopizen પર પબ્લિશ થઈ ગયું છે. સર્જકને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને અભિનંદન.https://shopi...
04/12/2025

ડૉ. ક્રિસા: એમ.એસ. – પટેલ કનુ
પુસ્તક Shopizen પર પબ્લિશ થઈ ગયું છે. સર્જકને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને અભિનંદન.
https://shopizen.app.link/VqItugmFOYb
*
આ નવલકથા વાંચતા દરેકને એવું લાગશે કે આવું તો મારી સાથે બન્યું જ છે. પણ થોડું અલગ. હા, કેમ કે સામાજિક વ્યવસ્થા અને સમાજના રીતરિવાજો તથા અંધશ્રદ્ધા માણસની પ્રગતિના અવરોધક બનતા હોય છે. જીવન શું છે? પ્રથમ શ્વાસ લેવાથી માંડીને આખરી શ્વાસ સુધીની સફર! પરંતુ એ સફર પૂરી કરવા સુધીમાં કરેલા સંઘર્ષનું શું? કોઈ નહી કહે. કોઈ કહી જ ના શકે. અને સમજી પણ ના શકે. આપણી સફર એ આપણા જીવનનો ભાગ છે. શબ્દોમાં અમુક પ્રસંગો વર્ણવી પણ ન શકાય. ખેર, અહીં ક્રિસા તમને ડગલે ને પગલે સંઘર્ષ કરતી જોવા મળશે. જે સમય જીવનમાં ઢીંગલી લઈને રમવાનો હોય એ સમયમાં દરવાજા પાછળ ઊભા રહી આંસુ વહાવ્યા ત્યારથી માંડીને બીજાના આંસુ લૂછવા સુધી કરેલા સંઘર્ષને એણે અહીં દર્શાવ્યો છે. નોંધવા જેવી વાત એ છે કે ક્રિસાએ જીવનમાં એકલા આ સંઘર્ષને અંજામ આપી મંઝિલ મેળવી છે. આમ તો મંઝિલ મળી ના જ કહેવાય પરંતુ ભીતર ના સંતોષને મંઝિલથી ઓછી જરાય ના આંકી શકાય. કદાચ ક્યાંક રસ ભંગ થયો હશે. એવું લાગી શકે કે કથા બહુ ઝડપથી આગળ વધી. એવું પણ થાય કે વર્ણનમાં લેખકે વધારે સમય લીધો. પરંતુ વાંચીને સંતોષ ચોક્કસ થશે એની ખાત્રી આપું છું.

ખીલતાં પુષ્પો – પરથીભાઈ ચૌધરી 'રાજ' પુસ્તક Shopizen પર પબ્લિશ થઈ ગયું છે. સર્જકને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને અભિનંદન.https://...
04/12/2025

ખીલતાં પુષ્પો – પરથીભાઈ ચૌધરી 'રાજ'
પુસ્તક Shopizen પર પબ્લિશ થઈ ગયું છે. સર્જકને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને અભિનંદન.
https://shopizen.app.link/qfeb3HEUOYb
*
સુજ્ઞ વાચકો, સપ્રેમ નમસ્તે. આપના કર કમળમાં મૂકતાં હર્ષ અનુભવું છું કે મારું તૃતિય બાળ કાવ્યોનું પુસ્તક "ખીલતાં પુષ્પો"બાળ કલાપ્રેમીઓ તેમજ બાળકો વાંચશે, ગમશે અને એમાંથી પ્રેરણા લેશે, એવી આશા રાખું છું. આમ તો, નાનપણથી જ ઘરના વાતાવરણે મને ઘડ્યો છે. મારાં બા ટુચકા, જોડકણાં, બાળકોને ગમતી વાર્તા, ગીતો, શિવાજીનું હાલરડું વિગેરે સંભળાવતાં... એ મને ખૂબ ગમતું. એમાંથી પોષણ મળ્યું. મારા પિતાજી રાજા રાણીની વાર્તાઓ, શૂરવીરોનાં પરાક્રમો સંભળાવી મારામાં જોશ ભરતા. મારા ઘરનું વાતાવરણ આનંદદાયી અને ધાર્મિક સંસ્કારોથી પરિપૂર્ણ હતું. મને ધીમે ધીમે રમતાં, ખીલતાં, વાંચન પ્રત્યે જિજ્ઞાસા વધી અને મારામાં જે મારાં બા-બાપુજીએ સિંચન કરીને મારો ઉછેર કર્યો હતો, એમાંથી સહજ પ્રેરણા લઈને મારામાં પડેલો બાળ સહજ ભાવ તેમજ કલા પ્રત્યેની લાલસા સમય જતાં ઊભરી આવી. વર્ષોની કમાણી કરીને કલમ કસીને આપની સમક્ષ પ્રગટ થયો છું.

લાપત્તા રોબર – રમણ મેકવાન પુસ્તક Shopizen પર પબ્લિશ થઈ ગયું છે. સર્જકને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને અભિનંદન.https://shopizen.a...
04/12/2025

લાપત્તા રોબર – રમણ મેકવાન
પુસ્તક Shopizen પર પબ્લિશ થઈ ગયું છે. સર્જકને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને અભિનંદન.
https://shopizen.app.link/SK7JwhsUOYb
*
શહેરના મધ્યભાગમાં આવેલી સરકારી બેંકમાં ચોરી થઇ. કોરોનાકાળમાં લોકડાઉન હતું, જે દિવસે લોકડાઉન જાહેર થયું, એજ રાતે ચોરે બેંકમાં હાથફેરો કરી કરોડો રૂપિયા હાથવગા કર્યા. પોલીસે તરત તપાસ આરંભી, ફોરેન્સીક લેબની મદદ લીધી, પણ ચોર એટલા પાવરધા પાકા હતા કે, એમની કોઇ પ્રકારની નિશાની પાછળ છોડી ન હતી. તપાસમાં લેબના કર્મચારીને બેંકના કેશકાઉન્ટર આગળથી લાંબો કાળો સુંવાળો વાળ મળ્યો હતો, વાળ સ્ત્રીનો હોવાનું માની પોલીસઇન્સપેકટર સાહેબે એમની રીતે તપાસ કરી પણ ચોરીના ઉકેલમાં વાળથી કશું પ્રાપ્ત થયું નહીં. ચોરને પકડવા શક્ય એટલા બધા પ્રયત્ન પોલીસે કર્યા, અને પોલીસને ખુદને અંધારે તીર મારવા જેવી કસરત લાગી. આખરે થાકી-હારી પોલીસેજ ચોરીની ફાઇલ બંધ કરી દીધી. શહેરની નાનીમોટી બધી સંસ્થાના કર્મચારીઓનો પગાર આ બેંક મારફત થતો હતો, પગાર તારીખો નજીકમાં હતી અને સરકારે તકેદારીના પગલારૂપે લોકડાઉન જાહેર કર્યું, આખર તારીખ હતી, કોરાનામાં બંધ પડવાના વાંકે ધંધારોજગાર ચાલતા હતા અને લોકડાઉનથી પડતા પર પાટુ જેવી હાલત પગાર પર જીવતાં માટે થઇ, એમાં શહેર નજીકના ગામમાં રહેતા એક જણને, ‘બેંકમાં ચોરી.’ ની વાત સાંભળી હાયકારો પેસી ગયો, જીવલેણ રૂદ્દયરોગનો હુમલો આવ્યો અને ગુજરી ગયો, બેંકમાં સોથી વધારે મૂડી એ ધરાવતો હતો. અને બરાબર ચેંકની ચોરીનો ભેદ ખૂલ્યો. બેંકની ચોરી ખુદ બેંક અને બેંકના ખાતેદારો, અને પોલીસ સુધ્ધાં વીસરી ગઇ હતી, જેના જેના પૈસા ચોરાયા હતા, એ બધાને સરકારે ચૂકવી દીધા હતા, બધું રાબેતા મૂજબ ચાલતું હતું અને દબાઇ ગયેલી ચોરીનો ઘટસ્ફોટ થયો, ચોરો પકડાયા.. કોણ હતા, બેંક રોબર? કેવી રીતે એમણે બેંકમાં હાથફેરો કર્યો અને અમથી કશી નિશાની પણ છોડી નહીં? અને કોણે પકડાવાયા, બેંકમાં ચોરી કરનારને?’ પ્રિયવાચકો, પેદા થતા પ્રશ્નોના સમાધાન માટે આ નવલકથા વાંચવી પડે. મારાં અન્ય સર્જનોની જેમ આને પણ સસ્નેહ સ્વીકારી, યોગ્ય પ્રતિભાવની અપેક્ષા સહ..

લાગણીઓની લગોલગ – અમિત ગુંદારિયા પુસ્તક Shopizen પર પબ્લિશ થઈ ગયું છે. સર્જકને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને અભિનંદન.https://shop...
04/12/2025

લાગણીઓની લગોલગ – અમિત ગુંદારિયા
પુસ્તક Shopizen પર પબ્લિશ થઈ ગયું છે. સર્જકને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને અભિનંદન.
https://shopizen.app.link/v80I5dDOOYb
*
દરેક માણસની અંદર લાગણીઓ ધબકે છે. જે ક્યારેક નિર્ભય, ક્યારેક નબળી, ક્યારેક પ્રેમાળ અને ક્યારેક ગુસ્સો બની જાય છે. ક્યારેક શબ્દ બની લખાય જાય છે, અને ક્યારેક મૌન પણ થઈ જાય છે. આ પુસ્તક એજ લાગણીઓની સફર કરાવતું પુસ્તક છે.
મારી દ્રષ્ટિએ “લાગણીઓની લગોલગ” એ માનવીના મનના અરીસા જેવુ પુસ્તક છે. જે દરેક પાનાં ઉપર તમને તમારી જ લાગણીઓનો અંશ હોય તેવો અહેસાસ કરાવશે..આશા રાખું છું કે આ પુસ્તક તમને તમારી કોઈ મુંજવણમાં મદદ રૂપ બનશે.
આ પુસ્તકમાં લખાયેલા શબ્દો કે રચનાઓ થકી કોઇની ભાવનાઓ કે લાગણીઓ દુભાય હોય તો હું દિલથી માફી માંગુ છું. કારણકે લખનાર હું પણ એક માણસ છું, “લાગણીઓથી ભરેલો અને ભૂલોની શક્યતા ધરાવતો.”

અદ્ભુત ખજાનો અને માસ્ક મેન – વિષ્ણુ ડાભી પુસ્તક Shopizen પર પબ્લિશ થઈ ગયું છે. સર્જકને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને અભિનંદન.htt...
14/11/2025

અદ્ભુત ખજાનો અને માસ્ક મેન – વિષ્ણુ ડાભી
પુસ્તક Shopizen પર પબ્લિશ થઈ ગયું છે. સર્જકને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને અભિનંદન.
https://shopizen.app.link/XJDQqidXhYb
*
"અદભુત ખજાનો અને માસ્કમેન" માત્ર ખજાનાની શોધ નથી, પણ આત્મશોધ અને માનવીય શક્તિની સફર છે.
લેખકે ખૂબ સુંદર રીતે બતાવ્યું છે કે કેવી રીતે માસ્કમેન, જે શરૂઆતમાં રહસ્યમય લાગે છે, વાસ્તવમાં માર્ગદર્શક અને પ્રેરક બની જાય છે. અને પછી ગુરુ વાયુમયનો આગમન વાર્તાને એક નવું આધ્યાત્મિક અને દાર્શનિક વળાંક આપે છે.
આ નવલકથા વાંચીને વાચકને રોમાંચ, સંવેદના અને આત્મબળ ત્રણેયનો અહેસાસ જરૂર થશે.
મારી આ પ્રથમ નવલકથાને આપ સૌ વધાવી લેશો એ આશા સાથે આપ સૌની અમક્ષ આ પુસ્તક રજુ કરી રહ્યો છું.

Address

Ahmedabad
380006

Opening Hours

Monday 10am - 7pm
Tuesday 10am - 7pm
Wednesday 10am - 7pm
Thursday 10am - 7pm
Friday 10am - 7pm
Saturday 10am - 7pm

Telephone

+917226067609

Alerts

Be the first to know and let us send you an email when Gujarati Shopizen posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Gujarati Shopizen:

Share

લેખકો/લેખિકાઓના હિતમાં કામ કરતું એકમાત્ર સેલ્ફ પબ્લિશિંગ પ્લેટફોર્મ

હેલ્લો મિત્રો,

જે કામમાં મહેનત અને સમય આપીએ એ કામમાંથી કોઈ આર્થિક લાભ થાય એ કોને ના ગમે? જ્યારે લેખક કે લેખિકા કંઈક લખે છે ત્યારે એ પોતાની શક્તિ અને સમય બંને ખર્ચ કરે છે, તેમના આ ખર્ચાની સામે તેમને એનું વળતર મળે એવો એક નમ્ર પ્રયાસ શોપિઝન કરી રહ્યું છે.

હાલ શોપિઝન ગુજરાતી, બંગાળી, મરાઠી અને અંગ્રેજી, હિન્દી એમ પાંચ ભાષામાં કાર્યરત છે.

અન્ય કોઈ ઓનલાઈન પ્લેટફોર્મ પર પ્રકાશિત ન હોય તેવી એકલુઝિવ નવલકથા, વાર્તાસંગ્રહ કે કાવ્યસંગ્રહ આપ અમારા પેઈડ વિભાગમાં મૂકી શકો છો. જાણો છો મિત્રો આ વિભાગનું મહત્વનું પાસું કયું છે?