પારકી પંચાત

પારકી પંચાત The purpose of the Parki Panchat is to provide news and entertainment to the people in this technolo

13/10/2023

ગૌશાળામાં વૈદ-પુરાણો વર્ણાવાયેલી પદ્ધતિથી રાજકોટના ગોંડલમાં બને છે ઘી... જે ઘીની કિંમત 2 લાખ રૂપિયા છે.. આ ઘી વિશેષતા એ છે કે ઘીની મદદથી માથાનો દુખાવો, ચામડીના રોગો, કફ દુર કરે છે.. આ સાથે જ ચહેરાની ત્વચાને ચમકદાર અને સુંદર બનાવે છે..

03/10/2023

જો આ નવરાત્રીમાં તમે ખરીદી કરવા ઈચ્છતા હોવ તો અમદાવાદના રાણીનો હજીરોની મુલાકાત અચૂક થઈ લેજો.

Our Youtube channel: parki panchat official
❤️

02/10/2023

રાજકોટના યાજ્ઞિક રોડ પર એસ.ટી ડ્રાઇવર બેફામ બન્યો..
એસ.ટી ડ્રાઇવરે સિનીયર સિટિઝન રીક્ષાચાલકને માર માર્યો.
વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ..
બસને સાઈડ ન આપતા બંને વચ્ચે બોલાચાલી થયા બાદ ડ્રાઇવરે રીક્ષાચાલકને લાકડી વડે માર માર્યો.. બનાવ બનતા લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા...

30/09/2023

નારી તું નારાયણી |રાજકોટની મહિલાનો પ્રિન્ટીંગ લાઈનમાં ડંકો| women empowerment RAJKOT
રાજકોટમાં રહેતા પ્રિતીબેને પ્રિન્ટીંગ લાઈનમાં એક અલગ જ ઉંચાઈ હાસલ કરી છે.. કારણ કે પ્રિન્ટીંગ લાઈન એવી છે કે જેમાં મહિલાઓ કામ કરતી નથી.. પણ પ્રિતીબેને પ્રન્ટિંગ લાઈનમાં કામ કરીને મહિલાઓ માટે એક ઉત્તમ ઉદાહરણ બન્યા છે.. ત્યારે પ્રિતીબેન પાસેથી જ જાણીએ તેમની કારકેદી વિશે....

29/09/2023

લો ગાર્ડન પર નવરાત્રિ પહેલાની ઝાકમઝોળ..... ત્યારે જો તમે તમારા પોશાકને લઈને મૂંઝવણમાં છો... તો પહોંચી જાવ અમદાવાદના લો ગાર્ડન.... જ્યાં તમને દરેક વેરાયટીના અલગ અલગ ચણીયા ચોલીથી લઈને મેચિંગ જ્વેલરી મળી જશે..

27/09/2023

નવસારી કલેક્ટર કચેરીએ જ્ઞાન સહાયક ભરતી યોજનાના વિરોધમાં કોંગ્રેસ જોડાતા ઉમેદવારોમાં જોશ આવી ગયો હતો.. નવસારીના સર્કિટ હાઉસ ખાતેથી એક વિરોધ રેલી કલેકટર કચેરી સુધી કાઢવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં ઉમેદવારો સ્થાનિક આગેવાનો જોડાયાં હતાં... કોંગ્રેસ ધારાસભ્ય અને કોંગ્રેસના આગેવાનો જમીન ઉપર બેસી રામધૂન બોલાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેને લઇને શહેરના મુખ્ય માર્ગ પર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા

26/09/2023
26/09/2023

અંબાજી ભાદરવી પૂનમનો મેળો 23 સપ્ટેમ્બરથી શરૂ થઈ ગયો છે. મોટી સંખ્યામાં માઈ ભક્તો પગપાળા સંઘ લઈ અંબાજી પહોંચી રહ્યા છે. 189 વર્ષથી નિરંતર પગપાળા ચાલતો સૌથી જૂનો લાલ ઝંડા સંઘ અંબાજી પહોંચતા કલેક્ટર દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.. અંબાજી જવાના દાંતા અને આ બાજુ હળાદ વાળા બંને રસ્તા પર મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોવા મળી રહ્યા છે. બંને રસ્તાઓ બોલ માડી અંબે, જય જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યા છે. આ વર્ષે અંબાજીમાં ખાસ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. આખા અંબાજીને લાઈટોથી ઝળહળતુ કરવામાં આવ્યું છે.
https://www.youtube.com/watch?v=iOFVpO2dMlk

26/09/2023

વસ્તડી અને ચુડાને જોડતો પુલ ધરાશાયી થયો છે. બ્રિજ તૂટતા જ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઉલ્લેખનીય છે કે, વાહનવ્યવહાર ચાલુ હતો ત્યારે આ દુર્ઘટના બની હતી. પરંતુ આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.


Address

Ahmedabad

Alerts

Be the first to know and let us send you an email when પારકી પંચાત posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to પારકી પંચાત:

Share