
23/12/2024
આને કહેવાય ઘાટ કરતા ઘડામણ મોંઘું.એક ચાઈનીઝ સમોસું અને એક પાલક કોર્ન કચોરીના 38 રૂપિયા, પણ અન્ય ખર્ચ 69 રૂપિયા.ઓનલાઈન ફૂડ ડિલીવરી કરતા પ્લેટફોર્મ કેવા કેવા ગતકડા કરે છે તેનો અનુભવ ફરી એક વખત થયો.અમે સ્વિગીમાં એક જગ્યાના ચાઈનીઝ સમોસું અને એક પાલક કોર્ન કચોરી ઓર્ડર કરવાના હતા.બન્ને 19-19 રૂપિયાના હતા.મતલબ કે બન્નેનો ટોટલ થયો 38 રૂપિયા.પણ હકીકત હવે જુઓ.આપેલી તસવીર પણ જોઈ લેજો..38 રૂપિયા તો વસ્તુંના થયા.ઉપરથી દોઢ કિલોમીટર દૂરથી આ વસ્તું અમારી ઓફિસ સુધી પહોંચાડવાના એક્સ્ટ્રા 49 રૂપિયા.માત્ર દોઢ કિલોમીટર આવવાના 49 રૂપિયા..હે ભગવાન.વાત પૂરી નથી થઈ..8 રૂપિયા પ્લેટફોર્મ ફી અને 11.94 રૂપિયા જીએસટી તેમજ રેસ્ટોરન્ટ ચાર્જ.કુલ મળીને 38 રૂપિયાની વસ્તુંના ટોટલ થયા 107 રૂપિયા.જો ત્યાં જઈને ખાવો તો 38 માં પતી જાય.પણ ઓનલાઈન મંગાવો તો એક્સ્ટ્રા 69 રૂપિયા થયા.આવા અનુભવ રોજ બધાને થાય છે આમાં કોઈ નવી વાત નથી.પણ જરા સમજો તો ખરા કે ઓનલાઈનના નામે આ લોકો કેવા પૈસા ખંખેરે છે.અને હા, અમે વસ્તું ઓનલાઈન મંગાવવાના બદલે 6 રૂપિયાના પેટ્રોલમાં ત્યાં જઈ સમોસા અને કચોરી ખાઈ પાછા પણ આવી ગયા..મતલબ કે આજની બચત થઈ 101 રૂપિયા