Anand Today

Anand Today Anand Today

Anand Today 15/09/2026
15/09/2026

Anand Today 15/09/2026

આણંદ જિલ્લામાં મેઘરાજાનું ધમાકેદાર આગમન: બોરસદમાં સૌથી વધુ ૫ ઈંચ વરસાદ ખાબક્યો!આજે સવારના ૬:০০ કલાકથી બપોરના ૧૨:০০ કલાક ...
14/09/2026

આણંદ જિલ્લામાં મેઘરાજાનું ધમાકેદાર આગમન: બોરસદમાં સૌથી વધુ ૫ ઈંચ વરસાદ ખાબક્યો!
આજે સવારના ૬:০০ કલાકથી બપોરના ૧૨:০০ કલાક સુધી આણંદ જિલ્લાના તમામ તાલુકાઓમાં મેઘરાજાએ મન મૂકીને હેત વરસાવ્યું છે. સર્વત્ર પાણી પાણી થઈ જતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.જિલ્લામાં નોંધાયેલા સાર્વત્રિક વરસાદની વિગતો જોઈએ તો
બોરસદ તાલુકો: ૫ ઈંચથી વધુ (સૌથી વધુ વરસાદ),તારાપુર તાલુકો: ૩ ઇંચ કરતાં વધુ,આંકલાવ તાલુકો: ૨ ઇંચ કરતાં વધુ,સોજીત્રા તાલુકો: ૧ ઇંચ કરતાં વધુ,પેટલાદ તાલુકો: ૧ ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે
આજે સવારથી જ મેઘરાજાની આ ધમાકેદાર બેટિંગથી ખેડૂતોમાં ખુશીની લહેર દોડી ગઈ છે, ત્યારે નાગરિકોને સાવચેત રહેવા અપીલ છે.

Petlad GujaratMonsoon RainUpdate

ગણેશ ચતુર્થીના પાવન પર્વની હાર્દિક શુભકામનાઓઆજે ભાદરવા સુદ ચોથના પાવન દિવસે દેશભરમાં ગણપતિ બાપ્પાના આગમન સાથે ગણેશોત્સવન...
13/09/2026

ગણેશ ચતુર્થીના પાવન પર્વની હાર્દિક શુભકામનાઓ

આજે ભાદરવા સુદ ચોથના પાવન દિવસે દેશભરમાં ગણપતિ બાપ્પાના આગમન સાથે ગણેશોત્સવનો પ્રારંભ થયો છે.

વિઘ્નહર્તા અને મંગલમૂર્તિ ભગવાન શ્રી ગણેશજીની ઘરે-ઘરે તથા વિવિધ ગણેશ મંડળોમાં સ્થાપના કરવામાં આવી રહી છે. ભક્તો બાપ્પાની આરાધના કરી સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સૌના કલ્યાણ માટે પ્રાર્થના કરી રહ્યા છે.

🙏 ગણપતિ બાપ્પા મોરિયા!
મંગલમૂર્તિ મોરિયા! 🚩🐘

વાસણા બેરેજ ખાતેથી સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું હોવાથી આણંદ જિલ્લાના તારાપુર અને ખંભાત તાલુકાના નીચાણવાળા ગામ...
13/09/2026

વાસણા બેરેજ ખાતેથી સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું હોવાથી આણંદ જિલ્લાના તારાપુર અને ખંભાત તાલુકાના નીચાણવાળા ગામોને સાવચેત રહેવા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.
સાવચેત રહેવાના ગામો:
તારાપુર તાલુકાના ૧૧ ગામો:
ગલીયાણા, રીંઝા, ખડા, મિલરામપુરા, ચીતરવાડા, દુગારી, નભોઈ, મોટા કલોદરા, ફતેહપુર, પચેગામ અને કસબારા.
​ખંભાત તાલુકાના ૦૨ ગામો:
ગોલાણા અને પાંદડ.
​🙏 નાગરિકોને અનુરોધ:
નદીના પટમાં અવરજવર ન કરવી તેમજ પશુઓને નદી કિનારે ન લઈ જવા અને સુરક્ષિત સ્થળે રહેવા અનુરોધ છે.

​ GujaratAlert

આણંદમાં ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે મનપાનું કડક વલણપ્રાપ્તિ સર્કલ અને આઝાદ મેદાનમાં દબાણો હટાવાયાગેરકાયદે લારી-ગલ્લા અ...
12/09/2026

આણંદમાં ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે મનપાનું કડક વલણ
પ્રાપ્તિ સર્કલ અને આઝાદ મેદાનમાં દબાણો હટાવાયા
ગેરકાયદે લારી-ગલ્લા અને શેડ હટાવ્યા
ફરી દબાણ કરનારાઓ સામે દંડકીય કાર્યવાહી થશે

આણંદ ટુડે | ગાંધીનગરગુજરાતમાં ચોમાસું ફરી સક્રિય થવાના સંકેતો વચ્ચે 12થી 15 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યમાં ભારેથી અતિભારે વર...
12/09/2026

આણંદ ટુડે | ગાંધીનગર

ગુજરાતમાં ચોમાસું ફરી સક્રિય થવાના સંકેતો વચ્ચે 12થી 15 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના તાજા અપડેટ મુજબ દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદનું જોર વધવાની શક્યતા છે.

13 અને 14 સપ્ટેમ્બરે ડાંગ, નવસારી, વલસાડ સહિતના વિસ્તારોમાં અતિભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે આણંદ, અમદાવાદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, ભરૂચ, સુરત, તાપી સહિતના અનેક જિલ્લાઓ માટે યલો એલર્ટની ચેતવણી આપવામાં આવી છે.

હવામાન વિભાગે વરસાદ દરમિયાન ગાજવીજ, વીજળીના કડાકા અને 30થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા પણ વ્યક્ત કરી છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ 13થી 15 સપ્ટેમ્બર દરમિયાન ભારે વરસાદની સંભાવના છે. લોકોને વરસાદી માહોલ દરમિયાન સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.

આણંદ ટુડે | ગાંધીનગરગુજરાત વિધાનસભામાં ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ સુધારા વિધેયક પસાર કરવામાં આવ્યું છે. નવા સુધારા બાદ રાજ્યમાં ...
12/09/2026

આણંદ ટુડે | ગાંધીનગર

ગુજરાત વિધાનસભામાં ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ સુધારા વિધેયક પસાર કરવામાં આવ્યું છે. નવા સુધારા બાદ રાજ્યમાં મોલ, હોટલ-રેસ્ટોરન્ટ, કાફે અને દુકાનો જેવા એકમોને 24 કલાક ચાલુ રાખવાની છૂટ મળશે. હવે માત્ર સમયના નિયમોના આધારે પોલીસ કે અન્ય સ્થાનિક સત્તાધિકારી આવા એકમોને બંધ કરાવી શકશે નહીં.

જોકે 24 કલાક વ્યવસાય ચાલુ રાખનારા એકમોએ સ્વચ્છતા, ટ્રાફિક વ્યવસ્થા અને સલામતીના નિયમોનું પાલન કરવું પડશે. સાથે જ કામદારોના રજા સહિતના કાયદાકીય હકો અને સુરક્ષા સંબંધિત જોગવાઈઓ યથાવત્ રહેશે.

અત્યાર સુધી મહાનગરપાલિકા વિસ્તારો, હોસ્પિટલો, નેશનલ હાઇવે, રેલવે સ્ટેશન, પેટ્રોલપંપ અને બસ સ્ટેશન જેવા ચોક્કસ વિસ્તારોમાં જ 24 કલાક દુકાન ચાલુ રાખવાની મંજૂરી હતી. જ્યારે અન્ય વિસ્તારોમાં રાત્રિના સમયે દુકાનો બંધ રાખવાની જોગવાઈ હતી. હવે આ સમયમર્યાદામાંથી મોટી છૂટ આપવામાં આવી છે.

📋 ગુમાસ્તા ધારામાં પણ સરળતા

ગુમાસ્તા ધારામાં નોંધણી પ્રક્રિયાને સરળ બનાવતા હવે સેલ્ફ ડિક્લેરેશન અને સેલ્ફ-સર્ટિફાઇડ દસ્તાવેજોના આધારે અરજી કરવાની જોગવાઈ કરવામાં આવી છે. સરકારના આ નિર્ણયથી વેપારીઓ માટે વ્યવસાય શરૂ કરવા અને સંચાલન કરવાની પ્રક્રિયા વધુ સરળ બનવાની અપેક્ષા છે.

આણંદ ટુડે | નવી દિલ્હીFASTag યુઝર્સ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. હવે મોબાઇલ નંબર પોર્ટેબિલિટીની જેમ FASTagનું સ્ટીકર ...
12/09/2026

આણંદ ટુડે | નવી દિલ્હી

FASTag યુઝર્સ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. હવે મોબાઇલ નંબર પોર્ટેબિલિટીની જેમ FASTagનું સ્ટીકર બદલ્યા વગર તેની બેંક બદલી શકાશે. નવા નિયમથી FASTag યુઝર્સને બેંક બદલતી વખતે નવું સ્ટીકર લેવાની જરૂર નહીં રહે.

અત્યાર સુધી FASTagની બેંક બદલવા માટે જૂનું FASTag એકાઉન્ટ બંધ કરાવવું પડતું હતું અને ત્યારબાદ નવી બેંક પાસેથી નવું FASTag મેળવવું પડતું હતું. હવે આ પ્રક્રિયાની ઝંઝટ દૂર થતાં એક જ FASTagને બીજી બેંક સાથે લિંક કરવાની સુવિધા મળશે.

આ ફેરફારથી FASTag યુઝર્સ માટે બેંક બદલવાની પ્રક્રિયા વધુ સરળ અને સુવિધાજનક બનશે.

ગણેશ ચતુર્થીના પાવન પર્વને લઈને ગણેશભક્તોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તા. 14 સપ્ટેમ્બર 2026, સોમવારના રોજ ભાદરવા સુદ ચો...
12/09/2026

ગણેશ ચતુર્થીના પાવન પર્વને લઈને ગણેશભક્તોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તા. 14 સપ્ટેમ્બર 2026, સોમવારના રોજ ભાદરવા સુદ ચોથના દિવસે ઘરે તેમજ જાહેર ગણેશ મંડળોમાં વિઘ્નહર્તા ભગવાન શ્રી ગણેશની સ્થાપના કરવામાં આવશે. ગણપતિ સ્થાપના અને પૂજન માટે દિવસ દરમિયાન અલગ-અલગ શુભ મુહૂર્ત આપવામાં આવ્યા છે.

🕖 સવારના શુભ મુહૂર્ત:
સવારે 7:10થી 7:55 અને 9:35થી 11:05 સુધી

☀️ બપોરનું શુભ મુહૂર્ત:
બપોરે 2:40થી 5:10 સુધી

🌅 સાંજનું શુભ મુહૂર્ત:
સાંજે 5:10થી 8:15 સુધી

🌙 રાત્રિનું શુભ મુહૂર્ત:
રાત્રે 11:20થી 12:30 સુધી

🙏 ગણેશ વિસર્જન

તા. 25 સપ્ટેમ્બર 2026, શુક્રવારના રોજ ગણેશ વિસર્જન કરવામાં આવશે.

ગણપતિ બાપ્પા મોરિયા! 🚩🐘

આણંદ ટુડે | નવી દિલ્હીદિલ્હીના સર્રાફા બજારમાં શુક્રવારે સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો હતો. વૈશ્વિક બજારમાં તેજ...
12/09/2026

આણંદ ટુડે | નવી દિલ્હી

દિલ્હીના સર્રાફા બજારમાં શુક્રવારે સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો હતો. વૈશ્વિક બજારમાં તેજી હોવા છતાં સ્થાનિક વેચાણ દબાણને કારણે ચાંદીના ભાવમાં કિલોદીઠ ₹10,000નો ઘટાડો નોંધાયો હતો. ચાંદી ઘટીને ₹2,34,600 પ્રતિ કિલોગ્રામ થઈ હતી.

બીજી તરફ સોનાના ભાવમાં પણ ₹2,700નો ઘટાડો નોંધાયો હતો. ઘટાડા બાદ સોનું ₹1,55,900 પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું હતું.

ક્રૂડ ઓઇલના ભાવમાં વધઘટ અને ફુગાવાને લઈને વધતી ચિંતાઓને કારણે કિંમતી ધાતુઓ પર દબાણ વધ્યું હોવાનું બજાર નિષ્ણાતોનું માનવું છે. સ્થાનિક બજારમાં વેચવાલી વધતાં સોના-ચાંદીના ભાવ પર તેની સીધી અસર જોવા મળી છે.

Address

Ahmedabad

Alerts

Be the first to know and let us send you an email when Anand Today posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Anand Today:

Shortcuts

Share