The INDIAn

The INDIAn Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from The INDIAn, Digital creator, Ahmedabad.

02/10/2023

બિહારમાં જાતિગત જનગણના ના આંકડા સામે આવ્યા છે
જેમાં OBC + SC +ST મળીને 84 ટકા છે
ગુજરાતમાં પણ જાતિગત જનગણના થવી જોઈએ.




BJP Gujarat

ગૂજરાત સરકારે ઓનલાઇન ગેમ(જુગાર) ઉપર 28% જી.એસ.ટી લગાવ્યો છે,જેથી હવે ઓનલાઇન જુગારીઓને મોકલું મેદાન મળી જશે.ગુજરાતમાં કદા...
15/09/2023

ગૂજરાત સરકારે ઓનલાઇન ગેમ(જુગાર) ઉપર 28% જી.એસ.ટી લગાવ્યો છે,જેથી હવે ઓનલાઇન જુગારીઓને મોકલું મેદાન મળી જશે.ગુજરાતમાં કદાચ જાહેર જગ્યાઓ ઉપર હવે ચાની લારીઓ કરતા ઓનલાઇન ગેમ (જુગાર) રમાડનારા બુકીઓના અડ્ડા વધારે જોવા મળે તો નવાઈ ના પામતા કારણ એ લોકો હવે 56"ની છાતી ફુલાવીને ગર્વથી કહી શકશે કે અને 28% ટેક્સ ભરીને ગુજરાતના વિકાસમાં સહયોગ આપી રહ્યા છીએ.
ગુજરાત સરકાર ભલે એમ કહી રહી હોય કે અમે ઓનલાઇન ગેમને પ્રો્સાહન ના મળે એટલે ઓનલાઇન ગેમ ઉપર જીએસટી લાદયો છે.જો ગુજરાત સરકારની નિયત સાફ હોત તો ઓનલાઈન ગેમના નામે જુગાર રમાડતી એપ. ઉપર પ્રતિબંધ મૂકી શકી હોત.
જેવી રીતે ગુજરાતમાં દારૂ,ગુટખા પર પ્રતિબંધ છે એના કેટલા ફાયદા ગુજરાતની પ્રજાને અને ગુજરાતની સરકારને થઈ રહ્યા છે એ તમામ લોકો જાણે છે.સરકાર ઈચ્છે તો કોઈપણ ગેરકાયદેસર વસ્તુ કે વર્તન ઉપર કડક પ્રતિબંધ મૂકીને એના પર રોક લગાવી શકે છે પરંતુ આ'તો બીજેપી સરકાર છે જે પ્રજાનું હિત જોયા વગર યેનકેન પ્રકારે કોઈપણ અનૈતિક ચીજને પૈસાની દૃષ્ટિએ મૂલવીને ગુજરાતમાં ગુનાખોરી વધે એવા પ્રયાસો કરી રહી હોય એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.
આજના ભાસ્કરમાં અમદાવાદમાં વધી રહેલ ગુનાખોરીના આંકડા કઈક આ મુજબ છે. ચોરી - 7386, લૂંટ -285, ધાડ - 24, દુષ્કર્મ - 724, છેડતી -456,મહિલા અત્યાચાર - 2109,હત્યા - 207 આ આંકડા સરકારે ખુલાસો કર્યા એ મુજબના છે તો વાસ્તવિક ગુનાખોરીના આંકડા કેટલા વધારે હશે? દિન પ્રતિદિન વધતી ગુનાખોરીના સમયે ઓનલાઇન ગેમ ઉપર પ્રતિબંધ મૂકવાના બદલે ટેક્સ લગાવીને રમવાની છૂટ આપવાથી ગુનાખોરી વધશે કે ઘટશે એ વિશે ગુજરાત સરકાર જરાયે ચિંતિત હોય એવું લાગતું નથી.
*સરકારે ઓનલાઈન ગેમ પર ટેક્સ ઝીંક્યો:* વિધાનસભામાં વિધેયક રજૂ થતાં જ કોંગ્રેસે કહ્યું- જુગારને પ્રોત્સાહન આપવાની વાત, સરકારનો જવાબ- ઓનલાઇન ગેમ અટકાવવા ટેક્સ લગાવાયો










Source Credit: Apna Adda

https://www.divyabhaskar.co.in/local/gujarat/ahmedabad/news/in-the-assembly-the-opposition-alleges-that-speculation-is-encouraged-while-the-governments-clarification-that-the-tax-has-been-imposed-to-prevent-online-gaming-131833899.html?fbclid=IwAR3DXsaRQwHLrDujDDut1vakA8pmRk_p8Rci6xjgmDz6vYfbdfpsjMwMTZY&_branch_match_id=1231218053029209349&utm_campaign=131833899&utm_medium=sharing&_branch_referrer=H4sIAAAAAAAAA8soKSkottLXT8ksq0zUTdLLzNMPy0qLMDEwNDB2TrJPS0rOyUyx9Sx3DDJ2iShODAos9%2FApcinNcnEpLTEsS8x2tCjIDcqOL7AISs40q8hKz3WpMiuLTEtKSSsozvIt9w2JigQAIP%2FTaGMAAAA%3D

કેન્દ્ર સરકાર બાદ હવે ગુજરાત સરકારે પણ માલ અને વેરા સુધારા વિધેયક આજે રજૂ કર્યું હતું. જેમાં ઓનલાઇન ગેમિંગ અથવા તો...

14/09/2023

"It's a wake-up call"
(It's against the corrupt system & nepotism)
Vote👆 wisely! 🇮🇳
🎬📽️


14/09/2023

જાગો ગ્રાહક, જાગો ! 75 પૈસાનું બિસ્કિટ કંપનીને એક લાખનું પડ્યું !

કોર્પોરેટ કંપનીઓ કઈ રીતે છેતરપિંડી કરી રોજે લાખો રુપિયા કમાય છે, તેનો પર્દાફાશ એક સામાન્ય વ્યક્તિએ કર્યો છે. ચેન્નઈમાં રહેતા દિલીબાબુ મનાલી ફરવા ગયા હતા. ત્યાં રખડતા કૂતરાઓ માટે તેમણે બિસ્કિટના 25 પેકેટ ખરીદ્યાં. આ બિસ્કિટ ITC-Imperial (હવે India) To***co Company of India ના ‘સનફિસ્ટ મેરી ગોલ્ડ બ્રાન્ડ’ના હતા. પેકેટ પર 16 બિસ્કિટ લખ્યું હતું પરંતુ પેકેટમાં 15 જ બિસ્કિટ હતા ! દિલીબાબુએ દુકાનદારને તથા ITC કંપનીને ફરિયાદ કરી. કંપનીએ જવાબ ન આપ્યો. દિલીબાબુએ તામિલનાડુની ડિસ્ટ્રિક્ટ કન્ઝૂમર ફોરમમાં ફરિયાદ કરી.

ITC કંપનીએ મોંઘા વકીલ રોક્યા અને દલીલ કરી કે ‘કંપની બિસ્કિટ વજન પ્રમાણે આપે છે !’ દિલીબાબુએ કહ્યું કે ‘બિસ્કિટના પેકેટ પર 76 ગ્રામ વજન લખ્યું છે, પરંતુ પેકેટનું વજન 74 ગ્રામ જ છે !’ કંપનીએ દલીલ કરી કે ‘Legal Metrology Act 2009 મુજબ જો વજનમાં 4.5 ગ્રામ સુધી ઘટ પડે, તો તે દંડનીય નથી !’ કન્ઝૂમર ફોરમે કહ્યું કે ‘વજન ઘટ માત્ર એ કિસ્સામાં લાગુ પડે જ્યાં પ્રોડક્ટનું વજન સમય સાથે ઓછું થતું હોય. બિસ્કીટ પેક થયા બાદ તેમાં વજન ઘટે નહીં.’ દિલીબાબુની દલીલ હતી કે ‘ITC કંપની રોજે 75 પૈસાનું બિસ્કિટ પેકેટમાં ઓછું નાંખે છે. કંપની રોજે 50 લાખ બિસ્કિટના પેકેટ વેચે છે. આ રીતે કંપની રોજે 29 લાખ રુપિયાની ગ્રાહકો સાથે છેતરપિંડી કરે છે !’

કન્ઝૂમર ફોરમે ITC કંપનીને રુપિયા 1 લાખનો દંડ ફટકાર્યો ! ઉપરાંત દિલીબાબુને 10 હજારનો ખર્ચ અપાવ્યો અને મેરી ગોલ્ડ બિસ્કિટના પેકેટ વેચાણમાંથી પરત ખેંચવા હુકમ કર્યો !

ગુજરાતમાં બે-ત્રણ ગૌભક્તિનો ઢોંગ કરનારા, એક કિલો ઓર્ગેનિક ઘી/ અહિંસક ઘી/ દિવ્ય ઘી રુપિયા 7000થી 2,00,000/-ની કિંમતે વેચે છે; આ ગ્રાહકો સાથેની ગંદી છેતરપિંડી છે ! શું ગુજરાતમાં કોઈ દિલીબાબુ ‘દિવ્ય ધી’નો દાવો કરનારાઓને કન્ઝૂમર ફોરમ સમક્ષ ઊભા કરવાની પહેલ કરશે? જાગો ગ્રાહક, જાગો !rs

Address

Ahmedabad

Website

Alerts

Be the first to know and let us send you an email when The INDIAn posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share