25/10/2025
ચાલો કાર્તિક માસ ની વધતી ઠંડીની ધાર ને સ્વયમ શ્રીજી ના અમૃત વચનો ની ધાર સાથે અંતર માં મમળાવી એ.........અને જીવ ને અક્ષર રૂપ કરી......પુરુષોત્તમ તરફ પ્રયાણ કરીએ.......!
સ્થળ -ગઢડા -દાદા ખાચર નો દરબાર...આથમણો દ્વાર
સમય- સંવંત ૧૮૭૬ -પોષ સુદી પુનમ
સંવાદ- ગોપાળાનંદ સ્વામી દ્વારા એક પ્રશ્ન અને શ્રીજી મહારાજ દ્વારા ઉત્તર...
" ગોપાળાનંદ સ્વામીએ પૂછ્યું જે......
“ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય સહિત જે ભક્તિ તેનું બળ વૃદ્ધિને કેમ પામે ?”
ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “એના ઉપાય ચાર છે :
૧)--એક તો પવિત્ર દેશ,
૨)--બીજો રૂડો કાળ,
૩)--ત્રીજી શુભ ક્રિયા અને
૪)--ચોથો સત્પુરુષનો સંગ.
તેમાં ક્રિયાનું સમર્થપણું તો થોડું છે ને દેશકાળ ને સંગનું કારણ વિશેષ છે; કેમ જે, જો પવિત્ર દેશ હોય, પવિત્ર કાળ હોય અને તમ જેવા સંતનો સંગ હોય ત્યાં ક્રિયા રૂડી જ થાય............પવિત્ર દેશમાં રહેવું અને ભૂંડો કાળ વર્તતો હોય ત્યાંથી આઘુંપાછું ખસી નીસરવું,........ અને સંગ પણ પ્રભુના ભક્ત અને પંચ વર્તમાને યુક્ત એવા જે બ્રહ્મવેત્તા સાધુ તેનો કરવો, તો હરિભક્તને પરમેશ્વરની જે ભક્તિ તેનું બળ અતિશય વૃદ્ધિ પામે..........
--------------------------
ઇતિ વચનામૃતમ-ગઢડા પ્રથમ-૨૯
શ્રીજી મહારાજ અહિયા બેધડક કહે છે કે- ભૂંડી ક્રિયા...ભૂંડો સંગ...ભૂંડો દેશ.....ભૂંડો કાળ.....નો હમેંશા ત્યાગ કરવો......! કારણ કે જેવો સંગ એવો રંગ......આપણે બધા અક્ષર રૂપ બનવા ના માર્ગ પર ચાલતા વટેમાર્ગુ છીએ....સાધક છીએ.....આથી સંગ..કાળ..ક્રિયા ના દોષ આપણ ને લાગે જ -એ સ્વાભાવિક જ છે.....આથી આમાં જીવ નું કલ્યાણ કઈ રીતે કરવું???? જવાબ ઉપર જ છે.....તે ઉપરાંત -બ્રહ્મવેત્તા સત્પુરુષ નો નિત્ય સંગ -સમાગમ મળે તો- જીવ કલ્યાણ ના માર્ગ પર વધતો જાય છે......!
તો સત્સંગ નો આ રૂડો માર્ગ પકડજો.....અને સદાયે રાજી રહેજો.......શ્રીજી-સ્વામી અને ગુરુ ને રાજી રાખજો.......
જય જય સ્વામિનારાયણ..