06/09/2026
અમદાવાદમાં 3 ફૂડ યુનિટ સીલ! 3,800 કિલોથી વધુ ખાદ્ય સામગ્રીનો વેચાણ પર પ્રતિબંધ
અમદાવાદમાં ખાદ્ય સુરક્ષાના નિયમોના ઉલ્લંઘન સામે AMCના Food Department દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે.
શહેરમાં હાથ ધરાયેલા ચેકિંગ દરમિયાન 3 ફૂડ બિઝનેસને સીલ કરવામાં આવ્યા છે. સાથે જ 3,800 કિલોથી વધુ ખાદ્ય સામગ્રીનો Stop-Sale Order કરવામાં આવ્યો છે, જેની અંદાજિત કિંમત ₹9.22 લાખ છે.
વટવામાં આવેલી M.M. Food Productsમાં જરૂરી FSSAI લાઇસન્સ વગર સોસ અને અન્ય ખાદ્ય ઉત્પાદનોનું ઉત્પાદન થતું હોવાનું સામે આવ્યું હતું. સાથે જ સ્વચ્છતા તથા પેકેજિંગ-લેબલિંગના નિયમોના ભંગ બદલ યુનિટ સીલ કરાઈ અને આશરે 2,516 કિલો સામગ્રીનો વેચાણ પર પ્રતિબંધ મૂકાયો.
વેજલપુરની Shri Mateshwari Chavana & Sweet Martમાં નમકીનમાં પ્રતિબંધિત સિન્થેટિક ફૂડ કલરનો ઉપયોગ મળતાં કાર્યવાહી કરવામાં આવી. આશરે 150 કિલો નમકીનનો Stop-Sale Order કરાયો.
ચાંદલોડિયાની Gujarat Fry Centre જરૂરી FSSAI લાઇસન્સ વગર ચાલતું હોવાનું અને ત્યાં સ્વચ્છતાના નિયમોનું પાલન ન થતું હોવાનું સામે આવતા તેને પણ સીલ કરવામાં આવ્યું.
મધુપુરાની Mahavir Ghee Bhandarમાં અગાઉ Food Laboratory દ્વારા ‘Substandard’ જાહેર કરાયેલ ઘીનું વેચાણ થતું હોવાનું સામે આવ્યું. અહીં 1,140 કિલો ઘી, એટલે કે 15 કિલોના 76 ટીન, વેચાણથી અટકાવવામાં આવ્યા છે. તેની અંદાજિત કિંમત ₹7.17 લાખ છે.
AMC દ્વારા જણાવાયું છે કે Food Safety and Standards Act, 2006 હેઠળ આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.