IamGujarat

IamGujarat I am Gujarat is a Times Internet product. We Provide For Realtime News Updates, Local News,Short Video News And Much More
(288)

A Gujarati news brand from Times Internet, India's largest digital products company which is a part of Times of India group. ગુજરાતી સમાચાર માટે સૌથી મોટી ગુજરાતી વેબસાઇટમાંથી એક છે. લાઇવ, બ્રેકિંગ ન્યૂઝ અને વીડિયો જોવા માટે અમારા પેજને લાઇક અને ફોલો કરો.

અમારી વેબસાઇટ https://www.iamgujarat.com/ સમાચાર, ફોટો,વેબસ્ટોરી,એક્સપર્ટ સલાહની સાથે-સાથે મનોરંજન,ક્રિકેટ,ગુજરાતના સમાચાર, દેશ-દુનિયાના સમાચાર અને લાઇફસ્ટાઇલથી જોડાયેલી જાણકારી મેળવી શકો છો.

તાજા સમાચારની સાથે અપડેટ રહેવા માટે તમે અમારી એપ ડાઉનલોડ કરી શકો છો. Visit us on : Website : https://www.iamgujarat.com/

બોલીવુડ એક્ટર અમિતાભ બચ્ચન તેમના દિવંગત પિતા અને પ્રખ્યાત કવિ ડૉ. હરિશવંશરાય બચ્ચનની યાદમાં અયોધ્યામાં એક સ્મારક ધર્મશાળ...
16/09/2026

બોલીવુડ એક્ટર અમિતાભ બચ્ચન તેમના દિવંગત પિતા અને પ્રખ્યાત કવિ ડૉ. હરિશવંશરાય બચ્ચનની યાદમાં અયોધ્યામાં એક સ્મારક ધર્મશાળા બનાવવાનું આયોજન કરી રહ્યા છે. પ્રસ્તાવિત ધર્મશાળામાં 20થી વધુ રૂમ હશે અને તે દશરથ પથ પર આવેલા 'ધ સરયૂ' પ્રોજેક્ટમાં અમિતાભ બચ્ચને આશરે રૂ.15 કરોડમાં ખરીદેલી જમીન પર બનાવવામાં આવશે. મકાનના નકશા (લેઆઉટ) માટેની અરજી અયોધ્યા ડેવલપમેન્ટ ઓથોરિટીને સુપરત કરવામાં આવી છે. ઓથોરિટીએ જાહેર વાંધા મંગાવ્યા છે અને મંજૂરી મળ્યા બાદ ઓક્ટોબરમાં નિર્માણ કાર્ય શરૂ થવાની ધારણા છે.

16/09/2026

અમેરિકામાં U Visa માટે ફેક રોબરી કરાવતા ચંદ્રકાંત પટેલ પાસેથી પૈસા ખાનારા પોલીસ અધિકારીને પાંચ વર્ષની જેલ

અમેરિકાના ટેક્સસના ફ્રેન્ડ્ઝવુડમાં એક વૃદ્ધ નાગરિક સાથે ઠગાઈ કરી લાખો ડોલરનું સોનું પડાવી લેવાના કૌભાંડમાં ટેક્સસ પોલીસે...
16/09/2026

અમેરિકાના ટેક્સસના ફ્રેન્ડ્ઝવુડમાં એક વૃદ્ધ નાગરિક સાથે ઠગાઈ કરી લાખો ડોલરનું સોનું પડાવી લેવાના કૌભાંડમાં ટેક્સસ પોલીસે કેલિફોર્નિયામાં રહેતા ત્રણ ભારતીય મૂળના શખ્સો—દમનપ્રીત સિંઘ, મનદીપ સિંઘ અને સુખવિંદર સિંઘની ધરપકડ કરવામાં આવી છે.

આ લોકોએ ફેડરલ અધિકારીઓ બનીને વૃદ્ધને ડરાવી રોકડ રકમ સોનામાં ટ્રાન્સફર કરાવી હતી. પોલીસ સ્ટેશનના નામે ફેક કોલ કરનારો સુખવિંદરને રેડ-હેન્ડેડ પકડ્યા બાદ, ટેક્સસ પોલીસે કેલિફોર્નિયા પહોંચી હતી અને અન્ય બે શખ્સોની ધરપકડ કરી હતી. સુખવિંદર પર $3,00,000થી વધુની ચોરીનો કેસ નોંધાયો છે, જ્યારે આ ગેંગ સામે ફેડરલ ઇમિગ્રેશન કાયદા હેઠળ પણ કાર્યવાહી ચાલી રહી છે.

મનદિપ સિંઘ પર 5 મિલિયન ડોલર અને દમનપ્રીત સિંઘ પર 10 મિલિયન ડોલરના બોન્ડ નક્કી કરાયા છે.

USમાં રહેતા નિતિન મલ્હોત્રા નામના એક ઈન્ડિયન યુવકે સાંજે લગભગ 6 વાગ્યે તેના અસામાન્ય રીતે શાંત વિસ્તારનો વિડીયો શેર કરીન...
16/09/2026

USમાં રહેતા નિતિન મલ્હોત્રા નામના એક ઈન્ડિયન યુવકે સાંજે લગભગ 6 વાગ્યે તેના અસામાન્ય રીતે શાંત વિસ્તારનો વિડીયો શેર કરીને સોશિયલ મીડિયા પર નવી ચર્ચા જગાવી છે. નિતિન મલ્હોત્રાએ આ વિડીયોમાં મોંઘા મકાનોની હરોળ દર્શાવી હતી, પરંતુ તેમણે કહ્યું હતું કે, બહાર ભાગ્યે જ કોઈ વ્યક્તિ જોવા મળે છે. તેમણે આ દ્રશ્યની સરખામણી ભારતીય વિસ્તારોમાં સામાન્ય રીતે જોવા મળતી ધમધમતી અને ચહલપહલ વાળી શેરીઓ સાથે કરી હતી. તેમણે દાવો કર્યો હતો કે, આ સોસાયટીમાં મકાનોની કિંમત રૂ.5 કરોડ, રૂ.10 કરોડ અને રૂ.15 કરોડ સુધીની છે, છતાં શેરીઓ સાવ સૂમસામ થઈ જાય છે.

USમાં પાંચ વર્ષથી રહેતા નિતિન મલ્હોત્રાએ જણાવ્યું હતું કે, આ અનુભવ માત્ર ફ્લોરિડા પૂરતો સીમિત નથી, પરંતુ ટેક્સસ, કેલિફોર્નિયા અને ન્યૂયોર્કના પણ કેટલાક વિસ્તારોમાં આવા જ દ્રશ્યો જોવા મળે છે. તેમણે સ્વીકાર્યું હતું કે, કેટલાક ઈન્ડિયન્સ અથવા "દેશી" કોમ્યુનિટી વધુ એક્ટિવ હોય છે, પરંતુ ઘણા અમેરિકન સબર્બન (ઉપનગરીય) વિસ્તારો આટલા જ શાંત લાગે છે. આ વિડીયોને કારણે સોશિયલ મીડિયા યુઝર્સ વચ્ચે અમેરિકાના સબર્બન લાઈફ અને ભારતના પાડોશના જીવન વચ્ચેના તફાવતો પર ચર્ચા શરૂ થઈ હતી.

વિઝા સ્પોન્સરશિપ આપતી જોબ મેળવવામાં નિષ્ફળ રહ્યા બાદ 25 વર્ષીય પ્રોફેશનલ ઈન્ડિયન યુવતીને UKથી ભારત પરત ફરવું પડ્યું. તેણ...
16/09/2026

વિઝા સ્પોન્સરશિપ આપતી જોબ મેળવવામાં નિષ્ફળ રહ્યા બાદ 25 વર્ષીય પ્રોફેશનલ ઈન્ડિયન યુવતીને UKથી ભારત પરત ફરવું પડ્યું. તેણે 2024માં UKમાં કોમ્યુનિકેશન અને મીડિયાનો કોર્સ પૂર્ણ કર્યો હતો, પરંતુ એમ્પ્લોયર્સે વધતા વિઝા સ્પોન્સરશિપ ખર્ચને કારણે જોબ આપવા માટે અનિચ્છા વ્યક્ત કરી હતી. UKએ તાજેતરના વર્ષોમાં વર્ક-વિઝાના નિયમો સખ્ત બનાવ્યા છે અને લઘુત્તમ પગારની મર્યાદામાં પણ વધારો કર્યો છે. જેના કારણે આ પરિસ્થિતિ ઊભી થઈ છે. જોકે, ફક્ત UK જ નહીં પરંતુ USમાં પણ આવું જોવા મળી રહ્યું છે, જેમાં ઘણા ઈન્ડિયન પ્રોફેશનલ્સને પણ મજબૂરીમાં US છોડીને ઈન્ડિયા રિટર્ન થવું પડી રહ્યું છે. જોકે, ઘણા લોકો અનુભવી રહ્યા છે કે, ભારતમાં જોબમાં જે સેલેરી મળે છે તેવી જ જોબમાં USમાં સેલેરી ઘણી વધારે હોય છે, અને તેમને અહીં ઓછી સેલેરીમાં કામ કરવું પડી રહ્યું છે.

કેલિફોર્નિયાના બોમોન્ટ શહેરના સિટી ટ્રેઝરર ગુજરાતી મૂળના 39 વર્ષીય અનૂપ ગિરેશ 'એજે' પટેલ સામે પબ્લિક કરપ્શન તપાસ બાદ 6 ગ...
16/09/2026

કેલિફોર્નિયાના બોમોન્ટ શહેરના સિટી ટ્રેઝરર ગુજરાતી મૂળના 39 વર્ષીય અનૂપ ગિરેશ 'એજે' પટેલ સામે પબ્લિક કરપ્શન તપાસ બાદ 6 ગંભીર ગુના દાખલ કરવામાં આવ્યા છે.

રિવરસાઇડ કાઉન્ટી ડીએ ઓફિસ મુજબ, અનૂપ પટેલે તેમની પોતાની મોટેલમાંથી ટ્રાન્ઝિયન્ટ ઓક્યુપન્સી ટેક્સ (TOT) ટાળવા ખોટા પત્રકો રજૂ કર્યા હતા. ઓડિટમાં બહાર આવ્યું કે તેમણે રૂમ ભાડા પેટે $16,67,300.68 મેળવ્યા હતા અને શહેરને $1,66,730નો ટેક્સ ચૂકવવાનો બાકી હતો.

આ સિવાય અન્ય વ્યક્તિની આઈડેન્ટિટી ચોરીને બોગસ લીઝ એગ્રીમેન્ટ બનાવવાના આરોપો પણ મૂકાયા છે. ગુનો સાબિત થશે તો તેમને 6 વર્ષથી વધુની જેલ થઈ શકે છે.

ગુજરાત અને રાજસ્થાનના રોકાણકારો સાથે રૂ. 1,000 કરોડની ઠગાઈ કરનારા ગુજરાતના બે વેપારીઓ ધવલ ગોવિંદભાઈ પટેલ (39 વર્ષ) અને હ...
16/09/2026

ગુજરાત અને રાજસ્થાનના રોકાણકારો સાથે રૂ. 1,000 કરોડની ઠગાઈ કરનારા ગુજરાતના બે વેપારીઓ ધવલ ગોવિંદભાઈ પટેલ (39 વર્ષ) અને હીરેન મુકેશભાઈ શાહ (38 વર્ષ)ની ઓડિશાના સંબલપુરથી ધરપકડ કરવામાં આવી છે.

આ બંને આરોપીઓએ 'પુણેવાલા' નામે કંપની બનાવી સોફ્ટવેર દ્વારા રોકાણકારો પાસેથી ગુજરાતમાં રૂ. 600 કરોડ અને રાજસ્થાનમાં રૂ. 400 કરોડ એકઠા કરી પોન્ઝી સ્કીમ હેઠળ છેતરપિંડી આચરી હતી. અમરેલી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં 2 સપ્ટેમ્બરે ફરિયાદ નોંધાયા બાદ, ગુજરાત અને ઓડિશા પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરી કારમાં ભાગી રહેલા બંને આરોપીઓને ઝડપી લીધા હતા.

કેનેડાએ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના નજીકના સહયોગી તરીકે ભારતીય અધિકારીઓ દ્વારા વર્ણવવામાં આવેલા કરમવીર સિંહને ડિપોર્ટ કરી...
16/09/2026

કેનેડાએ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના નજીકના સહયોગી તરીકે ભારતીય અધિકારીઓ દ્વારા વર્ણવવામાં આવેલા કરમવીર સિંહને ડિપોર્ટ કરી દીધો છે. એક મીડિયા રિપોર્ટ પ્રમાણે, કેનેડિયન ઓથોરિટીએ તે દેશમાં રહેવા માટે અયોગ્ય હોવાનું નિર્ધારિત કર્યા બાદ તેને પરત મોકલવામાં આવ્યો હતો. ગુનાહિત પ્રવૃત્તિઓના સંબંધમાં તેની કેનેડામાં ધરપકડ કરવામાં આવી હતી અને તે સંગઠિત ગુનાખોરીના નેટવર્ક સાથે જોડાયેલો હતો. કેનેડિયન ઓથોરિટી દ્વારા એક્સટોર્શન અને સંગઠિત ગુનાહિત પ્રવૃત્તિઓમાં કથિત રીતે સંકળાયેલા ભારતીય નાગરિકો સામે વધારેલી કડક કાર્યવાહી વચ્ચે તેને દેશનિકાલ કરવામાં આવ્યો છે.

ભરણપોષણના એક મહત્વપૂર્ણ કેસમાં ગુજરાત હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે કે પતિની આવક અંગે નક્કર પુરાવા વિના માત્ર વૈભવી લાઈફ સ્ટ...
16/09/2026

ભરણપોષણના એક મહત્વપૂર્ણ કેસમાં ગુજરાત હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે કે પતિની આવક અંગે નક્કર પુરાવા વિના માત્ર વૈભવી લાઈફ સ્ટાઈલ, મોંઘા વાહનો કે બિઝનેસના આક્ષેપોના આધારે ભરણપોષણની રકમ નક્કી થઈ શકે નહીં. પ્રાથમિક તબક્કે પતિની વાસ્તવિક આવક સાબિત કરવાની જવાબદારી દાવો કરનાર પત્નીની છે. આ કેસમાં પત્નીએ રૂ.80,000ના ભરણપોષણની માંગ કરી હતી, જેની સામે ફેમિલી કોર્ટે માસિક રૂ.10,000 મંજૂર કર્યા હતા. હાઈકોર્ટે ફેમિલી કોર્ટના આ આદેશને યોગ્ય ઠેરવી પત્નીની રિવિઝન અરજી ફગાવી દીધી છે. જોકે, હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે, ભવિષ્યમાં આર્થિક પરિસ્થિતિ બદલાય તો પત્ની વધારા માટે કાયદાકીય અરજી કરી શકે છે.

કેનેડા બોર્ડર સર્વિસીસ એજન્સી (CBSA)એ ઈલીગલ કબ્જો, ફાયરિંગ અને એક્સટોર્શન જેવા ગુનાઓમાં સંડોવાયેલા ચાર ભારતીય નાગરિકો- પ...
16/09/2026

કેનેડા બોર્ડર સર્વિસીસ એજન્સી (CBSA)એ ઈલીગલ કબ્જો, ફાયરિંગ અને એક્સટોર્શન જેવા ગુનાઓમાં સંડોવાયેલા ચાર ભારતીય નાગરિકો- પલવિંદર સિંહ, જસમેર સિંહ, અમિતોજ બાજવા અને સાહિબજોત સિંહને ડિપોર્ટ કર્યા છે. ચાલુ વર્ષે કેનેડાએ આવા 111 વિદેશી નાગરિકોને ડિપોર્ટ કર્યા છે અને કુલ 188 રિમૂવલ ઓર્ડર ઈશ્યૂ કરવામાં આવ્યા છે.

ફાઈનાન્સિયલ ટ્રાન્જેક્શન્સ એન્ડ રિપોર્ટ્સ એનાલિસીસ સેન્ટર ઓફ કેનેડા (FINTRAC)ના રિપોર્ટ મુજબ, બિશ્નોઈ અને બંભીહા ગેંગ જેવી આંતરાષ્ટ્રીય ગેંગ સ્ટડી પરમિટ પર આવેલા આર્થિક રીતે નબળા ભારતીય યુવાનોનો 'ફૂટ સોલ્જર્સ' તરીકે ઉપયોગ કરી દક્ષિણ એશિયાઈ સમુદાયને નિશાન બનાવી રહી છે.

Address

139, Fadia Chambers, Ashram Road
Ahmedabad
380009

Alerts

Be the first to know and let us send you an email when IamGujarat posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share