10/04/2025
૯ એપ્રિલ, ૧૯૩૨
૯ એપ્રિલ, ૨૦૨૫
આજે અમારો ગુજરાતી ફિલ્મ પરીવાર
૯૩ વર્ષ પુર્ણ કરી ૯૪માં વર્ષ માં પ્રવેશ કરે છે..
નરસી મહેતો થી શરૂ કરીને આજ સુધી અનેક ફિલ્મોના આપણે સાક્ષી છીએ..
શતાબ્દી તરફ મક્કમ ગતિએ આગળ વધી રહેલા ગુજરાતી ફિલ્મ પરીવાર માટે કવિશ્રી પ્રશાંત કેદાર જાદવ ની બે પંક્તિઓ..
નરસિંહ ભગત ના પ્રભાતીયાથી, થયું મારૂં પરભાત..
બત્રીસથી જોતી આવી છું,
થયા ત્રાણુ દિ ને રાત..
અમારી ચિત્ર ગુર્જરી જાત, અમારી ગર્વિલી ગુજરાત...
ઘાઘરી પેરી, બની બહુરૂપી, ભજવ્યા વિધ વિધ વેશ,
ગુર્જર મા ની વાતો કરતા,
ધોળા થઇ ગ્યા કેશ,
અમારી ચિત્ર ગુર્જરી જાત, અમારી ગર્વિલી ગુજરાત..
ગુજરાતી ચલચિત્ર જગત સાથે જોડાયેલ સૌને શુભેચ્છાઓ...
સુંદર લેખન
#આપણીભાષાઆપણુગૌરવ