ગુજરાતી વાર્તા સાહિત્ય

ગુજરાતી વાર્તા સાહિત્ય તમારી ગમતી વાર્તાઓ અને કવિતાઓ અહીં પો?

01/08/2023

कस्तूरी तिलकं ललाट पटले वक्ष: स्थले कौस्तुभं।
नासाग्रे वरमौक्तिकं करतले वेणु: करे कंकणं॥
सर्वांगे हरि चन्दनं सुललितं कंठे च मुक्तावली।
गोपस्त्रीपरिवेष्टितो विजयते गोपाल चूडामणि:॥

हे श्रीकृष्ण!
आपके मस्तक पर कस्तूरी तिलक सुशोभित है। आपके वक्ष पर देदीप्यमान कौस्तुभ मणि विराजित है, आपने नाक में सुंदर मोती पहना हुआ है, आपके हाथ में बांसुरी है और कलाई में आपने कंगन धारण किया हुआ है।

हे हरि!
आपकी सम्पूर्ण देह पर सुगन्धित चंदन लगा हुआ है और सुंदर कंठ मुक्ताहार से विभूषित है, आप सेवारत गोपियों के मुक्ति प्रदाता हैं, हे गोपाल! आप सर्व सौंदर्य पूर्ण हैं, आपकी जय हो।

14/11/2020

Please post your stories on the wall of this page....

27 Years Old Oil On Canvas + 24 K Gold  Work Original Masterpiece for Sale @ 18  crores.
21/10/2020

27 Years Old Oil On Canvas + 24 K Gold Work Original Masterpiece for Sale @ 18 crores.

સાવજ એટલે કૃષ્ણની એક અદ્ભુત વિભૂતિ...સાકાર સાક્ષાત નરસિંહ ભગવાનનો અવતાર...સાવજ એટલે આપણા જંગલનો એ મહારાજા...સાવજ એટલે કુ...
17/05/2020

સાવજ એટલે કૃષ્ણની એક અદ્ભુત વિભૂતિ...
સાકાર સાક્ષાત નરસિંહ ભગવાનનો અવતાર...

સાવજ એટલે આપણા જંગલનો એ મહારાજા...
સાવજ એટલે કુદરતની સલ્તનતનો તારણહાર...

સાવજ ઘટે તો જગમાં હરણાં જ આડેધડ વધે...
સાવજ ઘટે તો હજારો ભૂંડ ઊભા પાકને બગાડે...

સાવજ એટલે ખેડૂતનો એક માત્ર સાચો મિત્ર...
સાવજ એટલે આપણી સૌ પ્રજાનો અન્નદાતા...

સાવજ જાતે શિકાર કરે એ છે એની પ્રકૃતિ...
એને મરઘા બકરા નાખવા એ માનવની વિકૃતિ...

અવતર્યો છે નર એ જગનું સમતુલન જાળવવા...
નથી અવતર્યો ફેંકેલા ને સડેલા મૃતદેહો ચૂંથવા...

એને કરો વંદન સદા અને જાળવો એનું બહુમાન...
એ છે આ ગાંડીગીરના જંગલની મોટી શાન...

બસ કરો હવે આ જંગલને જંગલ જ રહેવા દો...
ચારે તરફથી થતાં માનવ આક્રમણો ને હવે ટાળો...

ન ખોદશો કોઈ જમીન, ન ઢાળ એના કાપશો...
એ ઘર છે જીવ હજારોનું તમે એમાં ના જશો...

જંગલને વધવા દો નવા વૃક્ષો ત્યાં રોજ વાવજો...
જંગલ છે આહારકડી એમાં ખેતરો ન બનાવશો...

જમીન નીચેના બધા જળ ખેંચી તમે ના કાઢશો...
આ માણસને એક છેલ્લી ચેતવણી ભગવાનની...

જો કુદરત રૂઠશે તો કંઈક વિષાણુ નવા ફૂટશે...
અને નિયમની વિરુધ્ધ જતી માનવજાત ડૂબશે...

કાવ્ય : ડૉ શ્વેતલ દિલીપકુમાર ભાવસાર
ચિત્ર : ડૉ શ્વેતલ દિલીપકુમાર ભાવસાર

02/02/2020

લઘુકથા:

૩૧ ડિસેમ્બરે રાત્રે બૉસ હરસોરા સાહેબે માનવના બાબા શ્વેતલની બર્થડે પાર્ટીમાં આવતાવેંત જ એમના હ્યુમન રિર્સોસિસ ડિપાર્ટમેન્ટ ના સૌથી જુનિયર પણ સૌથી વિશ્વાસુ એમ્પ્લોયી એવા માનવ પરિહાર ને પૂછ્યું , તમારા મમ્મી પપ્પા ક્યાં...?

માનવે કહ્યું એ તો એમના ઘરે જ છે. માનવની આર્કિટેક પત્ની વંદનાએ કચવાતા મને હાજિયો પૂરાવ્યો , સર આ તો માત્ર ઑફિસનાં સ્ટાફ માટેની પાર્ટી છે.

હરસોરા સાહેબ હળવુ સ્માઈલ આપી વેલકમ ડ્રિંક લઈ એમની એક અન્ય પાર્ટી માટે નીકળી ગયા...

બીજી તારીખે પગારનો ચેક અડધી જ રકમનો આવતાં માનવ ગભરાઈ ઉઠ્યો. એકાઉન્ટમાં સ્વાતિ મેડમને જઈ પૂછ્યું કે ચેક લખવામાં કાંઈ ભૂલ થાય છે કે શું...???

માનવનાં ખાસ એવા સ્વાતિ મેડમે દર્દભર્યા અવાજે આડું મોં ફેરવીને કહ્યું તમારો પગાર હવે આટલો જ રહેશે. જો ન ફાવે તો બીજી જોબ શોધી લેજો. માનવને કશું જ સમજાયું નહીં.

સાહેબ બહારગામ હતાં... હવે હરસોરા સાહેબને ફોન કરીને વાત કરવાની હિંમત તો હતી જ નહીં... પણ પોતાની કઈ ભૂલની આ આકરી સજા હતી એ ખબર જ ના પડી...

ત્યાં જ અચાનક ફેસબુક નોટિફિકેશન આવ્યું... ખોલ્યું...

હરસોરા સાહેબે ફોટો અપલોડ કરેલો...

Enjoying "Rajbhog Darshan with Raghav Parihar & Janki Parihar"

અને એ સમજી ગયો... બૉસનાં રિએક્શન નું કારણ હતું વંદન વગરની ઘર ડિઝાઇન કરતી આર્કિટેક વંદના અને માનવતા વગરનો હ્યુમન રિસોર્સિસ એમ્પ્લોયી માનવ...

શબ્દ વૈષ્ણવ
ડૉ શ્વેતલ દિલીપકુમાર ભાવસાર

Happy New Year Guys... ♥️♥️♥️
01/01/2020

Happy New Year Guys... ♥️♥️♥️

31/10/2019

ગુજરાતી વાર્તા, નવલિકા, નવલકથા, કવિતાઓ ની ઑફિશ્યલ વેબસાઈટની લિંક આ પેજ પર મૂકવા વિનંતી....

06/04/2019

Celebrating birthday...
26/03/2019

Celebrating birthday...

21/02/2019

અેક રાત્રિ વિતવાની જ્યાં નથી કોઇ ખાતરી
મનવાની જીજીવિષા નિત પગ ત્યાં જમાવતી

કર્મ ની પોટલી અહીં પળ પળ છે બંધાતી
કરુણાસાગર ની આંખ અમી કૃપા વરસાવતી

શબ્દ વૈષ્ણવ
શબ્દ સંયોજન
ડૉ શ્વેતલ દિલીપકુમાર ભાવસાર

21/02/2019

ધર્મ બન્યો એક ધંધો...અને ગોડ વિશે ફેલાઈ ગલતફેહમીઓ...
બરબાદીનો મળ્યો બોધ...અહિં માનવતાવિહીન છે મજહબ...

ઉપદેશો નાં ઢગલાબંધ થોથા...પણ આચરણો એમનાં સગવડિયા ...
મરેલી માનવતા દફનાવી દીધી...હવે છે એના આગેવાનોનો કાળોકેર...

દયાનો એક છાંટો પણ નહિં...આ દુનિયા દંભ કરે છે દમભેર...
પેટપૂજા માટે આપે કુરબાનીઓ...અને અધર્મ બરાડે વટભેર...

બધે દેવ થયા અંતર્ધ્યાન...સુણી પ્રાર્થનાઓ લોકોની ભીખભરી...
શબ્દ ભલો આપણો એક...અને સામે સંત પડ્યા અનેક...

શબ્દ વૈષ્ણવ
શબ્દ સંયોજન
શ્વેતલ દિલીપકુમાર ભાવસાર

Address

Ahmedabad

Telephone

+919099091907

Website

Alerts

Be the first to know and let us send you an email when ગુજરાતી વાર્તા સાહિત્ય posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category