DD News SouthGujarat

DD News SouthGujarat DDNews Gujarati page covering the news of South gujarat including daman and silvasa.

 #નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં બીલીમોરા ઊંડાચનો ક્ષતિગ્રસ્ત પુલ રિપેર થતાં ટૂંક સમયમાં ખુલ્લો મુકાશે...મુખ્યમંત્રી ગ...
30/05/2025

#નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં બીલીમોરા ઊંડાચનો ક્ષતિગ્રસ્ત પુલ રિપેર થતાં ટૂંક સમયમાં ખુલ્લો મુકાશે...મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત પુલના સ્ટ્રક્ચર રિસ્ટોરેશન માટે રૂ.5.28 કરોડ મંજૂર કરવામાં આવ્યા હતા.
#ધારાસભ્ય #મોનસૂન #ગણદેવી #પુલ #બીલીમોરા #નદી DM Navsari

ખેલો ઈન્ડિયા બીચ ગેમ્સમાં વલસાડના અતુલના ખેલાડીની પસંદગીકેન્દ્ર સરકાર દ્વારા દિવ ખાતે રાષ્ટ્રીય કક્ષાની ખેલો ઈન્ડિયા બીચ...
29/05/2025

ખેલો ઈન્ડિયા બીચ ગેમ્સમાં વલસાડના અતુલના ખેલાડીની પસંદગી

કેન્દ્ર સરકાર દ્વારા દિવ ખાતે રાષ્ટ્રીય કક્ષાની ખેલો ઈન્ડિયા બીચ ગેમ્સનું આયોજન કરાયું હતું. જેમાં ગુજરાત રાજ્ય દ્વારા રાષ્ટ્રીય કક્ષાની ટીમમાં વલસાડના અતુલ ખાતે રહેતા ફૂટબાલ ખેલાડી આકાશકુમાર રણજીત રાઠોડની પસંદગી થતા વલસાડ જિલ્લાનું રાષ્ટ્રીય કક્ષાએ ગૌરવ વધાર્યુ છે. તેમની આ સિધ્ધિ બદલ તેમના કોચ અને પરિવારજનોએ અભિનંદન પાઠવ્યા હતા. આકાશ છેલ્લા ૮ વર્ષથી ફૂટબોલમાં પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપી રહ્યો છે. રાજ્ય કક્ષાની પણ અનેક ટુર્નામેન્ટમાં વલસાડને ગૌરવ અપાવ્યું છે.

અંકુર પટેલ,વલસાડ

વલસાડ જિલ્લાના ઉદવાડાના દરિયા કિનારે સ્વચ્છતા અભિયાનવિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીનાં ભાગરૂપે અને જનજાગૃતિ અર્થે ગુજરાત પ્ર...
29/05/2025

વલસાડ જિલ્લાના ઉદવાડાના દરિયા કિનારે સ્વચ્છતા અભિયાન

વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીનાં ભાગરૂપે અને જનજાગૃતિ અર્થે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, વાપી , ગુજરાત એન્વાયરમેન્ટ મેનેજમેન્ટ ઇન્સ્ટીટ્યૂટ ગાંધીનગર, અતુલ લિમિટેડ અને વેલ્સ્પૂન કંપનીના સંયુક્ત પ્રયાસરૂપે ગત રોજ ઉદવાડા ગામના દરિયા કિનારાની સફાઇનુ આયોજન કરવામા આવેલ હતુ. જીપીસીબીના અધિકારી શ્રી ઈન્દ્રવદનભાઈ પટેલ,શ્રી વિપુલભાઈ પ્રજાપતિ, શ્રી કેવલભાઈ મહેતા, શ્રી પિયૂષભાઈ જાદવ, શ્રી હરિશભાઈ ગામીત, અતુલ લિમિટેડના વાઈસ પ્રેસિડન્ટ શ્રી હ્રદયભાઈ દેસાઇ, અન્ય અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ વેલસ્પૂન કંપનીનાં અધિકારીઓ અને કર્મચારીઓએ મોટી સંખ્યામા હાજર રહી સ્વચ્છતા અભિયાનને સફળ બનાવ્યુ હતુ. ભેગા થયેલા પ્લાસ્ટિક કચરાનો અતુલ કંપની દ્વારા વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરાયો હતો.

અંકુર પટેલ,વલસાડ

02/05/2025

#નવસારી જિલ્લામાંથી પસાર થતા
નેશનલ હાઇવે 48 પર સંદલપોર પાટિયા નજીક કાર માં આગ લાગી હતી. .....

29/04/2025

1998 ની સાલમાં થયેલ મર્ડરના ગુનામાં ભાગતો ફરતો આરોપી 27 વર્ષ પછી ઝડપાયો છે. આરોપીએ નવસારી જિલ્લાના ગણદેવી વિસ્તારમાં મિત્રને કુહાડીના ઘા મારી હત્યા કરી હતી. ફોટો અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી નવસારી lcb પોલીસે આરોપી સાધુના વેશમાં ફરતો હોવાની માહિતી મળતાં પોલીસે પણ સાધુનો વેશ ધારણ આરોપી પ્રવીણ ઉર્ફે પ્રપોદર ચેતનદાસ સાધુને પાટણ જિલ્લામાં આવેલા મહાદેવ મંદિરથી ઝડપી પાડ્યો છે...

SP Navsari

29/04/2025

#ગુજરાત ગુજરાત કોંગ્રેસમાં સંગઠનને મજબૂત કરવા મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. રાજ્યના 33 જિલ્લા અને મહાનગરોમાં નવા પ્રમુખોની નિમણૂક માટે કોંગ્રેસ દ્વારા નિરીક્ષકોની નિમણૂંક કરવામાં આવી છે. ત્યારે AICCનાં નિરીક્ષક પ્રફૂલ પાટીલ સહિતની ટીમ નવસારી જિલ્લાની મુકાલાતે છે. નવા માળખામાં જિલ્લા પ્રમુખોને વધુ નિર્ણય શક્તિ આપવામાં આવશે. નિરીક્ષકોની ટીમ યોગ્ય ઉમેદવારોની યાદી તૈયાર કરી AICC સમક્ષ રજૂ કરશે . આ ટીમમાં ગુજરાત કોંગ્રેસના ચાર નિરીક્ષકો બાબુ રાયકા, દર્શન નાયક, રોહિત પટેલ અને ગૌતમ પટેલનો સમાવેશ થાય છે. જિલ્લામાં સ્થાનિક નેતાઓ અને કાર્યકરો સાથે ચર્ચા-વિચારણા કરશે.

#કોંગ્રેસ #ગુજરાત

 #નવસારી જીલ્‍લા પોલીસમાં એ.એસ.આઇ. તરીકે ફરજ  બજાવતા પોલીસ કર્મચારીઓને પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકેનુ પ્રમોશન મળતા નવસારી ...
16/04/2025

#નવસારી જીલ્‍લા પોલીસમાં એ.એસ.આઇ. તરીકે ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓને પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકેનુ પ્રમોશન મળતા નવસારી જિલ્લા પોલીસ કચેરી ખાતે પાઈપીંગ સેરેમની સાથે પોલીસ અધિક્ષક દ્રારા શુભેચ્છા પાઠવવામાં આવેલ....

SP Navsari

14/04/2025

14 એપ્રિલ દેશમાં બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ ની ઉજવણી કરવામાં આવી રહી છે. 134 વર્ષ પહેલા ભારતના બંધારણના ઘડવૈયા ડૉ. ભીમરાવ રામજી આંબેડકર નો જન્મ થયો હતો. તેમણે ભારતનું બંધારણ ઘડ્યું અને દેશને એક નવી સિદ્ધિ તરફ જવા માટે માર્ગ બતાવ્યો. ત્યારે બાબાસાહેબ આંબેડકરની 134 મી જન્મજયંતી નિમિત્તે નવસારી શહેરમાં તેમની પ્રતિમા ને ભાવ પુષ્પ અર્પણ કરી શ્રદ્ધા સુમન પાઠવ્યા હતા અને શહેરમાં વિવિધ વિસ્તારોમાંથી શોભાયાત્રા યોજાય હતી.

મહાત્મા ગાંધીના પ્રપૌત્રી નીલમબેનનું નવસારી ખાતે અવસાન..મહાત્મા ગાંધી પરિવારના હરીદાસ ગાંધીની પુત્રી અને તેની પુત્રી રામ...
01/04/2025

મહાત્મા ગાંધીના પ્રપૌત્રી નીલમબેનનું નવસારી ખાતે અવસાન..

મહાત્મા ગાંધી પરિવારના હરીદાસ ગાંધીની પુત્રી અને તેની પુત્રી રામીબેનના પુત્રી નવસારીના રહીશ અને સેવાભાવી સંન્નારી ચુસ્ત ગાંધીવાદી નીલમબેન યોગેન્દ્રભાઈ પરીખનું આજરોજ અવસાન....

મહાત્મા ગાંધીના પ્રપૌત્રી નીલમબેને પથારીવસ થતાં પહેલાં સમગ્ર જિંદગી મહિલા કલ્યાણ, માનવ કલ્યાણ અને ગાંધી મૂલ્યો માટે વિતાવી હતી....

સદગતની સ્મશાન યાત્રા તેમના આવતી કાલના રોજ સવારે 8:00 કલાકે નીકળશે...(02-04-2025)

18/03/2025

રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ સુદ્રઢ બનાવવા તેમજ અસામાજિક ગુંડા તત્વો પર કડકમાં કડક કાર્યવાહી કરી તેમની પર સદંતર અંકુશ મેળવવા ઉદ્દેશ સાથે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે પ્રત્યેક પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા અસામાજીક ગુંડા તત્વો ની યાદી તૈયાર કરવા કડક સૂચના આપવામાં આવી છે. ત્યારે નવસારી પોલીસે વિશેષ કોમ્બિંગ ઓપરેશન શરુ કર્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં નવસારીના વાંસી-બોરસી ખાતે ‘લખપતિ દીદી'ઓના સન્માન સાથે વિશ્વ મહિલા દિવસની શાનદાર ઉજ...
10/03/2025

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં નવસારીના વાંસી-બોરસી ખાતે ‘લખપતિ દીદી'ઓના સન્માન સાથે વિશ્વ મહિલા દિવસની શાનદાર ઉજવણી કરવામાં આવી છે. વડાપ્રધાનના હસ્તે રાજ્યની ૨૫ હજારથી વધુ સ્વસહાય જૂથોની ૨.૫ લાખથી વધુ મહિલાઓને રૂ.૪૫૦ કરોડની સહાય અર્પણ કરવામાં આવી છે. 'લખપતિ દીદી' કાર્યક્રમ દૂરદર્શન ધ્વરા જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું જેમાં કેમેરાને ઓપરેટીંગ કરતી મહિલા હતી આમ દેશમાં આજે મહિલાઓ દરેક વ્યવસાયમાં આગળ આવી છે...

Adi Navsari

16/02/2025

બીલીમોરા નગરપાલિકાની સામાન્ય ચૂંટણીનું મતદાન હતું. પાલિકાના 9 વોર્ડ ની 36 બેઠકોમાંથી ત્રણ બેઠકો ભાજપ એ બિનહરીફ જીતી છે. જ્યારે 33 બેઠકો ઉપર 93 ઉમેદવારોનું ભવિષ્ય EVM ખૂલ્યા બાદ જ સામે આવશે.
#મતદાન

Address

Doordarshan KendrA
Ahmedabad
380054

Alerts

Be the first to know and let us send you an email when DD News SouthGujarat posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share