Anchor Jayesh Bhakti

Anchor Jayesh Bhakti Senior Associate Editor / Senior Anchor @ TV9 ગુજરાતી
Double Doctorate in Journalism
ભક્તિમાં થઈ જાઓ લીન...

08/09/2026

ફ્રાન્સમાં એફિલ ટાવર પર હડતાલનું શું છે સત્ય ?
ધાર્મિક પરંપરા અને સમાનતાના અધિકારોનું સ્પષ્ટીકરણ
કેવી રીતે થયું મામલાનું સમાધાન ?
જુઓ વિવાદનું સંપૂર્ણ તથ્ય

Eiffel Tower Strike After BAPS Visit? The Controversy Explained | TV9Gujarati

08/09/2026

એફિલ ટાવર પાસે જો ભારતની ભવ્ય નગરયાત્રા નીકળે...તો દુનિયાનું ધ્યાન તો ખેંચાવાનું જ!
પેરિસમાં ભારતની સંસ્કૃતિનો એવો નજારો જોવા મળ્યો કે હજારો લોકો સાક્ષી બન્યા!
40થી વધુ દેશોના પ્રતિનિધિઓ અને 5 હજારથી વધુ સહભાગીઓ આ ઐતિહાસિક નગરયાત્રામાં જોડાયા.
1500થી વધુ કલાકારોએ પરંપરાગત વેશભૂષામાં નૃત્ય અને સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ આપી...
તો 14 સુંદર રથોએ ભારતની સમૃદ્ધ સંસ્કૃતિની ઝાંખી કરાવી.
પરંતુ આ માત્ર નગરયાત્રા નહોતી...
આ યાત્રામાં સૌહાર્દ, શાંતિ અને સેવાનો સંદેશ પણ આપવામાં આવ્યો.
સાથે જ ઉજવણી થઈ ભારત અને ફ્રાન્સની ચિરંજીવી મિત્રતાની...
અને હવે આવે છે આ સમગ્ર આયોજનનું સૌથી મોટું કારણ...
પેરિસ નજીક બ્યુસી-સેન્ટ-જ્યોર્જમાં BAPS સ્વામિનારાયણ મંદિરનું ભવ્ય ઉદ્ઘાટન!
ફ્રાન્સનું આ પ્રથમ પરંપરાગત હિન્દુ મંદિર...
13 દિવસીય ભવ્ય મહોત્સવનું કેન્દ્ર બન્યું છે.
વૈદિક મહાયજ્ઞ, મંત્રોચ્ચાર, નગરયાત્રા અને પાલખી યાત્રાથી સમગ્ર વાતાવરણ જાણે ભારતમય બની ગયું.
અને આ માત્ર મંદિરનું ઉદ્ઘાટન નથી...
BAPSની પાંચ દાયકાની સેવા યાત્રા અને ફ્રાન્સમાં હિન્દુ સંસ્કૃતિના એક ઐતિહાસિક સીમાચિહ્નની ઉજવણી છે.
અંતે, મહંત સ્વામી મહારાજના દર્શનથી ભક્તો પણ ધન્ય બન્યા.
એટલે જ કહેવું પડે...એફિલ ટાવરની ધરતી પર ભારતની સંસ્કૃતિનો ડંકો વાગ્યો!

08/09/2026

પેરિસની ધરતી પર હવે ગુંજશે સનાતનના મંત્રો... યુરોપમાં રચાયું ભારતીય આસ્થાનું ભવ્ય ધામ!”
પેરિસમાં બની ગયું છે એવું ભવ્ય હિન્દુ મંદિર...જ્યાં આજે વૈદિક મંત્રોચ્ચાર સાથે થઈ મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા!
ફ્રાન્સના બુસી-સેંટ-જ્યોર્જેસમાં બનેલા BAPS હિન્દુ મંદિરમાં સંસ્થાના વડા અને આધ્યાત્મિક ગુરુ મહંતસ્વામી મહારાજે મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા કરી.
આ મંદિર માત્ર પૂજાનું સ્થળ નથી...
પણ ભારતીય સંસ્કૃતિ, પરંપરા અને સ્થાપત્યનો યુરોપમાં ભવ્ય પરિચય પણ છે.
ભારતીય શિલ્પ-સ્થાપત્ય અને ફ્રેન્ચ એન્જિનિયરિંગના સમન્વયથી બનેલું આ મંદિર હવે યુરોપમાં ભારતીય સમુદાય માટે એક મહત્વનું સાંસ્કૃતિક કેન્દ્ર બનશે.
પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં મોટી સંખ્યામાં ભારતીયો સાથે સ્થાનિક લોકો પણ જોડાયા.
અક્ષરપુરુષોત્તમ મહારાજથી લઈને રાધા-કૃષ્ણ, રામ-સીતા, શિવ-પાર્વતી, હનુમાનજી અને ગણેશજી સહિત અનેક દેવી-દેવતાઓની મૂર્તિઓની વૈદિક વિધિથી પ્રતિષ્ઠા થઈ.
અને આ પ્રસંગને લઈને પેરિસમાં ચાલી રહ્યો છે 13 દિવસનો ‘ફેસ્ટિવલ ઓફ કલ્ચર’!
પરંતુ આ મંદિર એક દિવસમાં બન્યું નથી...
વર્ષ 2017માં જમીન ફાળવણીની જાહેરાત...
2021માં ભૂમિપૂજન...
2022માં શિલાન્યાસ...
અને માત્ર 4 વર્ષમાં ભવ્ય મંદિર તૈયાર!
સૌથી મહત્વની વાત...
2023માં પેરિસ મુલાકાત દરમિયાન PM મોદીએ પણ મંદિરની નિર્માણ યોજનાના પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરી હતી અને મંદિરનું 3D મોડેલ નિહાળ્યું હતું.
એટલે હવે પેરિસમાં માત્ર મંદિર નહીં...
ભારતની આસ્થા અને સંસ્કૃતિનું એક ભવ્ય પ્રતીક ઊભું થયું છે!

07/09/2026

સોમવાર
ચંદ્ર
અને
માનસિક તણાવનું શું છે કનેક્શન?

❤️🔱

07/09/2026

શ્રાવણ સોમવારે શિવજીને જળ ક્યારે ચડાવવું જોઈએ?

❤️🔱

06/09/2026

સોમવારે ચોખાથી થશે ચમત્કાર!
શિવજી આપશે લક્ષ્મીજીનું વરદાન ?
સાબૂત ચોખાનું શાસ્ત્રોક્ત પ્રમાણ !

❤️🔱

નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી સૌને જન્માષ્ટમીની ખુબ ખુબ શુભેચ્છાઓ જય શ્રી કૃષ્ણ
05/09/2026

નંદ ઘેર આનંદ ભયો
જય કનૈયા લાલ કી
સૌને જન્માષ્ટમીની ખુબ ખુબ શુભેચ્છાઓ
જય શ્રી કૃષ્ણ

04/09/2026

સંઘર્ષોમાં પણ સ્મિત રેલાવે એ જ " શ્રીકૃષ્ણ "
મુશ્કેલ સમયમાં તમને શાંત રહેવાની પ્રેરણા કોના તરફથી મળે છે?
કોમેન્ટમાં એનું નામ અને 'જય શ્રી કૃષ્ણ' જરૂરથી લખજો.

04/09/2026

સુદામા સરીખો સખો તમારી પાસે છે ?

04/09/2026

સાચી કૃષ્ણ સેવા કેવી રીતે થશે?

Address

132 Feet Ring Road
Ahmedabad
380015

Website

Alerts

Be the first to know and let us send you an email when Anchor Jayesh Bhakti posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share