Jain News

Jain News This is just a page created for Jain News. Because the Jain community is reading our own news away on Facebook far away.

No one is currently reading a news paper because nobody has the time. Then we can deliver Jain news to you through page for y

14/08/2026
૧૫ अगस्त को श्री भुज तपागच्छ संघ में 'आज़ादी में जैन स्वतंत्रता सेनानी' विषय पर मार्मिक प्रवचन होगा।जेन-ज़ी साध्वीश्री श...
13/08/2026

૧૫ अगस्त को श्री भुज तपागच्छ संघ में 'आज़ादी में जैन स्वतंत्रता सेनानी' विषय पर मार्मिक प्रवचन होगा।

जेन-ज़ी साध्वीश्री श्रुतपुण्यरेखाश्री का २७वाँ उपवास

13/08/2026

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ડેપ્યુ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી, તથા મંત્રીમંડળના સભ્યો,

આપ સહુને સાદર પ્રણામ,
ગુજરાત રાજ્યમાં આપશ્રીનો પક્ષ છેલ્લા ત્રીશ વર્ષથી વધુ વર્ષથી સરકારશ્રીનું સંચાલન કરે છે અને આપ તે સરકારના મુખ્યા છો. એટલે આપજે નક્કી કરો તે રીતે સરકારનું તંત્ર કામ કરે.
ગુજરાત એક એવું રાજ્ય છે,જે ભૂમિ ઉપર.કુમારપાળ રાજા જેવા રાજવીએ રાજ કરેલું છે.અને પેથડશાહ, જગડુશાહ અને શાંતિભાઈ ઝવેરી જેવા મહારથીઓએ આ ભૂમિ ઉપર અહિંસાનું ચુસ્ત પાલન કરાવેલું.

આપ પણ વર્તમાનમાં રાજા કુમારપાળને જેવી સત્તા રાજ કરવાની હતી, તેના સમોવડી રાજ કરવાની સતા ભોગવી રહ્યાં છો
ગુજરાતની ભૂમિ ઉપર સરકારી લાયસન્સ ધરાવતા ૧૦૭૫૦ જેટલા કતલખાના અને ગેરકાયદેસર ચાલતા બીજા હજારો કતલખાનામાં રોજના એક લાખથી વધુ અબોલ જીવોની હત્યા /કતલ થતી હોય તેનું પાપ આપ કરવા માંગો છો તે અમો ગુજરાતની પ્રજાને મંજૂર નથી. આવા અબોલ જીવોની હત્યા કરાવીને આપ સતા ભોગવવા માંગતા હોવ તો તે ક્યારેય ગુજરાતની અહિંસક પ્રજા ચલાવી દેવા માંગતી નથી.

આપ જે કાંઈ આવા પાપ એક રાજા બનીને કરી રહ્યાં છો તેનું પરિણામ તમારા વ્યક્તિગત આત્માને કેવું લાગતું હશે તેની તમને કે અમને ખબર નથી.પણ, ચોક્કસ જૈન ધર્મને આપ સમજ્યા હોવ તો કર્યુ, કરાવ્યું અને અનુમોદીયું તેનું પાપ આપ ચોક્કસ બાંધી રહ્યાં છે.

રાજા જયારે પાપી બને ત્યારે તેના પાપની સજા, પ્રજાને પણ અનાયસે ભોગવવી પડે છે. જે અમો ગુજરાતની પ્રજા ભોગવવા માંગતા નથી. અબોલ જીવોની હત્યાથી સરકારને થતી આવક અમો પ્રજાને જણાવશો તો તે રકમ સરકારને અમે ટેક્ષ રૂપે ચૂકવવા તૈયાર છીએ, આપે જે ક્તલખાના વધારવાના પરવાના આપેલા છે તે તુરંત પાછા ખેંચવાશો અને ગેરકાયદેસર ચાલતાં કતલખાનાને તાત્કાલિક બંધ કરાવવા માટે આદેશ કરશો તેવી અમારી આપશ્રીને કર જોડીને વિનંતી છે.

રાજ્યના સંતો, મંહતો, જૈનાચાર્યો, સાધુ ભગવંતો અને અનેક લોકો (અહિંસક રાજ્યની પ્રજા) આપ પણ આ વિશે રાજ્ય સરકારને પત્ર લખાવીને કતલખાનાનો વિરોધ નોંધાવશો

લિ. જગત ભાઇ પરીખ, અમદાવાદ
જૈન મહાસંઘ.

ઠપકો જાહેરમાં આપો તો અપમાન કહેવાય ખાનગીમાં આપો તો સલાહ કહેવાય : યશોવર્મસૂરીજીવિરાર ગ્લોબલ સિટી શત્રુંજય લબ્ધિધામમાં અભૂત...
13/08/2026

ઠપકો જાહેરમાં આપો તો અપમાન કહેવાય ખાનગીમાં આપો તો સલાહ કહેવાય : યશોવર્મસૂરીજી

વિરાર ગ્લોબલ સિટી શત્રુંજય લબ્ધિધામમાં અભૂતપૂર્વ ચાલી રહેલા ચાતુર્માસિક પ્રવચનો ને આરાધનાનો સુંદર માહોલ જામ્યો છે. આપણી વાત સાચી હોય હિત કરનારી જ હોય પણ એ જાહેરમાં ચાર માણસની વચ્ચે કહેવાની આદત રાખી હોય તો એ વાત કોઈને અપમાન લાગી શકે હિત વાત પણ ખાનગીમાં કહો તો ગમશે. એથી આગળ એન અમલ પણ સામો કરશે. આપણે તો સ્ટ્રેટફોરવર્ડ જે હોય તે મોઢે જ કહી દઈએ પાછળ કહેવાની વાત જ નહિ. આવા માણસો છેલ્લે અપ્રિય ને અળખામણા બની જતા હોય છે. કહેવાની રીતમાં થોડીક પ્રીત ઉમેરીયે તો ગીત બની જશે. નહિ તો ખારીગાળ વડીલો કે નાના બધા એ જ પરિવારના વાતાવરણને પ્રસન્ન રાખવા આટલુ કરવુ કે ઠપકો આપીએ તોય પ્રેમથી ને જાહેરમાં નહિ. ખાનગીમાં આપશો તો આત્મીયતા લાગશે સલાહ લાગશે.

માંજલપુર લાલબાગ ના વિરાટ ઉપાશ્રયમાં રોજ-રોજ ઉમટી રહેલા માનવ મહેરામણને શ્રધ્ધેય ગુરુદેવ ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય યશોવર્મ સૂરીશ્વરજી મહારાજા એ પોતાની અસ્ખલિત પ્રવચન ધારામાં ડુબાડી દીધો હતો.

Address

Ahmedabad

Telephone

+919428999306

Website

Alerts

Be the first to know and let us send you an email when Jain News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share