Ptv6NEWS

Ptv6NEWS અમારી સાથે જોડાવા લિંક પર ક્લિક કરી સબ્સ્ક્રાઇબ કરો :-
https://youtube.com/?si=ahRBM6oH_q2gZS2z

11/06/2026

અમદાવાદમાં પાલતુ શ્વાનનો આતંક! 9 વર્ષના બાળક પર હુમલા બાદ માલિક સામે કાર્યવાહી




અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં પાલતુ શ્વાન દ્વારા 9 વર્ષના બાળક પર હુમલો કરાયાની ઘટના સામે આવી છે. શ્વાને બાળકને બચકા ભરતા તેને ઇજા પહોંચી હતી.

ઘટના બાદ પરિવારજનોએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા શ્વાનના માલિક સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ ઘટનાએ વિસ્તારમાં બાળકોની સુરક્ષાને લઈને ચિંતા વધારી છે.

પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

11/06/2026

લુણાવાડા આરોહી હોસ્પિટલ વિવાદ! ઓપરેશન બાદ મહિલા ગર્ભવતી થતાં કાર્યવાહીની માંગ



લુણાવાડાની આરોહી હોસ્પિટલ સામે ગંભીર આક્ષેપો સાથે પીડિત પરિવાર અને જન સ્વાભિમાન ક્રાંતિ આંદોલન મેદાનમાં ઉતર્યા છે.

કુટુંબ નિયોજનનું ઓપરેશન કરાવ્યા બાદ મહિલાને ફરી ગર્ભ હોવાનું સામે આવતા હોસ્પિટલ અને ડૉક્ટરની બેદરકારીના આક્ષેપો કરવામાં આવ્યા છે. પરિવારનું કહેવું છે કે જરૂરી તબીબી રિપોર્ટ કર્યા વગર ઓપરેશન કરવામાં આવ્યું હતું, જેના કારણે મહિલાને ફરી સર્જરી કરાવવાની નોબત આવી છે.

ગુજરાત પ્રદેશ પ્રમુખ દિનેશ રાજવીરની આગેવાનીમાં જિલ્લા આરોગ્ય અધિકારી, અધિક કલેક્ટર અને પોલીસ અધિક્ષકને આવેદનપત્ર પાઠવી કાયદેસરની કાર્યવાહી અને ન્યાયની માંગ કરવામાં આવી છે.

આંદોલનકારીઓએ ચેતવણી આપી છે કે 15 દિવસમાં યોગ્ય કાર્યવાહી નહીં થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે.

11/06/2026

વીજપોલ વિવાદમાં કાંતિલાલ અમૃતિયાએ માંગી માફી, ખેડૂતોને આપ્યું મોટું આશ્વાસન



મોરબીના જેતપર ગામમાં વીજપોલ વિવાદને લઈને ઉઠેલા વિરોધ વચ્ચે રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાએ ગ્રામજનોની જાહેરમાં માફી માંગી છે. તેમણે પોતાને ગામનો દીકરો ગણાવી ખેડૂતોની લાગણીને સમજવાનો પ્રયાસ કર્યો હતો.

ખેડૂતો વળતરની માંગ સાથે કલેક્ટર કચેરી પહોંચ્યા હતા, ત્યારે રાજ્યમંત્રીએ ખાતરી આપી કે ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને વળતર મુદ્દે ચર્ચા કરીને યોગ્ય રસ્તો કાઢવામાં આવશે.

આ સાથે તેમણે કોંગ્રેસ અને AAP પર લોકોને ઉશ્કેરવાનો આક્ષેપ પણ કર્યો હતો. કાંતિલાલ અમૃતિયાએ જણાવ્યું કે તેઓ ખેડૂતોના હિત માટે સતત કાર્યરત રહેશે.

10/06/2026

મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના રાઠડા બેટ વિસ્તારના લોકો માટે ખુશખબર!

વર્ષોથી નાવડીના સહારે મુસાફરી કરતા 1100 પરિવારોને હવે મળશે પોતાનો બ્રિજ. પૂર્વ શિક્ષણ મંત્રી અને સંતરામપુરના ધારાસભ્ય ડૉ. કુબેર ડિંડોરના પ્રયત્નોથી રાજ્ય સરકારે 32 કરોડ રૂપિયાના ખર્ચે બ્રિજને મંજૂરી આપી છે.

બ્રિજ બનતા શિક્ષણ, આરોગ્ય અને રોજિંદી અવરજવરમાં મોટી રાહત મળશે. ટૂંક સમયમાં કામ શરૂ થનાર હોવાથી સ્થાનિકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

10/06/2026

આદિવાસીઓને વનવાસી કહી સંબોધતા સમાજ વિફર્યો

અમે આદિવાસી છીએ, વનવાસી નહીં! 🏹✊

પંચમહાલ જિલ્લા કલેકટરને એક મહત્વપૂર્ણ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આદિવાસી સમાજ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે તેઓ પોતાની પરંપરાગત અને ગૌરવશાળી 'આદિવાસી' ઓળખ સાથે કોઈ બાંધછોડ કરવા માંગતા નથી.
શું છે વિરોધનું કારણ?
આદિવાસી સમાજનું માનવું છે કે અમુક રાજકીય નિવેદનો દ્વારા તેમની મૂળભૂત આદિવાસી ઓળખને બદલીને તેમને 'વનવાસી' તરીકે ઓળખાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જેનો તેઓ સખત વિરોધ કરે છે. સમાજના આગેવાનોનું કહેવું છે કે, "અમને ગર્વ છે કે અમે આદિવાસી છીએ. અમે વનવાસી નથી, અમે આ દેશના મૂળનિવાસી અને આદિવાસી છીએ."
આ વિરોધ પ્રદર્શન દ્વારા આદિવાસી સમાજે પોતાની આગવી ઓળખ, પરંપરા અને બંધારણીય અધિકારોને બચાવવા માટે સરકાર સમક્ષ પોતાની માંગણીઓ મૂકી છે અને ઓળખ સાથેના ચેડાંને સ્વીકારવાનો ઈનકાર કર્યો છે.

10/06/2026

રાજ્ય સરકાર પ્રેરિત ખેડૂતો પર મોટી આફત ઈસુદાન ગઢવી

#ખેડૂત #ઈસુદાનગઢવી #રાજ્યસરકાર #ગુજરાતસમાચાર #અન્નદાતા #ખેડૂતઆંદોલન

ગુજરાતના ખેડૂતો હાલમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે, ત્યારે આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીએ રાજ્ય સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. ઈસુદાન ગઢવીના મતે, રાજ્ય સરકારની ખેડૂત-વિરોધી નીતિઓને કારણે ખેડૂતો પર મોટી આફત

ઈસુદાન ગઢવીએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે આ આફત કુદરતી નહીં પણ 'સરકાર પ્રેરિત' છે, જે ખેડૂતોને પાયમાલ કરવા માટે પૂરતી છે

ખેડૂતોની સ્થિતિ: પાકના પોષણક્ષમ ભાવો ન મળવા, સિંચાઈના પ્રશ્નો કે સરકારી સહાયમાં વિલંબ—આ તમામ મુદ્દાઓ પર સરકારની નિષ્ક્રિયતા પર પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે.

ખેડૂતોની વેદના વાચા આપતા ઈસુદાન ગઢવીએ રાજ્ય સરકાર પાસે આ અંગે તત્કાલ જવાબ અને રાહતની માંગ કરી છે

ખેડૂતોની સ્થિતિ: પાકના પોષણક્ષમ ભાવો ન મળવા, સિંચાઈના પ્રશ્નો કે સરકારી સહાયમાં વિલંબ—આ તમામ મુદ્દાઓ પર સરકારની નિષ્ક્રિયતા પર પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે.

10/06/2026

જ્ઞાતિ લોહીથી નક્કી થાય કે લોભથી? સરકારી સિસ્ટમ પર ઉઠ્યા ગંભીર સવાલો



શું જ્ઞાતિ લોહીના સંબંધથી નક્કી થાય છે કે માત્ર સરકારી નોકરીના લોભથી? ગુજરાતની ભરતી પ્રક્રિયામાં સામે આવેલો આ કિસ્સો કુદરતના નિયમો અને સરકારી સિસ્ટમ બંને પર પ્રશ્નાર્થ ચિન્હ મૂકે છે

હરેશ રેવાભાઈ સરસૈયા (રેવન્યુ તલાટી) - જે ૨૦૧૫-૧૬ની ભરતીમાં SEBC (OBC) કેટેગરીમાં પસંદ થયા

નવઘણ રેવાભાઈ સરસૈયા (જુનિયર ક્લાર્ક, AMC) - જે આ જ પિતાના સંતાન હોવા છતાં ST (આદિવાસી) કેટેગરીમાં સિલેક્ટ થયા

નથી આ વ્યક્તિ ઉમરગામ થી અંબાજી વિસ્તારના આદિવાસી પટ્ટાનો, કે નથી સૌરાષ્ટ્રના ગીર, બરડો કે આલેચ વિસ્તારનો, છતાં કાગળ પર આ 'જાદુગરી' કેવી રીતે થઈ? એક જ પિતાના બે જુડવા ભાઈઓ અલગ-અલગ અનામત કેટેગરીનો લાભ લઈ સરકારી સહાય મેળવી રહ્યા છે.

શું તંત્ર આ બાબતે તપાસ કરશે? કે પછી આવી 'જાદુગરી' ચાલતી રહેશે? આક્રોશ તો એ વાતનો છે કે ખરેખર જેઓ આ કેટેગરી માટે હકદાર છે, તેમના હક પર આ રીતે તરાપ મારવામાં આવી રહી છે

10/06/2026

અમદાવાદમાં નકલી ઘીનો ભાંડો ફૂટ્યો લાખોનું ઘી જપ્ત



અમદાવાદમાં શુદ્ધ ઘીના નામે ગ્રાહકો સાથે છેતરપિંડી આચરતી એક ગેંગનો પર્દાફાશ થયો છે. જાણીતી બ્રાન્ડના પેકિંગ અને નામે બજારમાં લાખો રૂપિયાનું શંકાસ્પદ અને ભેળસેળયુક્ત ઘી વેચવામાં આવતું હતું, જેનો ફૂડ વિભાગ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે

જાણીતી બ્રાન્ડના નામે ગ્રાહકોને નકલી ઘી પધરાવીને સ્વાસ્થ્ય સાથે ચેડાં કરવામાં આવતા હતા.

જપ્ત કરાયેલા ઘીના સેમ્પલ લેબોરેટરીમાં મોકલીને તપાસ હાથ ધરવામાં આવી છે, જેમાંથી ભેળસેળ સાબિત થવાની પૂરી શક્યતા છે.

10/06/2026

મોટી રાહત! હવે ફરિયાદ માટે ગાંધીનગર નહીં જવું પડે



નાગરિકો માટે સારા સમાચાર! હવે સામાન્ય ફરિયાદો કે રજૂઆતો માટે ગાંધીનગર સુધી લાંબા થવાની જરૂર નહીં રહે. વહીવટી તંત્ર દ્વારા નાગરિકોની સુવિધા માટે લેવાયેલા આ નિર્ણાયક પગલાથી હવે ફરિયાદ નિવારણ પ્રક્રિયા વધુ સરળ અને સુલભ બનશે. સરકારના આ 'ગુડ ગવર્નન્સ'ના પગલાથી નાગરિકોનો સમય અને શક્તિ બંનેની બચત થશે

10/06/2026

મહીસાગરમાં લૂંટેરી દુલ્હનનો ખેલ! લગ્નના 4 દિવસમાં જ સપના ચકનાચૂર



મહીસાગરમાંથી એક એવી ઘટના સામે આવી છે જેણે સૌને ચોંકાવી દીધા છે. ખેડૂત પુત્ર વિરાટ પટેલ ઘર વસાવવાના સપના જોતા હતા, પરંતુ વચેટીયા નટુભાઈ અને 'લુટેરી દુલ્હન' રેશમાએ મળીને તેમના સપના રોળી નાખ્યા છે

લગ્નના માત્ર ૪ દિવસ બાદ જ દુલ્હન ₹૨ લાખ રોકડા અને સોનાના ઘરેણાં મળી કુલ ₹૫.૨૭ લાખનો મુદ્દામાલ લઈને ફરાર થઈ ગઈ છે.

દુલ્હન સાથે આખું સાસરીયું પણ ગાયબ થઈ ગયું છે અને તેમના ફોન પણ સ્વીચ ઓફ આવી રહ્યા છે

કોઠંબા પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાતા તપાસનો ધમધમાટ શરૂ થયો છે

Address

PTV6NEWS , 413, 4th Floor, Ridham Plaza, Near Odhav Ring Road, Nikol, Ahmedabad/380049
Ahmedabad
382430

Opening Hours

Monday 8am - 11pm
Tuesday 8am - 11pm
Wednesday 8am - 11pm
Thursday 8am - 11pm
Friday 8am - 11pm
Saturday 8am - 11pm
Sunday 8am - 11pm

Telephone

+919106478389

Alerts

Be the first to know and let us send you an email when Ptv6NEWS posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Ptv6NEWS:

Share

Category