14/12/2018
‘શિવ-પાર્વતી’ (ભાગ ૧-૩) – Shiv-Parvati (Pts. 1-3)
પૌરાણિક નવલકથા – ૫મી આવૃત્તિ
આવૃત્તિઓ : ૧૯૭૯, ૧૯૮૪, ૨૦૦૧, ૨૦૧૨, ૨૦૧૯
ભારતના ગ્રામ્યજીવનને પ્રત્યક્ષ કરતી ‘મળેલા જીવ’ અને ‘માનવીની ભવાઈ’ જેવી નવલકથાઓ બાદ જ્ઞાનપીઠ પુરસ્કૃત પન્નાલાલ પટેલની કલમે નગરજીવન અને માનવમનમાં ડોકિયું કરતી-કરાવતી લોકપ્રિય નવલકથાઓનું સર્જન કર્યું. તેમની સર્જનપ્રક્રિયાનો ત્રીજો અને નોંધપાત્ર તબક્કો છે – પુરાણ આધારિત સાહિત્યસર્જન.
મહાભારત, રામાયણ અને શિવપુરાણ પર આધારિત તેમની નવલકથા શ્રેણીઓએ સહૃદય વાચકોને કથારસમાં તરબોળ કરી દીધા. પૃથ્વીની ઉત્ક્રાંતિકથારૂપ ‘શિવ-પાર્વતી’માં સુસંગત પ્રસંગો વણી લઈને ભારતીય ભાષામાં પૂર્વે કદી ન થયું હોય એવું અદ્ભુત સર્જનકાર્ય થયું છે.
પન્નાલાલ પટેલ કહે છે : “પુરાણો માત્ર કથાનક નહીં, પૃથ્વીનો ઈતિહાસ લાગે છે.” ‘શિવ-પાર્વતી’માં પન્નાલાલે ઉતારેલી, આલેખેલી દેવોની દુનિયા જાણે જીવતાંજાગતાં માનવોની સૃષ્ટિ હોય એવું એ વાંચતાં સહેજે અનુભવાય છે…
'શિવપાર્વતી'ની નવી - પાંચમી આવૃત્તિ નવા રૂપમાં પ્રકાશિત થઈ ચૂકી છે...
જૂની આવૃત્તિ ક્રાઉન સાઈઝના છ ભાગની હતી, જ્યારે નવી આવૃત્તિ ડેમી સાઈઝના ત્રણ ભાગની છે જેમાં દરેક ભાગ/પુસ્તકમાં બે ભાગ સમાવેલા છે.
નીચેની લીંક ઉપર દરેક ભાગના અનુક્રમ સાથે વઘુ વિગત મળી શકશે...
https://db.tt/fNVNU0xDu2