Nirmana News

Nirmana News NIRMANA NEWS is a 24-hour Gujarat and national satellite television news broadcaster with an emphasis on India and international news stories.

The service places emphasis on rolling news, including the latest breaking news.

18/09/2026

નજીવા વરસાદમાં જ અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં પાણી ભરાયા છે. પારસકુંજ સોસાયટીના આંતરિક રસ્તાઓ વરસાદી પાણીમાં ગરકાવ થયા છે.

વરસાદ બંધ થયાના બે-ત્રણ કલાક બાદ પણ પાણી યથાવત રહેતા રહીશો ભારે પરેશાન છે. પાણી ભરાતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે.

17/09/2026

PM મોદીના જન્મદિને સોમનાથમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી. સોમનાથ ખાતે ‘આશીર્વાદનો દીપ’ કાર્યક્રમ યોજાયો, જેમાં 10 હજારથી વધુ લોકોએ દીપ પ્રગટાવ્યા.

હજારો દીવડાઓથી સોમનાથ મંદિર પરિસર ઝળહળી ઉઠ્યું હતું. કાર્યક્રમ દરમિયાન ભક્તિમય માહોલ જોવા મળ્યો.

17/09/2026

રાત્રે 12ના ટકોરે 7600 દીવડાઓથી વિશ્વ ઉમિયાધામ ઝળહળી ઉઠ્યું. PM મોદીના 76મા જન્મદિવસ નિમિત્તે મા ઉમિયાની મહાઆરતીમાં હજારો લોકો જોડાયા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ મહાઆરતીમાં ભાગ લીધો હતો.

‘જય ઉમિયા… જય જય ઉમિયા’ના નાદથી સમગ્ર પરિસર ગુંજી ઉઠ્યું. 150થી વધુ Gen Z દીકરીઓએ પૂર્ણ ‘વંદે માતરમ’નું ગાન કર્યું, જ્યારે રાત્રે 12:39 કલાકે હજારો લોકોએ સાથે મળીને વંદે માતરમનું ગાન કર્યું. ભારતના નકશામાં ‘આશીર્વાદ દીવો’ પણ ઝળહળી ઉઠ્યો.

­dham

16/09/2026

અમદાવાદના સાણંદમાં દીપડો દેખાયાની ચર્ચાથી લોકોમાં ભયનો માહોલ છે. મોટી દેવતી ગામના રોડ પાસે દીપડાના પંજાના નિશાન મળ્યા હોવાનો દાવો છે. ઈંટોના ભઠ્ઠા નજીક શ્વાનના મારણના પુરાવા પણ મળ્યા છે.

દીપડાને પકડવા વન વિભાગે પાંજરા ગોઠવ્યા છે. જોકે, વન વિભાગે સાણંદમાં દીપડો હોવાની સત્તાવાર પુષ્ટિ હજુ કરી નથી.

15/09/2026

અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર અકસ્માત સર્જાયો છે. ઓવરસ્પીડમાં કાર ડાયવર્ઝન બોર્ડ સાથે અથડાતા અકસ્માત થયો હતો.

કર્ણાવતી બ્રિજની કામગીરીના ડાયવર્ઝનને કારણે અકસ્માત સર્જાયો હોવાની માહિતી છે. ઘટનાને પગલે પોલીસે સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે.

14/09/2026

કચ્છમાં બસ સેવા માટે વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતર્યા છે. નેત્રાથી નખત્રાણા સુધી વિદ્યાર્થીઓએ પદયાત્રા કરી ભુજ-નારાયણ સરોવર બસ સેવા નિયમિત કરવાની માંગ કરી છે.

વિદ્યાર્થીઓના સમર્થનમાં વાલીઓ અને ગ્રામજનો પણ જોડાયા છે. બસ સેવા નિયમિત કરવાની માંગ સાથે વિદ્યાર્થીઓએ આંદોલન શરૂ કર્યું છે.

12/09/2026

અસારવાના પૌરાણિક મેળામાં રાજ્યમંત્રી દર્શનાબેન વાઘેલાએ ખરીદી કરી હતી. મંત્રીએ સ્થાનિક વેપારીઓ પાસેથી વસ્તુઓ ખરીદી તેમનું પ્રોત્સાહન કર્યું.

મેળામાં મંત્રીની સહજતાભરી ખરીદી લોકોમાં પણ ચર્ચાનો વિષય બની હતી.

12/09/2026

રખડતા ઢોરે બાળક પર હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. ઢોરે બાળકને શિંગડે ચડાવી નીચે પટક્યું હતું. બાળકને બચાવવા દોડી આવેલી માતા પર પણ ઢોરે હુમલો કર્યો.

સમગ્ર ઘટનાના CCTV વીડિયો સામે આવ્યા છે, જેમાં ઢોરનો આતંક કેદ થયો છે. ઘટનાને પગલે રખડતા ઢોરના મુદ્દે ફરી સવાલો ઉઠ્યા છે.

12/09/2026

ગાંધીનગરમાં વિકાસ કાર્યોના લોકાર્પણ અને શિલાન્યાસ સમારોહ યોજાયો હતો. સમારોહમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ હાજરી આપી હતી.

આ પ્રસંગે ગાંધીનગર મહાનગરપાલિકા હેઠળના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ કરવામાં આવ્યો હતો.

12/09/2026

નરોડા રોડ પર અશોક મિલ પાસે દબાણ હટાવ કામગીરી દરમિયાન હોબાળો થયો. દબાણ વિભાગની ટીમે શાકભાજીની લારીઓ હટાવતા સ્થાનિકો સાથે ઝપાઝપી થઈ હોવાના વીડિયો વાયરલ થયા છે.

વાયરલ વીડિયોમાં વૃદ્ધા સહિત કેટલાક લોકો સાથે ઝપાઝપી જોવા મળી રહી છે. શાકભાજી રસ્તા પર ફેંકી હાથલારીઓ જપ્ત કર્યાના પણ આક્ષેપો થયા છે.

Address

Gujarat Television Pvt. Ltd, "GTPL House”, F. P. No. 50, Opp. Armieda, Sindhu Bhavan Road, Bodakdev
Ahmedabad
380059

Alerts

Be the first to know and let us send you an email when Nirmana News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Nirmana News:

Shortcuts

Share