08/08/2025
ખારીકટ નહેર કૌભાંડ
અમદાવાદની 100 વર્ષથી જૂની ખારીકટ નહેર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રૂ. 1250 કરોડથી નવી બનાવવામાં આવે છે.
નહેરની વચ્ચે પાણીના નિકાલ માટે પ્રિ-બોક્સ નાખવામાં આવ્યા નથી.
સિંચાઈના પાણી અને વરસાદી પાણીના નિકાલ માટે અલગ અલગ બોક્સ નાખવાના હતા.
પરંતુ નરોડા સ્મશાન ગૃહથી લઈ નવયુગ શાળા સુધીના 2.5 કિલોમીટરના ફેઝમાં કોન્ટ્રાકટર RKC ઇન્ફ્રાબેલ્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા પ્રિ-કાસ્ટ બોક્સ નાખવામાં આવ્યા નથી.
ટેન્ડર મુજબ બોક્સ નાખવાની જગ્યાએ માત્ર દિવાલ ઊભી કરી છે.
વિપક્ષ વિપક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણે જણાવ્યું હતું કે, પ્રિ-કાસ્ટ બોક્સ ન નાખવાનું કૌભાંડ કરવામાં આવ્યું છે. પાંચ તબક્કામાં બે પ્રિ-કાસ્ટ બોક્ષ નાંખવાના હતાં. કાસ્ટીંગ સીટુ બોક્સ હતાં.
પ્રથમ તબક્કામાં નરોડા સ્મશાન ગૃહથી નવયુગ સ્કૂલ સુધી RKC ઇન્ફ્રાબેલ્ટ નામની કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. પ્રિ-કાસ્ટ બોક્સ નાખ્યું નથી. ટેન્ડર મુજબ બોક્સ નાખવામાં આવ્યું નથી, માત્ર કાસ્ટિંગ સીટુની દિવાલ જ ઊભી કરી ઢાંકી દેવામાં આવી છે.
બીજો તબક્કો નવયુગ સ્કૂલથી નિધિ પાર્ક સોસાયટીનો અઢી કિલોમીટરનો છે. તેમાં રેલ વિકાસ નિગમ લિમિટેડ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. તેમાં પ્રિ-કાસ્ટ બોક્સ અને કાસ્ટીંગ સીટુ બોક્સ નાખવામાં આવ્યા છે, પરંતુ જ્યારે આ કોન્ટ્રાક્ટરને ખબર પડી કે RKC ઇન્ફ્રાબેલ્ટ કંપની દ્વારા બોક્સ નાખવામાં આવ્યા નથી તો તેમણે પણ નાખવાના બંધ કરી દીધા હતા.
પાંચમાં ફેઝની કામગીરી કરનાર કોન્ટ્રાક્ટર કલથીયા એન્જિનિયરિંગ એન્ડ કન્સ્ટ્રક્શન દ્વારા પ્રિ-કાસ્ટ બોક્સ નાખવા કોઈ કામગીરી કરી નથી માત્ર આસપાસની દીવાલો બનાવી દીધી છે.
ભવિષ્યમાં કેનાલમાં ગાબડું પડ તો જવાબદાર કોણ? ડિઝાઇનમાં ફેરફાર કરી દીધો છે.
ટેન્ડરમાં બંને ડિઝાઇન અંગે ક્યાંય પણ તેનો ઉલ્લેખ નથી. સ્પષ્ટપણે પ્રિ-કાસ્ટ બોક્ષ અને કાસ્ટિંગ સીટુ બોક્સ નાખવા અંગે જણાવાયું છે.
12 કિલોમીટરના આ પ્રોજેક્ટમાં એક જ ડિઝાઇન હોય અલગ અલગ ડિઝાઇન હોય નહીં.
મલ્ટીમીડિયા કન્સલ્ટન્ટ કંપનીની પણ નિમણૂક ખારીકટ કેનાલ ડેવલોપમેન્ટ પ્રોજેક્ટ માટે પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ કંપની તરીકે એસસીપી કંપનીની નિમણૂક કરવામાં આવી છે. જે કુલ પ્રોજેક્ટના 1.25 ટકા લેખે છે, જેની જવાબદારી સંપૂર્ણ પ્રોજેક્ટ પર મોનિટરિંગ કરવાની હોય છે. તેઓએ કેમ ધ્યાન ના આપ્યું.
ખડી સમિતિના અધ્યક્ષ દેવાંગ દાણીએ વિપક્ષનાં આક્ષેપો પાયા વિહોણા ગણાવ્યા હતાં. વળાંક અથવા ટેકનિકલ જોઈન્ટમાં જરૂર પડે ત્યાં કાસ્ટીંગ સીટુનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
પ્રોજેક્ટમાં કોઈ કૌભાંડ થયું નથી એમ વોટર રિસોર્સ મેનેજમેન્ટનો હવાલો સંભાળતા વિજય પટેલે જણાવ્યું હતું. ટેન્ડર કરવામાં આવ્યા તેમાં બંને રીતે કામગીરી કરવાની હતી. ટેન્ડરની શરતોનો કોઈ ઉલ્લંઘન કે ભ્રષ્ટાચાર થયો નથી. કાસ્ટીંગ સીટુ આખા પ્રોજેક્ટમાં લગાવવામાં આવે તો 100 કરોડ બચત થાય છે.