04/11/2023
આદિવાસીભીલ ગુજરાત સંગઠન AGS નાં પ્રમુખશ્રી વિપુલ રાણા સાહેબ ની અધ્યક્ષતામાં તા.2-11-2023 ના રોજ સરગાસણ, ગાંધીનગર ખાતે AGS ના આગેવાનશ્રીઓની હાજરીમાં ગાંધીનગર જિલ્લા પ્રમુખ, ગાંધીનગર જીલ્લાના હોદ્દેદારો તથા અન્ય સેલ નાં સભ્યોની નિમણુંક કરવા તેમજ સંગઠન માટે ખાસ મીટિંગનું આયોજન કરવામાં આવેલ..
આ મીટિંગમાં AGS નાં ઉપપ્રમુખ શ્રીમતી રંજનબેન ચૌહાણે સામાજિક કાર્યોની, મહિલા સશક્તિકરણ, મહિલાઓને ઘર બેઠા રોજગારીની તકોના આયોજન બાબતે સુંદર રીતે સમજ આપેલ , શ્રી કેશરભાઈ ભીલએ શિક્ષણની જાગૃતતા, નો.૧૦ તથા ૧૨ પાસ કર્યા પછી એડમીશનની સાથે રોજગારી વિશેની માહિતી આપેલ, શ્રી ઓમપ્રકાશભાઈ વાઘેલા એ સમાજની પ્રગતિ, સંગઠન માટેની દિશા સૂચવેલ, ઉપપ્રમુખશ્રી દિલીપભાઈ ડગળાએ આદિવાસી સમાજ ને પડતી મુશ્કેલીઓના વીશે માહીતી આપી હતી અને તેના ઉકેલ માટે આપણે સૌ સાથે મળીને કામ કરીશું એમ જણાવ્યું હતું, મહામંત્રી શ્રી રાજેશભાઈ ઘટાડ એ સામાજિક કાર્યોને સુંદર રીતે રજૂ કરેલ, લીગલ ચેરમેન શ્રી જયભાઈ રાણા એ લોકોને કાયદાકીય માહિતી આપેલ તેમજ તમામ હોદ્દેદારશ્રીઓ દ્વારા સમાજિક કાર્યોને સુંદર રીતે સમાજ સમક્ષ મુકવામાં આવેલ જે બદલ સૌ હોદ્દેદારશ્રીઓનો પ્રમુખશ્રી દ્વારા આભાર માનવામા આવેલ.
તેમજ ગાંધીનગર જિલ્લા પ્રમુખ તરીકે શ્રી ભરતભાઈ કેશરભાઈ ભીલને નિમણુંક આપવામાં આવેલ તથા ગાંધીનગર જિલ્લામાં તેમની સાથેની ટીમની જાહેરાત કરી સર્વે ટીમ નુ સ્વાગત કરવામાં આવેલ અને AGS ની લીગલ સેલમાં શ્રી કાર્તિકભાઈ રમેશભાઈ ધટાડ ભીલ નો સમાવેશ કરવામાં આવેલ તેમજ મિડિયા સેલમાં શ્રી નિમેશભાઈ જાગટિયા, શ્રી રાજેશભાઇ મણીલાલભાઈ ભીલ ને સ્થાન આપવામાં આવેલ છે. AGS વિસનગર તાલુકાના પ્રમુખ શ્રી અજયભાઈ રાણા AGS સાથે જોડાતા તમામ હોદ્દેદારશ્રીઓનું તથા આમંત્રિત મહેમાનશ્રીઓનું શ્રી વિજયભાઈ મુલીયાણા- મેનેજર ONGC, શ્રી વી.વી. મછાર-ONGC, શ્રી મૌલિક ભાઇ રાઠવા-ONGC તેમજ પ્રમુખશ્રી વિપુલભાઈ રાણા દ્વારા સ્વાગત અને સન્માન કરવામાં આવેલ શ્રી વિપુલભાઈ રાણાએ સમાજને સાચી દિશા આપી પ્રગતિનાં માર્ગે લઈ જવા તમામ હોદ્દેદારોશ્રીઓએ આહવાન કરેલ .
ઉપરોક્ત મીટિંગમાં AGS પ્રમુખશ્રી વિપુલભાઈ રાણા , ઉપપ્રમુખ શ્રીમતી રંજનબેન ચૌહાણ-રાજકોટ, ઉપપ્રમુખશ્રી ઓમપ્રકાશભાઈ વાઘેલા-ગાધીધામ કચ્છ, ઉપપ્રમુખશ્રી દિલીપભાઈ ડગળા-સુરેન્દનગર, મહામંત્રી શ્રી રાજેશભાઇ ઘટાડ, વહીવટી ચેરમેનશ્રી યોગેશભાઈ રાણા, લીગલ સેલ ચેરમેનશ્રી જયભાઈ રાણા, શિક્ષણ સમિતિ ચેરમેન શ્રી કેશરભાઈ ભીલ, સલાહકાર શ્રી મહેશભાઈ વાઘેલા, મીડિયા ચેરમેન શ્રી રવિકુમાર ધાનક, અમરેલી થી તાલુકા સભ્ય શ્રીમતી નિર્મલા બેન, રાજકોટમાં સ્કૂલનાં આચાર્ય શ્રીમતી ભાવનાબેન લિડિયા, વિસનગર તાલુકા પ્રમુખશ્રી અજયભાઈ રાણા તેમજ તમામ આગેવાનશ્રીઓ તથા કાર્યકરોમાં રમેશભાઈ નનોમાં, રાજુભાઇ સમેળાજી ધટાડ, અશોકભાઈ રાણા વગેરે મીટિંગમાં હાજર રહી શોભામાં વધારો કરેલ જે બદલ AGS પ્રમુખશ્રી વિપુલભાઈ રાણા સૌનો આભાર વ્યક્ત કરે છે.
જય જોહાર..
જય આદિવાસી..