21/10/2025
વિનોદભાઈનું જીવન શરૂઆતથી જ સંઘર્ષમય રહ્યું. પિતા શારીરિક તકલીફ એ કામ ન કરી શકે. ગામમાં રહેતા ત્યાં તો જીવવું દુષ્કર બન્યું એટલે સુરેન્દ્રનગરમાં આવીને ભાડાના ઘરમાં રહ્યા.
ભણતરનો અવસર ન મળ્યો, એટલે નાનપણથી મજૂરી કરવી પડી. પણ એમણે હિંમત ન હારી. મોટા થયા પછી ફેબ્રિકેશનનું કામ શીખ્યા અને બેંકમાંથી લોન અને સગા પાસેથી ઉછીના લઇને પોતાની મહેનતથી ઘર ઊભું કર્યું.
ફેબ્રિકેશનનો ધંધો સારી રીતે ચાલતો હતો, પરંતુ તેને વધારવા સાધનો જોઈએ અને એ માટે મૂડીનો અભાવ. KRSFમાંથી VSSM ના કાર્યકર હર્ષદભાઈએ એમની લોન કરી આપી. એમણે નવા સાધનો વસાવ્યા અને ધંધામાં સારુ કમાવવા માંડ્યા.
KRSFના સ્થાપક પ્રતુલભાઈ વિનોદભાઈને ખાસ મળ્યા. એમને પ્રોત્સાહન આપ્યું. વિનોદભાઈએ હૃદયપૂર્વક પ્રતુલભાઈનો આભાર માન્યો કે જેમના સહયોગથી તેમની જીંદગીમાં નવો વળાંક આવ્યો.
આજે વિનોદભાઈએ ફેબ્રીકેશનનું કામ બીજા ૭ કારીગરોને શીખવ્યું. જેઓ પોતપોતાનું સ્વતંત્ર ફેબ્રિકેશન કામ શરૂ કર્યું છે. ગરીબાઈમાં સ્વબળે ઉપર ઊઠી વિનોદભાઈ આજે સન્માનભેર જીવન જીવી રહ્યા છે.
એક વખત પારાવાર ગરીબાઈમાં જીવતા વિનોદભાઈ આજે પોતાના ઘરમાં છે. સમાન એમને માનભેર જુએ છે. અમને આનંદ આવા પરિવારોના જીવનમાં સુખ આપવામાં નિમિત્ત બન્યાનો.
#સ્વમાનભેરજીવન #પરિશ્રમનીશક્તિ #માનવતા #ગરીબીમુક્તિ