26/02/2025
એંકર.......vo
શિવ સાથે જીવનું મિલન એટલે મહાશિવરાત્રિ
મહાશિવરાત્રિ એટલે મહાદેવ સમક્ષ સ્વયંને નિર્મળ કરવાનો સંકલ્પ કરવાનો સમય
મહાશિવરાત્રી એ હિન્દુ પરંપરાનો એક મોટો તહેવાર છે. ભગવાન શિવજીના ભક્તો દર વર્ષે મહાશિવરાત્રીની આતુરતાથી રાહ જુએ છે. ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિ 26 ફેબ્રુઆરી, બુધવારે સવારે 11.08 વાગ્યે શરૂ થશે અને આ તિથિ 27 ફેબ્રુઆરીએ સવારે 08.54 વાગ્યે સમાપ્ત થશે. મહાશિવરાત્રી પર રાત્રે પૂજા કરવાની પરંપરા છે, તેથી 26 ફેબ્રુઆરીએ રાત્રે મહાદેવની પૂજા કરવામાં આવશે.
નાસૃષ્ટિના ત્રણેય લોકમાં ભગવાન શિવ એક અલગ, અલૌકિક શક્તિ ધરાવતા દેવ છે.
મહાશિવરાત્રી પર્વને લઈને એવી પણ માન્યતા છે કે, આ દિવસે ભગવાન શિવ અને પાર્વતીના લગ્ન થયા હતા.
સમગ્ર દેશમાં ભગવાન શિવને પૂજવા વાળા ભક્તોની સંખ્યા સૌથી વધુ છે. દેશમાં સૌથી વધુ શિવ મંદિર છે પરંતુ આ બધામાં ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગનું મહત્વ સૌથી વધુ છે. હિન્દુ ધર્મમાં ભગવાન શિવને મોક્ષના દેવતાના રૂપમાં ઓળખવામાં આવે છે. સમગ્ર દેશમાં ભગવાન શિવને પૂજવા વાળા ભક્તોની સંખ્યા સૌથી વધુ છે. દેશમાં સૌથી વધુ શિવ મંદિર છે પરંતુ આ બધામાં ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગનું મહત્વ સૌથી વધુ છે. પૌરાણિક માન્યતા છે કે 12 જ્યોતિર્લિંગમાં ભગવાન શિવ પોતે જ્યોતિ સ્વરૂપમાં વિરાજમાન છે.
જ્યોતિર્લીંગ એટલે કે જ્યોતિનું બિંદુ. ભગવાન શંકર આ પૃથ્વી પર 12 સ્થળો પર સ્વયંભૂ પ્રગટ થયાં છે. આ બાર સ્થળોને જ્યોતિર્લીંગની સંજ્ઞા આપવામાં આવી છે. આ બાર જ્યોતિર્લીંગના નામ છે- સોમનાથ, નાગેશ્વર, મહાકાલ, મલ્લિકાર્જુન, ભીમશંકર, ઓમકારેશ્વર, કેદારનાથ, વિશ્વનાથ, ત્ર્યંબકેશ્વર, ધૃષ્ણેશ્વર, રામેશ્વર, બૈદ્યનાથ