09/07/2026
મોકાજી સર્કલ પાસે ફાયરિંગ વિથ મર્ડર
યુવકનું મોત, એક ઇજાગ્રસ્ત
30 વર્ષીય કૃષ્ણરાજસિંહ જાડેજાની હત્યા,નજીવી બોલાચાલી બાદ થયો હુમલો,4થી 5 શખ્સોએ ફાયરિંગ કર્યાની પ્રાથમિક માહિતી,CCTVના આધારે આરોપીઓની શોધખોળ
રાજકોટ શહેરના નાનામવા રોડ પર આવેલા મોકાજી સર્કલ નજીક નાનામૌવા ગામ તળ મા ફાયરિંગ બાદ હત્યાની સનસનીખેજ ઘટના સામે આવી છે.
ફાયરિંગમાં 30 વર્ષીય કૃષ્ણરાજસિંહ જાડેજાનું ઘટનાસ્થળે જ મોત થયું છે, જ્યારે વચ્ચે પડનાર રહેન્દ્રસિંહ જાડેજા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
પ્રાથમિક તપાસ મુજબ કૃષ્ણરાજસિંહ જાડેજા વોકિંગ કરવા નીકળ્યા હતા ત્યારે ઘર નજીક પ્લોટમાં બેઠેલા કેટલાક શખ્સો સાથે તેમની બોલાચાલી થઈ હતી. બાદમાં રણજીત વાળા પોતાના પુત્ર સહિત અન્ય શખ્સોને સાથે લઈને મૃતકના ઘરે પહોંચ્યો હતો અને રિવોલ્વરમાંથી અંદાજિત ત્રણ થી ચાર રાઉન્ડ હવામાં ફાયરિંગ કર્યા બાદ ઘરની બહાર આવેલા કૃષ્ણરાજસિંહ પર ફાયર