16/08/2026
અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં ફરી MD ડ્રગ્સ માફિયાની પ્રવૃત્તિ સામે આવી છે. શહેર ક્રાઈમ બ્રાન્ચે નારોલ BRTS વર્કશોપ પાસે આવેલા ચિરાગ પાર્ક વિભાગ-2 વિસ્તારમાં દરોડા દરમિયાન 76.030 ગ્રામ MD ડ્રગ્સ સાથે મુસ્તાક શેખ અને યાસીન અનવારી નામના બે આરોપીઓને રંગેહાથ ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી MD ડ્રગ્સ ઉપરાંત મોબાઈલ ફોન, ટુ-વ્હીલર અને રોકડ રકમ સહિત કુલ ₹2.86 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પ્રાથમિક તપાસમાં બંને આરોપીઓ શાહ-એ-આલમ વિસ્તારના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. આ કેસમાં નફીસ શેખ નામનો આરોપી વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે, જેને ઝડપી પાડવા માટે ક્રાઈમ બ્રાન્ચે ચક્રો ગતિમાન કર્યા છે. DCB પોલીસ સ્ટેશનમાં NDPS Act હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.