
30/06/2025
સાઠંબા રોડનું સમારકામ હાથ ધરાયું
અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના સાઠંબા ગામે આવેલા સ્ટેટ હાઇવે નંબર - 59 પર સાઠંબા ગામ ખાતે ખરાબ મોટા મોટા ખાડા પડી ગયેલો રોડ હોવાના કારણે અનેક લોકો, વાહનચાલકો ખૂબ જ મુશ્કેલી અનુભવી રહ્યા હતા. આ ખાડાઓના કારણે ખૂબ જ ગંદકી પણ થતી હતી. આ રોડનું કામ અત્યાર સુધી કોઈના ધ્યાનમાં આવતું ન હતું, તાત્કાલિક આ રોડનું કામ શરૂ થયું છે. મોટા મોટા ખાડાઓ અને ગંદકીથી લોકોને અને વાહન ચાલકોને રાહત મળશે ?
આ રોડ પર ધોરી ડુંગરી સુધી અને માધવ કંપા ચોકડી સુધી પડેલા મોટા મોટા ખાડાઓ પુરવાની તાતી જરૂર છે. આ રોડ પર આવેલા બમ્પો પર સફેદ પટ્ટા દોરવાની જરૂર છે જેના કારણે બમ્પ આવે તો વાહન ચાલકોને ખબર પડે. બમ્પો પર પટ્ટા ના હોવાથી અનેક વાહન ચાલકો ઉછડી પડે છે, પાછળ બેઠેલા મહિલાઓ પણ ઉછળી પડવાના કિસ્સા બનેલા છે. તો આ બમ્પો પર પણ બમ્પ માર્ક સફેદ પટ્ટા દોરાવળાવવાની જરૂર છે.