
09/07/2025
જશવંત ઠાકર. ગુજરાતી રંગભૂમિના ભીષ્મ પિતામહ તરીકે જેની ગણના થતી એવા નિષ્ઠાવાન નાટ્યકર્મી. ઉમદા સાહિત્યકાર. કવિતા અને નવલકથા થકી પણ એમનો બળુક અવાજ કાયમ અન્યાયનો પ્રતિકાર કરતો રહ્યો. મૂઠી ઉંચેરા કલાકાર અને જાગૃત નાગરિક. આઝાદીની લડતથી માંડીને પોંડીચેરી શ્રી અરવિંદ આશ્રમ સુધી જશવંત ઠાકરનું જીવન કવન પથરાયેલું છે. ગુજરાતી નાટકોના દિગ્દર્શન, લેખન અને અભિનયમાં એમનું પ્રદાન ચિરંજીવ છે.
આવો, એમના ગર્વિલા પ્રદાન વિશે વાત કરીએ.
નવજીવન ટ્રસ્ટ આયોજિત નવજીવન Talksમાં જશવંત ઠાકર પરિવારમાંથી એમની દીકરી જાણિતાં નાટ્યદિગ્દર્શક અને અભિનેત્રી અદિતિ દેસાઈ પધારી રહ્યાં છે. જશવંત ઠાકરની ત્રીજી પેઢી અને સંબંધે દોહિત્રી એવા જાણિતાં આર.જે. અને અભિનેત્રી દેવકી પણ પધારી રહ્યાં છે. અદિતિ દેસાઈ અને દેવકી વાત કરશે જશવંત ઠાકરના જીવન અને કવન વિશે. નાટક, રાષ્ટ્રનિર્માણ અને સાહિત્યનો ત્રિવેણી સંગમ આદરણીય જશંવત ઠાકર વિશે રસપ્રદ સંવાદ યોજાઈ રહ્યો છે.
આપ સૌ સાહિત્યપ્રેમીઓને સાદર નિમંત્રણ પાઠવી રહ્યા છીએ.
Open For All
૧૩ જૂલાઈ ૨૦૨૫
રવિવાર, સાંજે 0૫ વાગ્યે