Aankhodekhi News

Aankhodekhi News Aankhodekhi News is weekly newspaper in Gujarati language. Which is published in Ahmedabad Gujarat I

Aankhodekhi is a Gujarati-language newspaper published in Ahmedabad in the Indian state of Gujarat, owned by Aankhodekhi Group

10/08/2026
10/08/2026

***** આંખોદેખી ન્યૂઝ *****
અમદાવાદના અસારવા વોર્ડમાં સફાઈ કર્મચારીઓ માટે ,કેપેસિટી બિલ્ડીંગ કાર્યક્રમ યોજાયો, ફોર વે સેગ્રીગેશન અને નાગરિક જાગૃતિ પર વિશેષ ભાર અપાયો, , અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મધ્ય ઝોન હેઠળ આવેલા ,અસારવા વોર્ડમાં સ્વચ્છતા કામગીરીને વધુ અસરકારક, અને ગુણવત્તાયુક્ત બનાવવા માટે ,સફાઈ કર્મચારીઓ માટે વિશેષ ક્ષમતા વર્ધન ,(કેપેસિટી બિલ્ડિંગ) તાલીમ કાર્યક્રમનું, આયોજન કરવામાં આવ્યું હતું, આ કાર્યકમમાં 170થી વધુ સફાઈ કર્મચારીઓએ ભાગ લીધો હતો,આ તાલીમનો મુખ્ય હેતુ, સફાઈ કર્મચારીઓને ફોર વે સેગ્રીગેશન (ચાર પ્રકારના કચરાનું પૃથક્કરણ) અંગે ,આધુનિક અને વ્યવહારુ જાણકારી આપીને ,કચરા વ્યવસ્થાપનની કામગીરીને, વધુ સુદ્રઢ બનાવવાનો હતો, રીપોર્ટ અક્ષય રાણા સાથે પ્રદીપ અગ્રવાલ આંખો દેખી ન્યુઝ અમદાવાદ બ્યુરોથી અહેવાલ



#

10/08/2026

***** આંખોદેખી ન્યૂઝ *****
તાજેતરમાં અષાઢ વદ અગીયારસ ના દિવસે, અમદાવાદ શહેર સ્થિત કાલુપુર વિસ્તાર મા આવેલ કટકીયા વાડ રણછોડરાયના મંદિર ખાતે, શ્રદ્ધાળુઓ એ 5 કીલો ડ્રાય ફ્રુટ દર્શન નો લાભ લીધો હતો, અને રણછોડરાયજી ના આશીર્વાદ મેળવ્યા હતા, આ મંદિર ખાતે વિવિધ શણગાર દર્શન કરતાં ભાવિક ભક્તો ધન્યતા અનુભવે છે, રીપોર્ટ કલ્પેશ ઓઝા સાથે કેમેરા મેન, ભરત જરઠ ,આંખોદેખી ન્યૂઝ ,અમદાવાદ બ્યુરો થી અહેવાલ

10/08/2026

ડબગર સમાજ ચેરીટેબલ ટ્રસ્ટ
તેમજ ૨૨ એસોસિએશન ડબગર સમાજનાં આશિંર્વાદ થી
આયોજીત પાંચમો
શૈક્ષણિક સન્માન સમારોહ
રજી.નંબર: એ/૧૭૦/દાહોદ
DSCT
તારીખ.૯-૮-૨૦૨૬ ને રવિવાર

સ્થળ :- સરદાર પટેલ મેમોરીયલ ઓડીટોરીયમ, ગાયત્રી મંદીર પાસે,
કેમ્પ હનુમાનદાદા મંદીર રોડ, શાહીબાગ, અમદાવાદ.

આંખો દેખી ન્યૂઝ અમદાવાદ બ્યુરો
વિકાસ બાજક, કલ્પેશ ઓઝા

09/08/2026

ભાડાના મકાનમાં રહેતી યુવતી પર દુષ્કર્મ આચરનાર સિક્યુરિટી ગાર્ડ પર પોલીસે ફાયરિંગ કર્યું. હેબતપુર પાસે પંચનામા વખતે આરોપીને લઈ જવાતા પોલીસ કર્મીને ઇજા કરી હાથમાંથી છટકવાનો પ્રયાસ કરતા પોલીસે પગમાં ગોળી મારી. ઇજાગ્રસ્ત આરોપી અને પોલીસ કર્મી સારવાર હેઠળ

શું રાજ્યમાં ગુનેગારોને પોલીસ કે કાયદાનો કોઈ જ ડર નથી રહ્યો? "કોઈપણ ચમરબંધીને છોડવામાં નહીં આવે" વાળા પોકળ નિવેદનો હવે બંધ કરો, અમારે દાવો નહીં પણ નક્કર પરિણામ જોઈએ છે!

આ હવસખોર રાક્ષસને પાતાળમાંથી પણ ઢસડીને લાવવામાં આવે અને એવી કડક સજા થાય કે ગુનેગારોની આવનારી પેઢીઓ પણ કાંપી ઉઠે!

09/08/2026

***** આંખોદેખી ન્યૂઝ *****
માંગરોળ ડેપોમાં વડી કચેરીના આદેશથી, સ્વચ્છતા અભિયાન અંતર્ગત કામગીરી હાથ ધરવામાં આવી , માંગરોળ ડેપો ની ટીમ સહિત નગરપાલિકા ટીમ દ્વારા, સ્વચ્છતા અભિયાન અંતર્ગત હાથ ધરાઈ સફાઈ કામગીરી,વડી કચેરીના મળેલા ખાસ આદેશોને પગલે ,ડેપો પરિસરમાં સ્વચ્છતા જાળવવા માટેનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું,આ અભિયાન અંતર્ગત ડેપોની વર્કશોપ ટીમ, ટ્રાફિક ટીમ , તમામ સુપરવાઈઝરઓ સક્રિય રીતે જોડાયા હતા,આ ઉપરાંત સ્થાનિક નગરપાલિકાની ટીમ સાથે સહયોગ સાધીને, ડેપો સંકુલ અને આસપાસના વિસ્તારમાં સફાઈ કરવામાં આવી હતી,સ્વચ્છતા અભિયાન હેઠળ હાથ ધરાયેલી આ કામગીરીનો મુખ્ય હેતુ, મુસાફરોને બસ સ્ટેન્ડ પર સ્વચ્છ અને સુઘડ વાતાવરણ મળી રહે, ભવિષ્યમાં પણ આવી જ રીતે સ્વચ્છતા જાળવી રાખવા માટે, ડેપો તંત્ર દ્વારા પ્રતિબદ્ધતા દર્શાવવામાં આવી છે, રીપોર્ટ યોગેશ ડાકી સાથે, શૈલેષ ચાવડા આંખોદેખી ન્યૂઝ ,માંગરોળ બ્યૂરો થી અહેવાલ



09/08/2026

વડોદરા ખાતે ૪ ફેબ્રુઆરી ના રોજ દર્શિત કમલેશ શાહ ધ્વારા વડોદરા ખાતે સિદ્ધેશ્વર પ્રાઈમ પ્લસ મા (S P infra)મોટા પાયે રોકાણ કરેલ પણ આ પેઢી ધ્વારા કોઈ રિટર્ન ના મળતા તેઓ એ રૂપિયા પરત ની માગણી કરતા તેના સંચાલકો ધ્વારા કોઈ યોગ્ય જવાબ ના મળતા દર્શિત ભાઈ એ SP infra ના સંચાલકો સામે હરણી પોલીસ સ્ટેશન મા છેતરપિંડી ને ધાક ધમકી (GPID) એક્ટ હેઠળ ની ફરિયાદ નોધાવી હતી ને પોલીસ ધ્વારા FIR નોંધાતા સંચાલકો ભૂગર્ભ મા ઉતરી ગયા હતા ને હાઇકોર્ટે ધ્વારા આગોતરા જામીન માગતા તે નામંજુર થયેલ. આ પાંચ સંચાલકો ના નામ નીચે મુજબ છે. ૧. સુરેશ પાનસુરીયા. ૨. મનીષ પાનસુરીયા. ૩. કિશોર પાનસુરીયા. ૪. પ્રવીણ પાનસુરીયા. ૫. રવિ પાનસુરીયા. આ તમામ ની અરજી નામદાર કોર્ટ એ નામંજુર કરી હતી.

Address

3rd Floor, Metro Plaza, Opp. Zaverivad, Relief Road
Ahmedabad
380001

Alerts

Be the first to know and let us send you an email when Aankhodekhi News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Aankhodekhi News:

Shortcuts

Share