
04/10/2024
અમેરિકાના એટલાન્ટા શહેરમાં વસતા તેજસભાઈ પટવા ગૌરવવંતા ગુજરાતી, પરમ શ્રદ્ધેય એવા વૈષ્ણવ અને માનવીય અભિગમ ધરાવતા વિશ્વમાનવી (ગ્લૉબલ) પણ છે. મૂળ વડોદરાના. માતાનું નામ મંદાકિનીબહેન અને પિતાનું નામ કિરીટકુમાર. સને 2001માં તેઓ અમેરિકા ગયા હતા. વ્યવસાયની સાથે સાથે તેમણે ધર્મનું કામ પણ કર્યું છે. ધંધામાં સફળ અને જીવનમાં સાર્થક થયા. તેમણે અને તેમની પ્રતિબદ્ધ ટીમે એટલાન્ટામાં ગોકુલધામ હવેલીનું નિર્માણ કર્યું છે. આ તેજસભાઈના જીવનનું મોટું કાર્ય.
12 એકર જમીનમાં સાત એકરમાં હવેલી આવેલી છે. 12000 ચો.ફૂટનું બાંધકામ છે. એટલાન્ટામાં આશરે 25000 ગુજરાતીઓ વસે છે. સાત હજાર પરિવારો આ હવેલી સાથે સંકળાયેલા છે. આ હવેલી અનેકવિધ પ્રવૃતિઓથી ધબકતી રહે છે. અહીં બાળકોને ધર્મ-સંસ્કૃતિનું જ્ઞાન આપવા ઉપરાંત ગુજરાતી ભાષા પણ શીખવવામાં આવે છે. દર રવિવારે વૈષ્ણવોનાં બાળકો આવે છે. તમામ તહેવારો પરંપરાગત રીતે-પ્રીતે ધામધૂમથી ઉજવાય છે. દરરોજ રાજભોગ સમયે અહીં આવતી કોઈ પણ વ્યક્તિને જમાડવામાં આવે છે. દર રવિવારે 500થી વધુ વ્યક્તિ અહીં આવે છે. શનિવારે સાંજે પણ 200-300 ભક્તો આવે અને શ્રીનાથજીના ચરણોમાં શાંતિ પામે. અમેરિકામાં 20-22 હવેલી છે.
પેન્સેવેલિયામાં આવેલી હવેલી વ્રજ સૌથી મોટી છે, કદાચ ગોકુલધામ તેના પછીના બીજા ક્રમે આવે છે. એવી હવેલી કે જે જમીન પર નવેસરથી જ નિર્માણ પામી હોય.
તેજસભાઈ ઉર્જા અને ભક્તિનો સંગમ છે. પારકા પ્રદેશમાં આવી વિશાળ હવેલીનું નિર્માણ કરવાનું સહેજે સહેલું નહોતું, પણ પૂજ્ય દ્વારકેશલાલજી મહારાજ કહે છે તેમ તેઓ પોતે જ એક સંસ્થા જેવા છે. જે નક્કી કરે તે કરીને જ રહે છે. તેમનાં જીવસંગિની અમીબહેનનો તેમને પૂરો સાથ છે. અમીબહેન ખડે પગે અને ભરેલા હૃદયે સતત તેમની સાથે ઊભાં રહે છે. તેમના બે દીકરાઓ હરિત અને વ્રજ પણ સંસ્કારી છે.
તેજસભાઈ થાકતા નથી. વિઝનરી છે. રોજ નવાં નવાં સપનાં જુએ છે. એટલાન્ટામાં વસતા વરિષ્ઠ વડીલો (Senior Citizen) માટે તેઓ ખાસ યોજના વિચારી રહ્યા છે. રોજરોજ હવેલીમાંથી વાહન વડીલોને લેવા જશે અને સાંજે મૂકવા જશે. આવી તો ઘણી યોજનાઓ તેઓ વિચારી રહ્યા છે. ત
તેજસભાઈ કહે છે કે ધર્મ એટલે સંસ્કાર. તેઓ માને છે કે બીજાને સહયોગ કરવો એ જ સાચું જીવન કહેવાય.
તેઓ માદરે વતન માટે ઘણું કરી રહ્યા છે અને ભવિષ્યમાં પણ કરવાના છે.
આ સુંદર અને અર્થપૂર્ણ મુલાકાત કોઈને કદાચ લાંબી લાગે પણ જેમ જીવનમાં ટૂંકાનું-લાઘવનું-સંક્ષિપ્તનું મહત્ત્વ હોય છે એ જ રીતે દીર્ઘતાનું, લંબાઈનું પણ મહત્ત્વ હોય છે. માટે સમય કાઢીને આ આખો સંવાદ જોવા-સાંભળવા અને માણવા વિનંતી છે.
અમેરિકાના એટલાન્ટા શહેરમાં વસતા તેજસભાઈ પટવા ગૌરવવંતા ગુજરાતી, પરમ શ્રદ્ધેય એવા વૈષ્ણવ અને માનવીય અભિગમ ધરાવતા ....