25/05/2026
અમેરિકામાં પ્રવાસી ગુજરાતીઓ સુરક્ષિત ન હોવાની ચિંતાજનક ઘટનાઓ વચ્ચે વધુ એક ગુજરાતી મહિલાની ગોળી મારીને ઘાતકી હત્યા કરવામાં આવી છે. મૂળ મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના જંત્રાલ ગામની દીકરી મેઘના પટેલ, જેઓ પોતાના પરિવાર સાથે અમેરિકામાં સ્થાયી થયા હતા, તેમની કોઈ અજાણ્યા શખ્સે ગોળી મારીને હત્યા કરી દેતાં ભારે ચકચાર મચી ગઈ છે. આ કરૂણ ઘટનાના સમાચાર વતન જંત્રાલ ગામમાં પહોંચતા જ સમગ્ર પંથકમાં અરેરાટી સાથે શોકનું મોજું ફરી વળ્યું છે. પ્રાથમિક માહિતી મુજબ, હુમલાખોરે કયા કારણોસર ગોળીબાર કર્યો તે હજૂ સ્પષ્ટ થયું નથી, પરંતુ આ ઘટનાને પગલે વિદેશમાં વસતા ગુજરાતી પરિવારોની સુરક્ષાને લઈને ફરી એકવાર મોટા સવાલો ઊભા થયા છે.