
31/07/2025
ગામડાઓમાં રમતગમત નું મેદાન અને સાધન સહાય ફાળવવા માટે જિલ્લા કલેકટરને આવેદન પત્ર
જવાનસિંહ ઠાકોર અરવલ્લી,
અરવલ્લી જિલ્લાના સામાજિક કાર્યકર યુવાન આશુતોષ રાઠોડ ની મુહિમ દ્વારા જિલ્લાના ગામડાઓમાં ગામડાઓના યુવાનોને રમતગમત અને શારીરિક કસોટીઓ માટે સરકાર ની ગ્રાન્ટ ફરવાતી હોવા છતાં એ સરકારી તંત્રમા નિયમોમાં રમત ગમતના મેદાન ની જોગવાઈઓ હોવા છતાં દિન સુધી અરવલ્લી જિલ્લાના ગામડાઓમાં મેદાન કે રમતગમતની વ્યવસ્થા માટે કોઈ મેદાન નથી કે કોઈ ગ્રાન્ટ ફારવેલ નથી.અરવલ્લી જિલ્લાના વિવિધ ગામડાઓમાં જઈને માહિતી ભેગી કરીને સરકારી તંત્રને રમતગમતના મેદાન-સાધન સહાય નું દરેક ગામડાઓમાં આયોજન થાય તે માટે જિલ્લાના વિવિધ ગામડાઓમાંથી યુવાનો હાજર રહીને પોતાના રમત ગમતનું મેદાન સાધન સહાય સરકાર ફાળવે તે માટે આજરોજ અરવલ્લી જિલ્લા કલેકટરને આવેદન પત્ર પત્ર પાઠવીને ન્યાયની માંગણી કરેલ છે.