Aapdu Amreli

Aapdu Amreli Latest and Breaking News on Amreli.

13/10/2022
15/09/2022

વાઇરલ વિડિઓ ફોટા બાબત......
આ જીવતાને સ્લગ કેટર પીલર એટલે કે પાનખાનારી ઇયળ કહેવામાં આવે છે. ઇયળ ઉપર વાળ જેવી રચના હોય છે જેમાંથી અમુક તત્વો અથવા અમુક કેમિકલ સિક્રેટ કરતી હોય છે જેનાથી દુશ્મન જીવાતો દૂર રહે છે. જો આ ઈયળને હાથમાં લેવામાં આવે તો તે કેમિકલ સિક્રેટ કરે તો તેનાથી હાથમાં ઇન્ફેક્શન જેવું લાગી શકે પરંતુ આ ઇયળ એટલી બધી હિંસક હોતી નથી કે જેનાથી માણસ નું મૃત્યુ થઇ એટલે ખોટું કોઈ ડરવાની જરૂર નથી આ જીવાતથી માણસ મરતા નથી...
ફોરવર્ડ જાણકારી ઉપરથી......

09/08/2022

ભક્તરાજ દ.શ્રી દાદાબાપુ માત્રાબાપુ ખુમાણ સાવરકુંડલા

સાવરકુંડલા નામ પડતા જ સહુના મનમા એક નામ સંભળાય જે છે જોગીદાસબાપુ ખુમાણ એ ખુમાણ નુ ચારિત્ર્ય કેવુ હશે...જે આપણ ને ઝવેરચંદ મેધાણી લિખિત સોરઠી બહારવટીયા માં જાણવા મળે છે કે....

ઠણકો નાર થીયે, (તારૂં) ચિત ખૂમા ! ચળીયું નહિ;
ભાખર ભીલડીયે, (ઓલ્યો) જડધર મેાહ્યો જોગડા !

[હે જોગી જેવા જોગા ખુમાણ ! જટાધારી શંકર સરીખા તો પામર ભીલડીને માથે મોહી પડ્યા; પરંતુ તારૂં ચિત્ત તો કોઈ નારીના પગના ઠણકારથી કદાપિ નથી ચળતું.]

ખુમાણોમાં લોમાબાપુ હોઈ કે જોગીદાસ બાપુ કે પછી ઓઢાબાપુ (આસોદર) કે પીઠાબાપુ (શેલણા) જેવા શૂરવીરો અને દાતારો ના પ્રસંગો સૌરાષ્ટ્ર ના અસંખ્ય સાહિત્ય સંગ્રહમાં નોંધાયેલા છે અને આટલા નામો તો મારા મુખ પર છે પરંતુ એ ઉપરાંત અનેક એવા ખુમાણોમાં થયેલા શુરવીરો છે કે હું અહિ લખવા બેશુ તો મુળ મુદ્દા થી કદાચ ભટકી જાવ!

આપણે વાત કરવી છે ખુમાણો ની ભક્તિ ની કે જેઓની ભક્તિ થી મોહિત થઈ સાક્ષાત પ્રભુ ને પણ એકવાર પોતાના ભક્ત ને દર્શન આપવા જ પડે એવા ભક્તો એટલે પાંચાળ ભૂમિ ની વાત આવે ને પાળીયાદ અચૂક સાંભરે જ્યા ભક્તરાજ વિસામણબાપુ નુ પિરાણુ હાજરા હાજુર છે જેઓ મંન શાખાના ખુમાણ હતા તેમજ સાવરકુંડલામાં વાત કરીએ તો ભક્તરાજ દાદાબાપુ ખુમાણ.

https://www.facebook.com/historyofkathiyawad

આજ થી સવાસો વર્ષ થી પણ વધુ વર્ષો પહેલા સાવરકુંડલા ગામમાં ભગવાન શ્રી સહજાનંદ મહારાજ ના પરંમ ભક્ત એવા દ.શ્રી દાદાબાપુ માત્રાબાપુ ખુમાણ થયા જેઓ એ પોતાનુ તન,મન,ધન એમ સર્વશ્વ શ્રીજી મહારાજ ના ચરણોમાં અર્પણ કરી દિધુ અને લોકો કહેતા કે દાદાબાપુ તો શ્રીજી મહારાજ હારે વાતો કરતા જોકે એમા નવાઈ તો જ ન હોય કારણ કે દાદા નામ જ એવુ હતુ જેથી ભગવાન ગઢપુર મા પણ દાદા ખાચર ની ભક્તિ થી મોહિત થયા હતા જ્યારે અહી દાદા ખુમાણ ની ભક્તિ થી પ્રભુ મોહિત થયા.

દાદાબાપુ એ મારા મોસાળ પક્ષમા જ થયા એટલે કે મારા નાનાબાપુ દ.શ્રી ઓઢાબાપુ ખુમાણ ના મોટાબાપુ થાય એટલે મે મારા નાનાબાપુ ની હયાતી મા એમની અનેક વાતો સાંભળેલી જોકે તેઓ મારા નાનાબાપુ ના જન્મ પહેલા જ તેમનુ અવસાન થયેલુ જ્યારે દાદાબાપુ ની ઉંમર માત્ર ૨૧ વર્ષ જ હતી.

મારા નાનાબાપુ તેમના બાપુ દ.શ્રી ભાણબાપુ માત્રાબાપુ ખુમાણ અને પરિવાર ના સભ્યો પાસેથી તેમની વાતો સાંભળેલી. દાદાબાપુ એ લગ્ન કર્યો ન હતા અને આજીવન બ્રહ્મચાર્ય પાળીયુ હતુ.તેઓ પોતાની રસોઈ પણ જાતે જ બનાવતા હતા અને પોતાના મંનખો (જીવન) પ્રભુ પાછળ જ સમર્પીત કરી દિધુ મારા મોટાબાપુ સ્વ. જગુબાપુ જેબલીયા જેઓ કહેતા કે કાઠી નો દિકરો જે મારગ પકડે એના પછી સીમાડા ન જ હોય એ પછી અન્યાય સામે આંચરેલો યુદ્ધ નો મારગ હોય કે ભગવાન ને પણ ધરતી પર આવવા મજબુર કરવા ભક્તિ નો મારગ હોય જે આપણે ઝવેરચંદ મેધાણી લિખિત સોરઠી બહારવટીયા અને સોરઠી સંતો વાંચતા આ વાત સાર્થક થતી જણાય છે જે વાત દાદાબાપુ ના જીવનમાં પણ ખરા અર્થમાં સાર્થક થતી હતી.

દાદાબાપુ જ્યારે સાવરકુંડલા થી ગઢપુર નો પ્રવાસ કરતા ત્યારે ધોડાગાડી કે કોઈપણ જાત ના વાહન નો ઉપયોગ ન કરતા પરંતુ પગપાળા જ જતા હતા.જો સાવરકુંડલા થી ગઢપુર વચ્ચેનું અંતર જોઈએ તો ૧૦૦ કિલોમીટર આસપાસ છે જોકે માંનતા હોય તો એકવાર તો આપણે પણ જઈ શકીએ પરંતુ વળતી ખેરે તો વાહનમાં જ પરંત ફરવાનુ હોય જ્યારે દાદાબાપુ પોતાના જીવનકાળ દરમિયાન આ નિયમ નુ પાલન કર્યુ હતુ કારણ કે જેના જીવન નો તાર સાક્ષાત ભગવાન જોડે જોડાયેલો હોય એને થાક શબ્દ શું છે?એની શું ખબર હોય!

એકવાર દાદાબાપુ ને ગઢપુર મંદિરમા વડતાલગાદી પતિ વિહારીલાલજી મહારાજ જેઓ દાદાબાપુ ને રસોઈ બનાવતા જોઈ ગયા ને બોલ્યા 'ભક્તરાજ હાથે દાજો છો" (પોતાનુ ભોજન હાથે બનાવો છો) દ.શ્રી દાદાબાપુ બોલ્યા મહારાજ મારે આ આજીવન નિમ છે ત્યારે વિહારીલાલજી મહારાજ બોલ્યા હુ અહીથી એક ભગત ને તમારી ભેગા મોકલુ જેઓ તમારી સેવા કરશે તેઓ હતા રામજી ભગત તેઓ ગઢપુર થી દાદાબાપુ ની સાથે આવેલા અને સાવરકુંડલા જ રહેતા અને દાદાબાપુ ની સેવા કરતા દાદાબાપુ એ પોતાનુ જીવન શ્રીજી મહારાજ ની ભક્તિ અને શ્રીજી મહારાજ ના વંશજ વિહારીલાલજી મહારાજ ની સેવામાં સમર્પીત કરેલુ આ વાત સાંભળતા એવુ લાગે કે ગઢપુર ઈતિહાસ નું પુનરાવર્તન થયુ હોય ત્યા ભક્તરાજ દ.શ્રી દાદા ખાચર તેમજ સહજાનંદ સ્વામી હતા જ્યારે અહીયા ભક્તરાજ દ.શ્રી દાદા ખુમાણ અને વિહારીલાલજી મહારાજ થયા.

કહેવાય છે ને કે સારા માણસ ની જરૂરિયાત તો ભગવાન ના ધામમાં પણ હોય છે બસ આમ જ દિવસો વિતતા ગયા ને એ દિવસ પણ આવી ગયો કે જેદી દાદાબાપુ અક્ષરધામમાં વાસ થયો. તેઓ એ પોતાના મૃત્યુ પહેલા જ કહી દિધુ હતુ કે હવે મારો સમય અહી પુર્ણ થાય છે અને જ્યારે તેમના બા (માતા) આ વાત સાંભળી રડતા હતા ત્યારે દાદાબાપુ કહેતા માં તમે રડોમાં તમારો દાદો તો અક્ષરધામ જાઈ છે અને ભગવાન નુ તેડુ છે અને બસ આ વાતના બીજા જ દિવસે તેઓ નો અક્ષરવાસ થયો અને બધા લોકો કહેતા કે એ સમયે કઈંક ચમત્કાર પણ થયેલો જે ભગવાન ની હાજરી નો અનુભવ કરાવી ગયો આમ દાદાબાપુ નો અક્ષરવાસ થયો.

https://www.facebook.com/historyofkathiyawad

ત્યારબાદ મારા નાનાબાપુ ના બાપુ દ.શ્રી ભાણબાપુ ખુમાણ જેઓ સાવરકુંડલા ભાગદારોમાં સૌથી મોટા હતા તેમજ દાદાબાપુ ના સગા નાનાભાઈ હતા જેઓ એ સાવરકુંડલામાં શ્રીજી મહારાજ નુ મંદિર બનાવવા જમીન અર્પણ કરેલી જ્યા આજે ભવ્ય શિખરબંધ મંદિર છે ત્યા દાદાબાપુ અને વિહારીલાલજી મહારાજ ની વિશાળ પ્રતિમા મુકવામાં આવી છે.

આજ પણ મારો મોસાળ પરીવાર દ.શ્રી મોટાબાપુ ભાણબાપુ ખુમાણ અને દ.શ્રી ઓઢાબાપુ ભાણબાપુ ખુમાણ પોતાને વારસામાં મળેલી સત્સંગી ની પરંપરા ચારપેઢી થી જાળવી રાખી છે આજે શ્રાવણ સુદ દશમ ના રોજ દાદાબાપુ ની પુણ્યતિથી છે જેથી આજે બાપુ ના સમ્મરણો તાજા થયા.

જય સ્વામિનારાયણ
જય સૂર્યદેવ ☀️
જય કાઠીયાવાડ 🚩

✍ રાજદિપસિંહ જેબલીયા

15/06/2022

આપણે હાલમાં ઘણા લોકોને જોતા જોઇએ છીએ જે લોકો તેમના જીવનમાં સારા કામ કરીને માનવતા મહેકાવતા હોય છે, હાલના ચાલી

14/06/2022

માળિલા જેવા સાવ નાનકડા ગામડામાં જન્મ લઈ ઈફ્કોના ચેરમેન, એનસીયુઆઈ અને ગુજકોમાસોલના ચેરમેન પદે પહોંચેલા દિલીપભાઈ ....

04/06/2022
08/05/2022

Gujarat બગસરા તાલુકાની કાગદડીની સીમમાં ગોજારી ઘટના,બોરમાંથી મોટર કાઢતી વખતે લાગ્યો ખેડૂતને વીજ શોક,2 નાં મોત,જુઓ વીડિય...

Address

Amreli

Alerts

Be the first to know and let us send you an email when Aapdu Amreli posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Aapdu Amreli:

Share