
05/07/2025
લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ તથા આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષની ઉજવણીના ઉપક્રમે, આજ રોજ આણંદ ખાતે દેશની સૌપ્રથમ ત્રિભુવન સહકારી યુનિવર્સિટીના ભૂમિપૂજનનો ઐતિહાસિક કાર્યક્રમ યોજાયો.
આ યુનિવર્સિટીનું ભૂમિપૂજન માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહના પાવન હસ્તે તેમજ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની વિશેષ ઉપસ્થિતિમાં સંપન્ન થયું.
125 એકર વિસ્તૃત જમીન પર આશરે ₹500 કરોડના ખર્ચે નિર્માણ પામનારી ત્રિભુવન સહકારી યુનિવર્સિટી સહકારી આંદોલનને નવી દિશા અને દૃઢતા આપશે તથા ભવિષ્ય માટે પ્રશિક્ષિત માનવબળ તૈયાર કરવામાં મહત્વની ભૂમિકા નિભાવશે.
આ પ્રસંગે કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રી કૃષ્ણપાલ ગુર્જર, શ્રી મુરલીધર મોહોલ, વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી, ગુજરાત રાજ્ય સરકારના મંત્રીઓ, જીલ્લા સાંસદશ્રી, ધારાસભ્યોશ્રી તેમજ સહકારી ક્ષેત્રના અગ્રણીઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા.