09/11/2025
મ્યાનમારથી 300 પ્રવાસીને લઇ જનાર હોડી પલટી, 10ના બચ્યાં જીવ, અન્ય લોકો લાપતા
થાઈલેન્ડ અને મલેશિયાની સરહદ નજીક હિંદ મહાસાગરમાં મ્યાનમારથી આશરે 300 પ્રવાસીઓને લઈ જતી હોડી પલટી હતી. આ ઘટનામાં 10 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. બચાવ ટીમોએ દરિયામાં તરતા એક વ્યક્તિનો મૃતદેહ શોધી કાઢ્યો હતો. અને અન્ય લોકો લાપતા થયા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે બોટનું ચોક્કસ સ્થાન અને ડૂબવાનો સમય તાત્કાલિક જાણી શકાયો નથી. મલેશિયાના એક અધિકારીએ જણાવ્યું હતું કે હોડી થાઈ પાણીમાં પલટી હતી. તેમણે ચેતવણી આપી હતી કે સરહદ પારની ગેંગ દરિયાઈ માર્ગોનો ઉપયોગ કરીને સ્થળાંતર કરનારાઓનું શોષણ કરવામાં વધુને વધુ સક્રિય બની રહી છે.