DNS News and beyond

DNS News and beyond ખબર એકદમ સાચી
(2)

13/09/2025

નર્મદા જિલ્લામાં રસ્તાઓની હાલત અતીશય કફોડી જોવા મળી રહી છે ત્યારે કોંગ્રેસ દ્વારા આજે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું.

12/09/2025

વાગરાના દહેજની ઓર્ગેનિક ઇન્ડસ્ટ્રીયલમાં ભયંકર આગ, વેરહાઉસ બળીને ખાખ,

ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી આકાશમાં દેખાયા, સ્થાનિકોમાં ભયનો માહોલ.

12/09/2025

ઝગડીયા તાલુકામાં વાહનચાલકો ને થોડી રાહત મળશે..પાણીનો ચાંટકાવ કરતા નજરે પડ્યું...માર્ગમકાન વિભાગ...!

પરંતુ સવાલ એ કે ડામર રોડ નું કામ ક્યારે....??

શુ ચાર માર્ગીય રસ્તા નું કામ પૂર્ણ થશે કે પછી ચવાઈ જશે...

""પેહલા ચાર માર્ગીય રસ્તો તો બનાવો સાહેબ પછી સિક્સ લેન માર્ગ નું કામ કરજો.""".:'આમજનતા....

12/09/2025

ભરૂચ: પાલેજ માર્ગ પર ભૂખી ખાડીમાંથી અજગરનું રેસ્ક્યુ,વિભાગે માછલી પકડવાની જાળમાંથી અજગરને બચાવ્યો.

12/09/2025

માઁ નર્મદા માં પાણી ઓસરતા નદીમાંથી બે દિવસમાં બે મૃતદેહ મળ્યા:

કુકરવાડા પાસેથી ભાલોદના યુવકનો મૃતદેહ મળ્યો, ગોલ્ડન બ્રિજ પાસેથી મળેલા મૃતદેહની ઓળખ બાકી

12/09/2025

નલ હાઇવે 48 ઉપર આવેલા ખરોડ ગામ નજીક તાજેતરમાં જ બનાવાયેલા બ્રિજ પર થોડા જ દિવસોમાં મોટા મોટા ખાડા પડી જતા વાહનચાલકોના જીવ જોખમમાં

વાહનચાલકો બ્રિજનો માર્ગ ટાળી સર્વિસ રોડ પરથી પસાર થવા મજબૂર બનતા ભારે ટ્રાફિક જામ સર્જાઈ

12/09/2025

વાલિયા તાલુકાના પઠાર ગામની ઉભરાતી ગટરો થી ગ્રામજનો ત્રાહિમામ.....
પઠાર ગામે મહિનાઓ થી ગટરનું ગન્દુ દુર્ગંધ મારતું પાણી ઠેર ઠેર નજરે પડી રહ્યું છે..
તલાટી તેમજ ગામના સરપંચ ને રજુઆત છતાં સરપંચ અને તલાટીક્રમ મંત્રી આળસ ખંખેરતા નથી...
#ગટર

12/09/2025

અંકલેશ્વરમાં સ્વ. અહમદ ભાઈ પટેલની પ્રતિમા સ્થાપના અંગે આવેદનપત્ર

અંકલેશ્વર નોટિફાઇડ એરિયા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જીવનભાઈ સાવલિયા તથા કોંગ્રેસના આગેવાનો દ્વારા આજે નોટિફાઇડ એરિયા ઓથોરિટી ને સ્વર્ગીય અહેમદભાઈ પટેલની પ્રતિમા સ્થાપવાના મુદ્દે આવેદનપત્ર પાઠવાયું

12/09/2025

અંકલેશ્વરની યુપીએલ યુનિવર્સિટી ઓફ સસ્ટેનેબલ ટેકનોલોજી વિદ્યાર્થીઓ માટે એકેડેમિક ઍક્સેલન્સ એવોર્ડ સમારોહ અભ્યુત્થાન-૨૦૨૫નું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ મેડલ અને રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા.

12/09/2025

અંકલેશ્વર હાઇવે પરથી પકડાયેલા કેમિકલ વેસ્ટ મામલે ત્રણ વર્ષથી ફરાર ટેન્કર માલિક ઝડપાયો

અંકલેશ્વર પોલીસે ત્રણ વર્ષથી નાસતા ફરતા ટેન્કર માલિકને ઝડપી પાડ્યો હતો

12/09/2025

ભરૂચ એસ.ઓ.જી. ની ટીમે ભરૂચના"હની સ્પા" નામના સેન્ટર પર છાપો મારી દેહવ્યાપારનો પર્દાફાશ કર્યો હતો.

11/09/2025

ભરૂચ: શિક્ષણમાં નવી પાંખ, ૧૩૬ આચાર્યોએ અદાણી પેટ્રોનેટ પોર્ટની મુલાકાત લીધી

Address

Ankleshwar
393001

Telephone

+916353873816

Website

Alerts

Be the first to know and let us send you an email when DNS News and beyond posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to DNS News and beyond:

Share