13/12/2025
અંકલેશ્વર રામકુંડ માં પાણીની ટાંકી નું નિર્માણ પાલિકા દ્વારા કરવામાં આવશે. નગર સેવા સદન દ્વારા ₹15 લાખના ખર્ચે કામગીરી અંગે ખાતમુહૂર્ત કરાયું હતું. ટાંકીના નિર્માણથી રામકુંડ આવતા હજારો નર્મદા પરિક્રમા વાસીઓ અને ગૌશાળા અને પૂરતા પ્રમાણમાં પાણી મળશે.