Aryansinh zala

Aryansinh zala આર્યનસિંહઝાલા
સોશિયલ મિડિયા યોદ્ધ

28/09/2023
26/08/2023

કપડવંજ કઠલાલ વિધાનસભા ના યુવાન અને લોકલાડીલા ધારાસભ્ય રાજેશભાઇ ઝાલા ને જન્મ દિવસ ની ખૂબ ખૂબ શુભકામનાઓ 🎂🎂
Rajesh Zala
Rajesh zala
Happy Birthday Zala Fan

25/08/2023

ડાકોર પૈસા આપી દર્શન કરવા કરતાં મહીપત સિંહ ચૌહાણ ના શિક્ષણ એ જ કલ્યાણ સંકુલ મા 500 રૂપિયા દેવા સારા 🙏
રણછોડરાયજી રાજી થાશે.
Mahipatsinh chauhan

22/08/2023

12 પાસ માટે તલાટી અને પોલીસ મા કાયમી ભરતી અને સ્નાતક અનુસ્નાતક ટેટ- ટાટ વિદ્યાર્થીઓ માટે 11 મહિના કરાર આધારિત ભરતી. ?????

દેવભૂમિ ઉતરાખંડના ગંગોત્રી નેશનલ હાઈવે પર બસ ખીણ માં ખાબકી જવાના કારણે ગુજરાતી પરિવારના ૭ યાત્રાળુઓ ના મૃત્યુ તેમજ ૨૭ લો...
21/08/2023

દેવભૂમિ ઉતરાખંડના ગંગોત્રી નેશનલ હાઈવે પર બસ ખીણ માં ખાબકી જવાના કારણે ગુજરાતી પરિવારના ૭ યાત્રાળુઓ ના મૃત્યુ તેમજ ૨૭ લોકોના ઘાયલ થયાના દુઃખદ સમાચાર પ્રાપ્ત થયા છે.

દેવાધિદેવ મહાદેવ તમામ મૃતકોના દિવ્ય આત્માને શાંતિ તેમજ સદગતિ અર્પે તથા તેમના પરિજનોને આ દુઃખદ ઘડી સહન કરવાની શક્તિ પ્રદાન કરે તેવી પ્રાર્થના.

 #ક્ષત્રિય સમાજ નો સંપુર્ણ ઇતિહાસ       પ્રતિષ્ટિત ઈતિહાસકારોએ ક્ષત્રિય વંશના ઈતિહાસ પર આજ સુધી ઘણું બધું લખ્યું છે. ઈતિ...
21/08/2023

#ક્ષત્રિય સમાજ નો સંપુર્ણ ઇતિહાસ

પ્રતિષ્ટિત ઈતિહાસકારોએ ક્ષત્રિય વંશના ઈતિહાસ પર આજ સુધી ઘણું બધું લખ્યું છે. ઈતિહાસકારોએ અનેક પુરાવાઓ દ્વારા પોતાની કલમ ને સત્ય અને નિષ્પક્ષ સાબિત કરી છે. તેમ છતાં આ વિષય આજે પણ અપુર્ણ છે.

ક્ષત્રિય વંશાવળી ,ગોત્ર, પવિત્ર પરંપરાઓ , માન મર્યાદાઓ , વીરતાઓનોજ ઈતિહાસ છે. ક્યારેક એવું લાગે છે કે ઈતિહાસકારોએ ‘ક્ષત્રિય ઈતિહાસ’ પર પોતાની સંકુચિત ભાવનાઓનો વધારે પડતો સમાવેશ કર્યો છે.

ભારતનો દરેક બુદ્ધીશાળી વર્ગ જાણે છે કે , ભારતના ઈતિહાસને જો ક્ષત્રિયોનો ઈતિહાસ કહેવામાં આવેતો એમાં કોઇ અતિશયોક્તિ નથી. કારણ કે ભારતનો ઈતિહાસ ૯૦ ટકા ક્ષત્રિયો દ્વારા બનાવવામાં આવ્યો છે. જો ઈતિહાસના પાનામાંથી ક્ષત્રિય શબ્દ કાઢી નાખવામાં આવેતો , બાકી બે પુંઠા જ વધે. આમ છતાં પણ ઈતિહાસમાં ક્ષત્રિયોનું સ્થાન નગણ્ય છે.

વૈદિક કાળ , ઉત્તર વૈદિક કાળ , બૌદ્ધ , મૌર્ય , ગુપ્ત અને હર્ષવર્ધનના શાસન સુધી ભારત દેશની રક્ષક જાતિ “ક્ષત્રિય” ના નામથી ઓળખાતી હતી , પરંતું હર્ષવર્ધનના શાસનાકાળ પછી ઈતિહાસમાં એક નાટકિય વળાંક આવે છે અને એક નવું નામ “રાજપૂત” ક્ષત્રિય જાતિ માટે આવે છે. ખરેખર ભારતના મુળનિવાસી ક્ષત્રિયો માટે “રાજપૂત” શબ્દ નહી પણ “રજપૂત” શબ્દ હોવો જોઇએ .કારણકે રાજપૂત શબ્દ પરદેશી આક્રમણકારો લાવેલા છે. પરંતું હર્ષવર્ધનના શાસનકાળ પછી ભારતમાં એકછત્ર રાજ્યનો અભાવ થઈ ગયો. રાજ્યોના અડધા ઉપરના શાસકો રજપૂતો જ હતા. આથી આ યુગને “રજપૂત યુગ” કહેવામાં આવે છે. ઈતિહાસકારોએ ક્ષત્રિય વંશને જ અહીથી રજપૂત વંશ બનાવી દીધો. અને ક્ષત્રિય વંશને એક નવી જાતિ બનાવી દીધી.

ઈતિહાસકારોએ રાજપૂતોને વિદેશીયોના સંતાન અથવા ક્ષત્રિયોથી અલગ બતાવવાનું સૌથી મોટું કારણ એ બતાવ્યું છે કે , છઠ્ઠી સદી પહેલાં કોઇપણ પ્રાચીન ગ્રંથમાં રાજપૂત શબ્દની ચર્ચા કે પુરાવા મળતા નથી.પરંતું એ પ્રાચીન ગ્રંથોમાં રાજપુત્ર ની ચર્ચા થયેલી જોવા મળેછે.ઈતિહાસકારોએ રાજપુત્ર અને રાજપૂત ને અલગ-અલગ બતાવ્યા છે.રાજાને જો એકથી વધારે સંતાનો હોયતો ,પરંપરા ને અનુસાર સૌથી મોટા પુત્રને જ રાજ્યના ઉતરાધિકારી બનાવવામાં આવતા હતા.તથા તેને રાજા કહેવામાં આવતો હતા.તેમજ અન્ય નાના પુત્રોને રાજપુત્ર કહેવામાં આવતા હતા.પાછળથી આ રાજપુત્રો નાના રજવાડાઓમાં ભાગલા પાડીને રાજા અથવા તો શાસક બની ગયા.અને આમ પાછળથી આજ રાજપુત્ર સમુહવાચક યા જાતિવાચક બની ગયા. રાજપૂત હિન્દી નો શબ્દ છે. અને આ સંસ્કૃત શબ્દ રાજપૂત્રનો અપભ્રંશ છે. પ્રાચીન ગ્રંથોમાં રાજપૂતો માટે રાજપુત્ર, રાજન્ય, બાહુજ વગેરે શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

ક્ષત્રિયના મુખ્ય ત્રણ વંશ છે.

૧. સૂર્યવંશ
૨.ચન્દ્રવંશ
૩અગ્નીવંશ

સુર્યવંશ

સૂર્યવંશમાં પ્રથમ ઇક્ષ્વાકુ થયા. જેમની રાજધાની અયોધ્યા નગરી હતી. ઇક્ષ્વાકુ વૈવસ્વત મનુના પુત્ર હતા. પુરાણ આદિ અધ્યયનથી જાણવા મળે છે કે , બ્રહ્માથી મરીચ , મરીચથી કશ્યપ, કશ્યપથી સૂર્ય, સૂર્યથી વૈવસ્વત મનુ થયા. વૈવસ્વત મનુએ અયોધ્યા નગરી વસાવી અને તેમના સૌથી મોટા પુત્ર ઇક્ષ્વાકુ અયોધ્યા ના પ્રથમ રાજા થયા. આજ ઇક્ષ્વાકુ રાજાથી સૂર્યવંશની ઉત્પતિ થઈ .

સૂર્યવંશ રાજાઓની વંશાવળી આ મુજબ છે.

મનુ , ઇક્ષ્વાકુ , વિકુક્ષિ , પરંજય, અનેના , પૃથુ , કૃષદશ્વ , અન્ધ્ર , યુવનાશ્વ , શ્રાવસ્ત , વૃદિશ્વ , કુવલાયાશ્વ , દ્ઢાશ્વ , પ્રમોઢ , હર્યશ્વ , નિકુમ્ભ , સન્હતાશ્વ , કૃશાશ્વ , પ્રસેનજિત , યુવનાશ્વ , માન્દ્યાતા , પુરુકુત્સ , સદસ્યુ , સમ્ભન , અનરણ્ય , ત્રસદશ્વ , હર્યશ્વ , વસુમાન , ત્રિધન્વા , ત્રખ્યારૂણિ , સત્યવૃત , હરિશ્ચન્દ્ર , રોહિતાશ્વ , હરિત , ચંચુ , વિજય , રુરુક , વૃક , વાહુ , સગર , અસમંજસ , અંસુમાન , દિલીપ , ભગીરથ , શ્રુત , નાભગ , અમ્બરીષ , સિન્ધુદ્વીપ , અયુત્રાયુ , ઋતુપર્ણ , સર્વકામ , સુદાસ , સોદાસ , અશ્મક , મૂલક , દશરથ , એદવિદ , વિશ્વસહ , દિલીપ , રઘુ , અજ , દસરથ , રામચન્દ્ર , કુશ , અતિથિ , નિષધ , નળ , નભ , પુણ્ડરીક , ક્ષેમધન્ધ , દેવાનીક , પારિયાગ , દલ , બલ , દત્ક , વૃજનામ , શંયાણ , ધ્યુપિતાશ્ન , વિશ્વસહ , હિરણ્યનામ , પુષ્ય , ધૃવ , સન્ધિ , સુદર્શન , અગ્નિવર્ણ , શીર્ઘ્ર , મરુ , પ્રસુશ્રુત , સુસન્ધિ , અમર્ષ , સહસ્વાન , વિશ્ષભન , બૃહદવલ , બ્રહદ્રર્થ , ઉરુક્ષય , વત્સવ્યૂહ , પ્રતિવ્યોમ , દિવાકર , સહદેવ , વૃહદશ્વ , ભાનુરથ , પ્રતીતીશ્વ , સુપ્રતીક , મરુદેવ , સુનક્ષ , કિન્નણ , અંતરિક્ષ . સુપર્પ્પ , અભિત્રજિત , વૃહદ્રાજ , ધર્મી , કૃતંજય , રંણજય , સંજય , શાક્ય , શુદ્ધોધન , સિદ્ધાર્થ , રાહુલ , પ્રસેનજિત , ક્ષુદ્રક , કુણ્ડક , સુરથ , સમિત્ર .

ઉપરોકત માન મુખ્ય -૨ સૂર્યવંશી રાજાઓના છે. કારણ કે મનુથી રામ સુધી ફકત ચોસઠ રાજાઓના નામો મળ્યા છે. જો કે આ એક ખુબજ લાંબો સમય છે. જેથી બધાજ રાજાઓના નામો મળવા અસંભવ છે.

દશરથજી ના ચાર પુત્રો શ્રીરામ , લક્ષ્મણ , ભરત તથા શત્રુઘ્ન થયા. આ ચારેય ભાઇઓના બે –બે પુત્રો થયા. શ્રીરામ ના લવ અને કુશ , લક્ષ્મણ ના અંગદ અને ચન્દ્રકેતુ ,ભરત ના તક્ષક અને પંષ્કલ , શત્રુઘ્ન ના સુવાહુ અને બહુશ્રુત થયા. આ વંશમાં આ ઉપરાંત ઘણા બધા રાજાઓના નામ ભાગવત અને પુરાણોમાં છે. પરંતુ એ નામો વિસ્તાર થવાના ભયથી છોડી દેવામાં આવ્યા છે.

ચન્દ્રવંશ

ચન્દ્રવંશીય ક્ષત્રિય બ્રહ્મા ના બીજા પુત્ર અત્રિના સંતાન છે. મહર્ષિ અત્રિ ના ધર્મપત્ની અનસુઈયા ના સૌથી મોટા પુત્ર સોમ યાની ચન્દ્ર હતા. સોમ ના વંશ હોવાના કારણે સોમવંશ અથવા ચન્દ્રવંશ કહેવાયા.

સોમ અથવા ચન્દ્રનો પુત્ર હતો . જેને પોતાની રાજધાની પ્રતિષ્ઠાનપુર બનાવી .બુધનો પુત્ર પુરુરવા હતો. જેનાથી આયુ, આયુથી નહુષૂ , નહુષૂથી યયાતિ થયા. યયાતિને બે પત્નીઓ હતી. એક શર્મિષ્ઠા તથા બીજી દેવયાની જે શુક્રાચાર્યની પુત્રી હતી.રાણી શર્મિષ્ઠાને ત્રણ પુત્ર દહ્લુ (dahlu) પુરુ તથા અનુ થયા. રાણી દેવયાનીથી યુદુ તથા દુર્વસુ થયા .

ચન્દ્રવંશી નરેશોની નામાવલી આ પ્રકારે છે.

અત્રિ , સોમ યા ચન્દ્ર , બુધ , પુરુરવા , આયુ , પુરુ , જનમેજય , પ્રચિન્વાન , પ્રવીર , મનસયુ , અભયદ , સુધૂ , બહુગત , સંયાતિ , અહંયોતિ , રૌદ્રાશ્ષ , ઋતેપુ , મતનાર , તસુ , એલીન , દુષ્યંત , ભરત , મન્યુ , વૃહખમ , સુહોત્ર , હસ્તી , અજમીઢ , ઋણ , સંવરણ , કુરુ , જન્હૂ , જનમેજય સુરથ , વિદુરથ , સાર્વભૌમ , જયત્સે , આરાધિત , આયુતાયુ , અક્રોધન , દેવાતિથિ , ઋક્ષ , ભીમસેન , દિલીપ , પ્રતીપ , શાંતનુ , વિચિત્રવિર્ય , પાણ્ડુ , યુધિષ્ઠિર , પરિક્ષિત , જનમેજય , શતાનિક , સહસ્માનિક , અશ્વમેઘ , દત , અધિસીશકૃષ , નિચક્ષુ , ઉષ્ણ , ચિત્રરથ , સુચિરથ , વૃષ્ણિભાન , સુષેણ , યુનીથ , રુચ , નૃયક્ષુ , સુખીવલ , પરિપ્લવ , સુનય , મેઘાવી , નૃપુજય , મૃદ , તિગ્મ , વૃહદરથ , વસુદાન , શતીનિક , ઉદયન , વહીનર , દણ્ડપાણિ , નિરામિ , ક્ષેમક .

શાંતનુની પહેલી રાણી ગંગાથી દેવવ્રત ભીષ્મ તથા બીજી રાણી સત્યવતીથી ચિત્રાંગદ અને વિચિત્રવિર્ય થયા . ચિત્રાંગદથી ધ્રુતરાષ્ટ તથા વિચિત્રવિર્યથી પાણ્ડુ ઉત્ત્પન્ન થયા , ધૃતરાષ્ટ ના દુર્યોધન વિગેરે ૧૦૦ પુત્ર તથા પાણ્ડુથી કર્ણ , યુધિષ્ઠિર , અર્જુન , ભીમ , નકુલ , સહદેવ વિગેર થયા, યુધિષ્ઠિરની રાણી દેવિકાથી યોદ્ધેય , દ્રોપદીથી પ્રતિવિમ્વ , સુતસોમ , શ્રુતકીર્તિ , શતાનિક , શ્રુતકર્માનો જન્મ થયો . અર્જુનની રાણી સુભદ્રાથી અભિમન્યુ અને અભિમન્યુથી પરીક્ષિતનો જન્મ થયો

અગ્નીવંશ

क्षत्रत्किल त्रयत इत्युद्र क्षत्रस्य शब्दों भुवनेषु रुढ:
राज्मेन किं कદ્વિपरीत वृते : प्राणैरुप कोशमलिन सर्वा:

અર્થાત વિશ્વને આંતરિક અને બાહ્ય અત્યાચારો જેવા કે , શોષણ , ભૂખ , અજ્ઞાન , અનૈતિકતા , અનાચાર તથા શત્રુ (દુશ્મન) દ્વારા પહોંચાડવામાં આવેલી જન-ધનના નુકશાનથી બચાવવાવાળો ક્ષત્રિય જ છે. આનાથી અલગ કાર્ય કરવાવાળો ક્ષત્રિય ના હોઈ શકે અને ના તે શાસન કરવા માટે અધિકારો ધરાવી શકે .

પવાર અથવા પરમાર , ચૌહાણ અથવા ચાહમાન , ચાલુક્ય અથવા સોલંકી તથા પ્રતિહાર –પઢિયાર આ ચાર વંશો ને ઇતિહાસકારો અગ્નિવંશીય માને છે. ચન્દ્ર વરદાયીનો મત છે કે જ્યારે પરશુરામે પૃથ્વીને ૨૧ વાર ક્ષત્રિય શૂન્ય કરી દીધી હતી ત્યારે રાક્ષસોએ ઋષિઓને સતાવવાનું શરુ કરી દીધુ હતું . આવા સમયે વશિષ્ઠ વિગેરે ઋષિયોએ આબુ પર્વત યજ્ઞ કર્યો અને ભગવાનને પ્રાથના કરી કે અમારી રક્ષા માટે એક શક્તિશાળી જાતિ ઉત્ત્પન્ન કરવામાં આવે . આમ થયા પછી આ યજ્ઞમાંથી ચાર અતિ શક્તિશાળી પુરુષો પેદા થયા .જેમણે પોતાના નામોથી ૪ (ચાર) વંશ ચાલુ કર્યા.

કવિ ધનપાલે ‘તિલક મંજરી’માં , ‘અવુલફ જન્મ આઈને-એ-અકબરીમાં , કવિ યોધરાજે ‘હમ્મીર રાસો’ માં તથા કવિ પદમગુપ્તે ‘નવ સાહસિક ચરિત્ર’ માં આ વિષે પુષ્ઠિ કરી છે.

આ મત માનવાવાળા કહે છે કે જ્યાં આ યજ્ઞ થયો હતો ત્યાં ‘ક્ષત્રિય અભિયંત્ર ‘ મઠ હતો . આથી આ યજ્ઞમાંથી ઉત્તપન્ન થયેલા પુરુષો અગ્નિવંશી ક્ષત્રિયો તરીકે ઓળખાયા. દા.ત. જેવી રીતે મહાભારતમાં વર્ણિત દ્રૌપદી , ધૃષ્ટધુમ તથા અંગીર ઋષિ વગેરેની ઉત્પત્તિ પણ અગ્નિકુંડમાંથી થઈ છે. જયારે દેશમાં બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મના પ્રચારકોએ અહિંસાનો પ્રચાર શરુ કર્યો તો તેનો લાભ વિદેશીયોએ ઉઠાવ્યો. હર્ષવર્ધન પછી દેશ નાના નાના રજવાડાઓમાં વિભાજિત થઈ ગયો. ત્યારે વિદેશીયોએ આ રજવાડાઓ ઉપર આક્રમણ કરવાનું શરુ કર્યું . આથી દેશમાં તબાહી મચી ગઈ . આ સમયે ‘વશિષ્ટ પીઠ ‘ ના કોઇ ઋષિએ ક્ષત્રિયોનો એક સંઘ બનાયો અને તે સંઘે વિદેશી આક્રમણકારોને ભગાડી દિધા તથા ફરીથી દેશમાં શાંતિની સ્થાપના કરી. ઉપરોકત ચાર વંશ કે જે અગ્નિવંશ કહેવાય છે , તે આ સંઘમાં સામેલ થયા.

ભવિષ્ય પુરાણમાં એવુ વર્ણન આવે છે કે જે સમયે બૌધ્ધ અને જૈન ધર્મોનો પુર્ણત: વિકાસ થયો તે સમયે વૈદિક ધર્મ નષ્ટ થવા લાગ્યો. આથી કાલ્પ- કુબ્જ બ્રાહ્મણોએ વેદવિધિથી અગ્નિ કુણ્ડ તૈયાર કરી , વૈદિક મંત્રોથી હવન કુણ્ડ માં ‘બ્રહ્મ હોમ’ નામનો યજ્ઞ કર્યો હતો અને ઉપરોકત ચારેય વંશો તેમાંથી દીક્ષિત થયા હતા.

ભિન્ન- ભિન્ન ઇતિહાસકારોના મતાનુસાર ક્ષત્રિયોના વંશોનું વિવરણ આ પ્રકારે છે.

મહાકવિ કાલ્હણએ ‘રાજ તરંગીણી’માં ક્ષત્રિયોના ૩૬ વંશોની વિસ્તૃત ચર્ચા કરી છે. ‘પૃથ્વીરાજ રાસો’માં વર્ણન છે કે,

वंश क्षत्रिय गनीजे भारी, च्वार कुली कुल तीन ,
सव सु जात जोनी भग …ए ब्रह्मा अविशेष विसिष्पिए

રવિ શશિ જાદવ વંશ , કુકુસ્થ પરમાર સદાકર ચાહુવાન ચાલુક્ય , છંદ સિલાર આમીયર દોયમત મકવાન , ગરુજ ગોહિલ ગોહિલપુત્ર ચાપોત્કટ પરિહાર , રાવ રાઠૌર શેસજુત દેવશ વંક સૈનવ અગ્નિ , યોતિક પ્રતિહાર દુધિષટ કારટટપાલ કોરપાલ હંએ , હરિતટ ગૌર કલાવમદ ધન્ય પાલક નિકુમ્ભ વર , રાજપાલ કીવ નીસ કાલ છરક્કે આદિ હૈ વરને વંશ છત્તીસ .

ઉપરોકત પદ્યનુ વિશ્લેષણ કરતાં લખવામાં આવ્યું છે કે , રવિ ,શશિ અને જાદવ (યાદવ) વંશ નુ તો પુરાણોમાં વર્ણન છે પરંતુ તેમની ૩૬ શાખાઓ છે.

આ સુચિમાં વર્ણિત વંશ શેસજુત , અનંગ , યોતિકા , દુધિષટ , કારટટપાલ , કોરપાલ , હરિતટ , કલાવમદ , ધાન્યપાલ , રાજપાલ આદિ આજકાલ મળતા નથી . આ કાં તો વિલુપ્ત થઈ ગયા છે. અથવા તો પછી સ્થળ અને વ્યકતિ થી પ્રભાવિત થઈ ને બીજ અલગ નામોથી ઓળખાય છે.

છતીસ કુળની યાદી મતીરામના અનુસાર નીચે મુજબ છે. —

સૂર્યવંશ , પેલવાર , રાઠોડ , લોહથમ , રઘુવંશી , કછવાહા , સિરમૌર , ગહલૌત , વઘેલ ( વાઘેલા) , કરબા , સિરનેત , વૈસ , નિકુમ્ભ , કૌશિક , ચન્દેલ , યદુવંશ , માહિ , ત્રેમર , વનાકર , કાકન , હરિહોવંશ , ગહરવાર , કરમવાર , રૈકવર , ભદૌરીયા , શકરવાર , ગૌર , દાક્ષિત , બગ્વલિયા, વિશ્વેન , ગૌતમ , સેંગર , ઉદવાકિયા , ચૌહાણ , પડિહાર અને સુલંકી .

કઈ ઇતિહાસકારો દ્વ્રારા પ્રકાશિત થયેલ વંશાવલી થી સંશોધન કરેલ ૩૬ કુળની યાદી નીચે મુજબ છે:-

“दस रविसे चन्द्रसे द्वादस ऋषि प्रमाण “

”चार हुतासन यज्ञ से यह छतीस कुल जान “

૧. સૂર્યવંશ :

શાખાઓ –વિશેન વંશ , દોનવાર વંશ , રઘુવંશી , લૌહથમ (લોહતમિયા).

૨. ગ્રહલોત અથવા ગહલોત અથવા ગહલૌત –ગેહલોત

શાખાઓ – ગોહિલ , સિસોદિયા , મહથાન , ચમિયાલ , કડિયાર અથવા મડિઔર ,ભોંસલા .

ગોરખાવંશ , સિન્ધિયા .

૩. નિકુમ્ભ:

શાખાઓ – શ્રીનેત અથવા સિરનેત , નરવની અથવા નરૌની , કટહરિયા .

૪. નાગવંશ:

શાખાઓ – કર્કોટક (કાશ્મીર માં) , તક્ષક (પંજાબ તથા કાશ્મીરમાં) , ટાંક વંશ

(પંજાબમાં) , પંચકર્પટ વંશ (પંજાબમાં) .

૫. યાદુ (યાદવ વંશ ) :

શાખાઓ –યદુવંશ , ભાટીવંશ , હૈહય વંશ ,જાડેચા(જાડેજા) , કલચુરી વંશ યા

કલચુરીયા વંશ

૬. રાઠૌર યા રાઠોડ વંશ :

શાખાઓ – રૈકવર , જાયસ , કૈલવાડ , સૂરવાર , દહિયા , મહરૌડ (મહારાઉલ) .

૭. ચહુવાન યા ચૌહાણ વંશ :

શાખાઓ – હરડા , ખીંચી , ગોપલવાલ , ભદોરીયા , સિરોહી , રાજકુમાર .

૮. ગૌતમ વંશ :

શાખાઓ – મૌર્યવંશ , કુણ્ડવાર યા કણ્ડવાર , ગૌતમિયા , ગોનિહા , અણ્ટૈયા .

૯. કછવાહા વંશ :

શાખાઓ – નરવર , કછવાહા , શેખાવટી યા શેખાવત .

૧૦. પરમાર વંશ :

શાખાઓ – ચાવડ યા ચાવગ , ડોડ (ડોડા) ઉજ્જૈન , ગન્ધવરીયા, માલવીયા , ઢેકહા,

ભુઆલ ,

૧૧. પ્રતિહાર યા પરિહાર વંશ :

શાખાઓ – ભુતહા , મલહજની .

૧૨. ચલુક યા ચાલુક્ય યા સોલંકી વંશ :

શાખાઓ – બઘેલ(વાઘેલા) , ભરસુરીયા , તાતિયા , યા ટેટિહર , ભાલેસુલાન ,

કાકનવંશ .

૧૩. વૈસ વંશ : (રાજા વાસુ ના વંશરાજ વૈસ કહેવાયા)

શાખાઓ – કોટવાહર વૈસ , કઠ વૈસ , ડોડિયા વૈસ , ત્રિલોકચન્દી વૈસ ,

પ્રતિષ્ઠાપુરી(પ્રયાગ).

૧૪. ગૌડ વંશ :

શાખાઓ – વૃહ્ન ગૌડ , ચમરગૌડ , ભટટગૌડ , ગૌડહર , અમેઠિયા.

૧૫. વડગૂજર વંશ : શાખાઓ –સિકરવાર .

૧૬. દીક્ષિત વંશ : શાખાઓ – નેવતની, દુર્ગવંશી , વિલખરિયા , કિનવાર .

૧૭. તંવર યા તોમર વંશ :

શાખાઓ – રુણેચા , વેરુઆર , રૈકવાલ યા રૈકવર , રવાતિ , વિલદારિયા .

૧૮. સોમવાલ યા ચન્દેલ વંશ :

શાખાઓ – ચમરકટે વંશ , મોહવિએ યા મહોવિયા વંશ.

૧૯. સિંગર વંશ : શાખાઓ – બરહયિયા .

૨૦. ગહરવાર વંશ : શાખાઓ –કર્મવાર , વુન્દેલા , માણ્ડા , ડૈયા.

૨૧. જિટ વંશ .

૨૨. સિલાર યા સુલાર વંશ

૨૩. વનાકર વંશ .

૨૪. ચાવડા વંશ .

૨૫. ડોડ યા ડોડા વંશ

૨૬. સોમવંશી યા ચન્દ્રવંશી :

શાખાઓ – પુરુવંશ , કુરુવંશ , હરિદ્વાર ક્ષત્રિય વંશ , કૌશિક વંશ , જનવાર વંશ ,

પલવાર યા પાલીવાલ ભૃગુવંશ .

૨૭. દહિમા વંશ : શાખાઓ – પુણ્ડીર વંશ .

૨૮. દહિયા વંશ : શાખાઓ – સિરોહી વંશ .

૨૯. કાવ વંશ.

૩૦. બડવાલિયા વંશ.

૩૧. ઉદય વાલિયા વંશ .

૩૨. કોટપાલ વંશ .

૩૩. રાજપાલ વંશ .

૩૪. ધાન્યપાલ વંશ .

૩૫. રોસ જુત વંશ .

૩૬. અનંગ વંશ .

આ યાદીમાં વર્ણિત કાવા , બડવાલિયા , ઉદય વાલિયા રાજપાલ , કોટપાલ ,

ધાન્યપાલ , રોસ જુત વંશ જિટ , સિલાર , અનંગ વંશ હાલમાં નથી મળતા .આ વંશોની વંશાવલી અથવા રિયાસતોનું વર્ણન અપ્રાપ્ય છે. ચન્દ્રવંશના ઘણા બધા વંશોનું વિવરણ મલતું નથી.

ક્ષત્રિયો ની ઉપાધિયો: યા પદવીયો :

ક્ષત્રિયોમાં સૌથી ઉંચુ રાજાઓનું પદ હતું. રાજાને પરમાત્માનું સ્વરૂપ માનવામાં આવતું હતું. રાજાઓને નરેશ , ભૂપતિ , મહીપ , મહીપતિ , રાજન્ય આદી નામોથી નવાજવામાં આવતા હતા. રાજાઓની પણ અનેક પદવીઓ હતી જેમ કે – રાજાણિરાજ , મહારાજ , મહારાજાધિરાજ , સમ્રાટ , ચક્રવર્તી સમ્રાટ કહેવામાં આવતા હતા.

રાજાઓથી નાના સરદારોને સામંત , જાગીરદાર , જમીનદાર , કિલ્લેદાર , તથા ઠાકુર (ઠાકોર) કહેવામાં આવતા હતા. રાજાઓના પુત્રોને રાજપુત્ર , રાજકુંવર , રાજકુમાર કહેવામાં આવતા હતા. રાજાના ઉતરાધિકારીને યુવરાજ કહેવાતો .

ક્ષત્રિયોના નામની સાથે સિન્હ શબ્દ લગાવવામાં આવે છે. કારણ કે ક્ષત્રિયોને સિન્હની જેમ બળવાન માનવામાં આવે છે . સિંહની ઉપાધી ધારણ કરવાવાળા સૌથી પહેલા ક્ષત્રિય મહાત્મા બુદ્ધ થયા. જેમનુ બાળપણનું નામ સિદ્ધાર્થ હતું અને તેમનું નામ સિદ્ધાર્થસિંહ તથા શાક્યસિંહ મળે છે.



શાખ્યવંશી હોવાના કારણે જ શાક્યસિન્હ લખવામાં આવ્યું છે. તેમના પછી ઉજ્જૈન ના પરમાર રાજા વિક્રમાદિત્ય ના મંત્રી અમરસિન્હ કે જેઓએ ‘અમર કોષ’ની રચના કરી હતી તેમનું નામ પણ મળે છે. તે આજથી ૨૦૦૦ વર્ષ પૂર્વે થયા હતા. તેમના પછી મહારાજા રૂદ્ર સિન્હ નું નામ આવે છે. તેમનો સમય સને ૧૮૧ થી ૧૯૬ સુધી હતો. તે પછી માળવાના પરમાર રાજાઓમાં , મેવાડના ગહેલોત નરેશોં માં બારમી સદીમાં અનેક નામ મળે છે. આ પછી સિંહ શબ્દ નો પ્રચલન બધા ક્ષત્રિયોમાં થઇ જાય છે.

बिछडे बन्धु

પરિસ્થિતિવશ મધ્યકાળ( મધ્યયુગ) માં ક્ષત્રિયોના કેટલાય વંશો રાજપૂતોથી અલગ થઈ ગયા છે. જેમાં ક્ષત્રિય તરીકે ઓળખાય છે.આ જ્ઞાતિઓ પૂર્વકાળમાં મારવાડ, મેવાડ તથા માળવા ને ગુજરાતની રાજપૂત જ્ઞાતિઓ હતી. તેમનાં રાજ્યો તૂટવાથી તેઓ ગુજરાતમાં આવીને વસ્યાં. પછી પાટણ તરફની વસ્તીમાં ભળવાથી તેઓ રાજપૂત મટી ઠાકોર કહેવાયા. ઠાકોર અપભ્રંશ ઠાકરડા થયો. મધ્ય ગુજરાતમાં વસતા ઠાકોરો સંવત ૧૬ના સૈકામાં આવીને મધ્ય ગુજરાતમાં વસ્યા. આમ તેઓ મૂળે તો રાજપૂતમાંથી છૂટી પડેલી જાતિઓ છે. તેઓ રાજપૂતોની અસલ અટકો લખાવે છે, પરંતુ પોતાને ક્ષત્રિય તરીકે ઓળખાવે છે. પોતાની રીતિનીતિઓથી પદભષ્ટ થવાથી રાજપૂતોએ તેમની સાથેનો વ્યવહાર ત્યજી દીધો છે. આ ઉપરાંત કેટલાક રાજપૂતોએ મુસ્લિમ ધર્મ અંગિકાર કરી લીધો છે. અને કેટલાક વંશોએ ઈસાઈ ધર્મ અપનાવી લીધો છે. બાબરએ જયચન્દ અને તેના પુત્ર ત્રિલોક ને મુસલમાન બનાવી દીધા તથા તેનુ નામ તાતારખાં રાખવામાં આવ્યું હતું.

उपसंहार

ક્ષત્રિય વંશાવળી લખવામાં અને વાંચવામાં જાતિવાદની ભાવના આવવી જોઇએ નહી. ક્ષત્રિય બન્ધુઓએ પોતાનો અતિતને જાણવા , એકજુટ થઈ અને રાષ્ટિય ભાવનાથી પ્રેરિત થઈને દેશને એક સુત્રમાં બાંધવાનું કાર્ય કરવું જોઇએ.

અથાગ પ્રયત્ન કરવા છતાં પણ ક્ષત્રિય વંશાવલી રૂપી સમુદ્રમાંથી માત્ર એક બુંદ મળી શકયું છે અને આને આપની સમક્ષ પ્રસ્તુત કર્યું છે. અગર જો ભાષા અને સંગ્રહિત વંશાવલીમાં કોઇ ત્રુટી કે કમી રહી ગઈ હોય તો ભાઈઓ ક્ષમા ચાહુ છું. જે વંશોની જાણકારી મળી શકી નથી તે અંગે જો કોઇ માહિતી હોય તો અવશ્યસહયોગ કરવા વિનંતી છે. જેથી તે અંગે વિસ્તાર કરી શકાય. ત્રુટીઓ અને ભુલચુક માટે હું આપ સહુની ક્ષમા પ્રાથના ચાહું

ક્ષત્રિયોના ગોત્ર

ક્ષત્રિય વંશાવલી ઉપર ઘણા ઈતિહાસકરો અને વિદ્વાનોએ મતાંતર અથવા એક મત થઈ ને ઘણું બધું લખ્યું છે. પરંતુ ક્ષત્રિયોના ગોત્ર ઉપર ખાસ કોઇ વિશેષ ધ્યાન આપ્યું નથી. વસ્તુત: વંશાવલી અને ગોત્ર બન્ને એક સિક્કાની બે બાજુ છે. જેવી રીતે સિક્કાની બન્ને બાજુ સાચી હોય તો જ સિક્કાની કિંમત થાય છે. એક બાજુ ખોટી હોય તો પણ સિક્કાની કિંમત રહેતી નથી. એવી જ રીતે ક્ષત્રિયોનો ઈતિહાસવંશાવલીથી પૂર્ણ થઈ જાય છે એવું નથી. આ માટે ગોત્ર ઉપર ખાસ ધ્યાન આપવું પડશે. એમાં ખાસ અધ્યયનની આવશક્યતા છે.

ક્ષત્રિય વંશાવલીની પ્રામાણિકતા તેના ગોત્રથી જ થાય છે. ક્ષત્રિયોના ગોત્ર આપણને પ્રાચીન ઋષિઓના સંતાન હોવાનું પ્રમાણિત કરે છે. પ્રાચીન ગ્રંથ મહાભારતમાં ઉલ્લેખ છે કે વિશ્વની શરૂઆતમાં ફકત ચાર જ ઋષિ હતા:- અંગીરા , કશ્યપ , વશિષ્ઠ અને ભૃગુ. આ ચાર ઋષિ ચાર મૂળ ગોત્ર કહેવામાં આવે છે.

“मूलगोत्राणि चत्वारि समूत्पनानि भारत:.
अंगीरा कश्यप्श्चेन वशिष्ठों भृगुरेश्च”..

આ ચાર ઋષિયોથી જ આર્યોની ઉત્પતિ થઈ. ગોત્ર ઋષિ સપ્તર્ષિયો માંથી કોઇ એક અથવા તેમના પુત્ર અથવા વંશજ હોય છે. ભૃગુ ઋષિનુ નામ સપ્તર્ષિયો માં આવતુ નથી. પરંતુ તેમના વંશજ જમદગ્નિ નુ નામ આવે છે. તેવી જ રીતે અંગીરા ઋષિના સ્થાને તેમના બે પૌત્રો ભારદ્વાજ તથા ગૌતમ ઋષિઓના નામ આવે છે. અત્રિ અને વિશ્વામિત્ર પણ સપ્તર્ષિઓ છે.

આવી રીતે અત્રિ , વિશ્વામિત્ર , ગૌતમ , ભારદ્વાજ , જમદગ્નિ , કશ્યપ , વશિષ્ઠ આ બધા સપ્તર્ષિઓ છે. આ સપ્તર્ષિઓમાં પછીથી અગસત્ય ઋષિનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ બધા ગોત્ર ઋષિઓ વેદોની જુદી જુદી શાખાઓ ના પ્રવર્તક હતા.

ચન્દ્રવંશીઓ ના ગોત્ર અત્રિ છે. કારણ કે , આ ક્ષત્રિયો ચન્દ્રના સંતાન છે અને ચન્દ્ર અત્રિ ઋષિનું સંતાન છે. સૂર્યવંશીઓની ઉત્પતિ વાલી ઋષિઓથી થઈ. જે વંશ જે ઋષિનું સંતાન છે તે ઋષિ તે વંશનું ગોત્ર કહેવામાં આવે છે. દા.ત. પરમાર વશિષ્ઠ ઋષિનું સંતાન છે . આથી તેમનુ ગોત્ર વશિષ્ઠ છે. વર્તમાન સમયમાં એક વંશ ના વંશજ અલગ-અલગ સ્થળોએ અલગ-અલગ ગોત્ર લખે છે. કેટલાય એવા વંશજ એવા છે કે જેમના ઉત્તર ભારતમાં અલગ તથા દક્ષિણ ભારતમાં ગોત્ર છે. પરંતુ તેઓ એક જ ઋષિના સંતાન છે. ક્યાંક કયાંક એક જ વંશ ની અનેક શાખાઓમાં અલગ – અલગ ગોત્ર જોવા મળે છે. ઉપરોકત પ્રશનોનો એક જ ઉત્તર છે.- ક્ષત્રિયો હજારો વર્ષો સુધી યુદ્ધમાં લિપ્ત રહ્યા. ઈ.સ. પૂર્વે તથા પછીના સમય દરમ્યાન સમગ્ર ભારત વિદેશી આક્રમણકારીઓ સામે ઝજુમતો રહ્યો . મુસ્લિમ કાળ બધો જ સમય યુદ્ધકાળ કહેવામાં આવ્યો.

આવાં ભીષણ આક્રમણો અને યુદ્ધમાં લિપ્ત રહેવાના કારણે ક્ષત્રિયો ને દેશ , ધર્મ , સંસકૃતિ તથા પોતાના જીવનનું રક્ષણ કરવાનું કઠણ થઈ ગયું. એને પુર્વવત સ્થિતિમાં લાવવાની સમસ્યા ઉત્તપન્ન થઈ. પરંતુ ત્યાં સુધી ઘણું મોડું થઈ ગયુ હતું .દેશ ,ધર્મ અને સંસ્કૃતિ ને યથાવત કરવાનું ન હતું .તથા દેશ , ધર્મ , સંસ્કૃતિ , ક્ષત્રિય વંશાવલી અને ગોત્ર પરંપરા ખુબજ ભૂલ ભૂલામણીમાં પડી ગયાં.

આવી વિષમ પરિસ્થિતિમાં જે ક્ષત્રિયો વંશો ને પોતાના ગોત્ર અને પ્રવર થી અજાણ રહ્યા તેઓએ પોતાના પુરોહિતો ના ગોત્ર ઉચ્ચારણ કરવા લાગ્યા. જેવી રીતે-

“ अथ मेषां मंत्र कृतो न स्यू: .
स पुरोहित प्रवरास्ते प्रवृणीरन “ .

प्रवर- પ્રવર નો અર્થ –શ્રેષ્ઠ , વર્ણન કરવાલાયક અથવા આવાહન કરવા લાયક. વેદોમાં અગ્નિપૂજા ને ઘણું જ મહત્વ આપવામાં આવ્યું છે. આ પૂજા ની સાથે એવા પૂર્વજ ઋષિયો ના કાર્યો નો ઉચ્ચારણ કરવામાં આવે છે કે જે અગ્નિ ને આવાહન કરતા હતા. આથી હવન કરતી વખતે પોતાના પ્રવરો ના નામ અગ્નિ દેવતા ને બતાવવા પડે છે કે હું અમુક ઋષિ નો વંશ જ છુ.

ગોત્ર ઋષિ ,પ્રવર ઋષિ તેઓના પ્રસિદ્ધ વંશ જ હોય છે. જેના નામ થી તે વંશની પ્રસિદ્ધિ થઈ.

એક ગોત્ર ઋષિના સાથે એક , બે , ત્રણ અથવા પાંચ પ્રવર હોય છે. જે વંશના જેટલા પણ પ્રવર હોય , યજ્ઞોપવીત માં એટલી જ ગાંઠો હોય છે. વૈદિક સૂત્રોની સંખ્યા નિશ્ચિત હોય છે. આથી પ્રવરોની સંખ્યા પણ નિશ્ચિત હોય છે. બોધાયન સૂત્રાનુસાર ગોત્ર તો હજારો હોય છે. પરંતુ પ્રવાર ફકત ૪૯ જ હોય છે.

જે ઋષિયો એ વેદોની ઋચાની રચના કરી હતી તે પ્રવર ઋષિઓમાં અનેક ક્ષત્રિય સમ્રાટ પણ હતા.

જેવા કે માન્ધાતા , અમ્બરિસ , યુવનાશ્વ , પુરુકુત્સ , વગેરે સૂર્યવંશી સમ્રાટ હતા. તથા સુનક મત્ર , અજામિધ વગેરે ચન્દ્રવંશી સમ્રાટો હતા. પ્રવરાધ્યાયથી એવુ જાણવા મળે છે કે વૈદિક કાળમાં ઘણા બધા ક્ષત્રિયો બ્રાહ્મણ થઈ ગયા હતા અને આ રીતે ઘણા બધા બ્રાહ્મણો ક્ષત્રિય થઈ ગયા. કારણ કે એ સમયે જાતિ પ્રથા એટલી બધી કઠોર ન હતી. જેવી રીતે કણ્વ ઋષિ કે જે મહારાજા દુષ્યંત ના પુર્વજ હતા તથા ચંદ્ર વંશમાં જન્મ્યા હતા.

પુરુકુત્સ સૂર્યવંશી ક્ષત્રિય હતા પરંતુ બાદમાં બ્રાહ્મણ થઈને અંગીરસ સમુદાયમાં ભળી ગયા. મુદગલ ચન્દ્રવંશી ક્ષત્રિય હતા પરંતુ તેમના વંશજો હાલમાં બ્રાહ્મણો છે. વાયુ પુરાણમાં ચન્દ્રવંશી સમ્રાટ ગર્ગ નું બ્રાહમણ હોવાનુ વર્ણન મળે છે. વિશ્વામિત્ર પણ વૈદિક કાળમાં ક્ષત્રિય હતા. જેમના વંશજો હાલમાં કૌશિક ગોત્રના બ્રાહ્મણો છે. કારણ કે વિશ્વામિત્રનું બીજુ નામ કૌશિક હતું.

ગોત્રના સબન્ધમાં સામાન્ય ધારણા એવી છે કે તેનાથી કોઇ એક પુર્વજ થી ચાલી આવતા વેલાનું જ્ઞાન થાય છે.

બોધાયન ને ગોત્ર પ્રવરો ની નીચે જણાવેલ તાલીકા ને માન્ય કરી છે.

ઉપસંહાર

આપણી વંશ પરંપરાઓ પ્રમાણે આપણા પૂર્વજોને માન આપવું , તેમની મર્યાદાનુસાર આચરણ કરવું અને તેમણે બતાવેલા માર્ગ પર ચાલવુ એ આપણો નૈતિક ધર્મ છે.



ક્ષત્રિયો સાથે ઈતિહાસકારોનો અન્યાય

ભારતનો ઈતિહાસ મુખ્યત્વે , શરુઆતમાં વિદેશી ઈતિહાસકારો કે જેઓ , ભારત પર નિરંતર આક્રમણ કરવાવાળી જુદી જુદી જાતિઓના સમુદાયના હતા અથવા તેમના દાસ કે ગુલામ હતા . તેઓએ લખ્યો. કે જેઓ ભારતના ઈતિહાસથી બિલ્કુલ અજાણ હતા. તેમજ તેઓને ભારતની પરંપરાઓ , રીતરીવાજો કે સંસ્કૃતિની જરાપણ ખબર ન હતી. આવા વિદેશી આક્રમણકારીઓ ના કથનોને આધાર બનાવીને અથવા તેમાં જોડ તોડ કરીને આપણા ઈતિહાસ કારોએ પણ , વસ્તુ –સ્થિતિના ઉંડાણમાં ગયા વગર , અવનવા ભાવ પરોવીને જે કઈ પણ લખ્યું છે , ખાસ કરીને પ્રાચીન ઋષિઓ તથા મધ્યકાલીન ક્ષત્રિયો વિષે , જે આપણા ઈતિહાસ સાથે એક અન્યાયકારી અધ્યાયની શરુઆત છે.



ઇતિહાસકારોએ રાજપૂત વંશો વિષે એવું લખ્યુ છે કે તેઓ પ્રાચિન ક્ષત્રિયોના સંતાનો નથી. ત્યાં સુધી કે ચન્દ્રગુપ્ત મૌર્ય , મહાન અશોક , સમુદ્રગુપ્ત , સમ્રાટ હર્ષવર્ધન વિગેરે જેવા મહાન વીર સપૂતોને ક્ષત્રિયો માનવામાં આવ્યા નથી. એવું જ નહી રાજપૂતકાળની શરૂઆતમાં જે વીર બંકા પરિહારોએ હર્ષવર્ધનથી પણ વધારે મોટુ સામ્રાજ્ય ‘ આસેતુ હિમાલય ’ કર્યું હતુ , અને તે સામ્રાજ્યનો સમય પોણા બસો(૧૭૫) વર્ષ રહ્યો હતો , તેઓને પણ વિદેશી શક – હૂણ વિગેરેના સંતાનો કહેવામાં આવ્યા છે. આવા ક્ષત્રિયોની સંખ્યા પુરા ભારતભરમાં કરોડોમાં છે. તેટલુ જ નહી આ ઉપરાંત અફઘાનિસ્તાન , પાકિસ્તાન , બાંગ્લાદેશ , બર્મા , તિબેટ વિગેરે દેશોમાં આ ક્ષત્રિયો હજારો વર્ષોથી વસવાટ કરેછે. હજારો શિલાલેખ , સેંકડો ભયંકર યુદ્ધો , જળ પ્રલય , દુર્દાંત , આક્રમણકારીયોની ક્રુર બર્બર યાતનાઓ, દ્વારા આપણી સાંસ્કૃતિક ધરોહરો , વિશ્વવિદ્યાલયો અને પુસ્તકાલયો નો વિધ્વંસ કરવામાં આવ્યો હોવા છતાં આજે પણ આપવીતી કરી રહ્યા છે. આમ છતાં આવા કરોડો ક્ષત્રિયોના વારસાગત પ્રાચિન દાવાઓને ધુળ ધાણી , તર્ક વિતર્કોથી આચ્છાદિત કરી ફકત તેમની પ્રાચિનતાને જ નહી , પરંતુ તેઓના સાંસ્કૃતિક અસ્તિત્વને પણ ઉંડો આઘાત પહોંચાડ્યો છે.

ઇતિહાસકારોએ ભારતની ભૂમિમાંથી શક અને હૂણોને બહાર તગેડી મુક્યા હતા એવા મહાન સમ્રાટ વીર ચન્દ્રગુપ્તને પણ ક્ષત્રિય ગણ્યા નથી. દુનિયાની દરેક ભાષા અને જાતિનું સાહિત્ય તેના ઇતિહાસનો ધરોહર છે. એ સત્ય છે કે ઇતિહાસકાર સમાજનો સર્જનહાર હોય છે. આથી તેણે યથાર્થ અને કલ્પના ચક્ર પર સાહિત્ય રચના કરવી પડે છે. પરંતુ ખુબજ મહત્વપુર્ણ ગ્રામિણ સાહિત્ય સત્યમ શિવમ સુન્દરમ ની આધારશીલા પર ટકી છે. જયશંકર પ્રસાદએ ચન્દ્રગુપ્ત નાટકમાં ચન્દ્રગુપ્તને ‘ પરમાર ‘ ક્ષત્રિય પુરાણોનો હવાલો આપીને વિસ્તૃત ચર્ચા કરી છે. આવી રીતે ચન્દ્રગુપ્તનો વિવાહ લિચ્છવી વંશની રાજકુમારી કુમારદેવી સાથે થયો હતો . જે ભારતીય નેપોલિયન સમ્રાટ સમુદ્રગુપ્તની માં હતી. સમુદ્રગુપ્તએ પોતાની સ્વર્ણ મુદ્રઓ પર પોતાને લિચ્છવીયોની જાતિ તરીકે ઓળખાણ આપી છે. यथा “ लिच्छवी दोहित्र: “ ચન્દ્રગુપ્ત વિક્રમાદિત્ય નો વિવાહ નાગવંશીય ક્ષત્રિય રાજકુમારી કુબેરનાગા સાથે થયો હતો. “ तंत्रो कामद्क “ નામના ગ્રંથ મુજબ મહારાજા એશ્વર્યપાલ ઈક્ષ્વાકુ વંશી હતા અને તેમનો ઉદભવ ગુપ્તવંશથી થયો હતો. બૌદ્ધ ગ્રંથોમાં પાલવંશી શાસકો , કે જેની સ્થાપક ગોપાલ હતા .જે સૂર્યવંશી કહેવાય છે. તેમની રાજધાની મુંગેર હતી . પ્રતિહારોનો પ્રભાવ અસ્ત થયા પછી પુરા મગધ પ્રદેશ ( બિહાર ) પર બંગાળના પાલવંશી શાસકોનુ શાસન થઈ ગયુ હતું. ધર્મપાલના પુત્રએ ભાગલપુર પાસે વિક્રમશીલા વિશ્વવિદ્યાલયની સ્થાપના કરી હતી. જેના અવશેષો હાલના ખોદ્કામ દરમ્યાન મળી આવ્યા છે.

14/08/2023

આજે ગામો માં ગામ પંચાયત હસ્તક તળાવ તેમજ પડતર જમીન ની માટી અને રેતી વેચી ખા નારા પણ કહે છે
મારી માટી મારો દેશ ......🇮🇳
કડવું છે પણ સત્ય છે......✌️
જય હિન્દ .......🇮🇳🪖

🎬Journey From  [2001] To   [2023]
11/08/2023

🎬Journey From [2001] To [2023]

08/08/2023

બાલાસિનોર તાલુકાની આપડા સમાજ ની હાયર સેકન્ડરી સ્કૂલોમાં આપડા સમાજ ના શિક્ષકો ની ભરતી ન કરી માત્ર પૈસા ને પ્રાયોરિટી આપી અન્ય સમાજ ના શિક્ષક મિત્રો ને ભરતી કરી હોય એવી સંસ્થાઓ માં આપડા સમાજ ના બાળકો ભણાવવા જોઈએ ખરા...?

08/08/2023

ભેંસના દૂધમાં 6 ટકા ફેટ પ્રતિ લીટર જૂનો ભાવ 50.66 રૂપિયા છે જેમાં ભેંસના દૂધમાં 6 ટકા ફેટ પ્રતિ લીટર નવો ભાવ 52.51 રૂપિયા થયો છે. જ્યારે ગાયના દૂધમાં 3.50 ટકા ફેટ પ્રતિ લીટર જૂનો ભાવ 34.33 રૂપિયા વધારો કરવામાં આવ્યો છે. ચેરમેન વિપુલ પટેલે આ અંગેની માહિતી આપી

Address

Balasinor

Website

Alerts

Be the first to know and let us send you an email when Aryansinh zala posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share