20/09/2025
વડોદરામાં ગણેશચતુર્થી બાદ ફરી કોમી શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો . જૂનીગઢી વિસ્તારમાં અજાણી વ્યક્તિએ લઘુમતી સમાજની ધાર્મિક લાગણી દુભાઈ એ રીતે AI આધારિત પોસ્ટ સોશિયલ મીડિયામાં વાઇરલ કરતાં લઘુમતી સમાજના લોકો મોડીરાત્રે રસ્તા પર ઊતરી આવ્યા હતાં. રાતના સમયે લોકોનાં ટોળેટોળાં એકઠાં થતાં તણાવપૂર્ણ પરિસ્થિતિ સર્જાઈ હતી તેમજ થોડા સમય માટે પથ્થરમારો પણ થયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસે સ્થળે પહોંચી સ્થિતિ કાબૂમાં લીધી હતી. તો બીજી તરફ રાતે જ મોટી સંખ્યામાં લોકો પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા અને ધાર્મિક લાગણી દુભાય એવી પોસ્ટ કરનાર સામે કડક કાર્યવાહીની માગ કરી હતી.સંવેદનશીલ વિસ્તાર ગણાતા જૂનીગઢમાં રાત્રે પથ્થરમારો કરાયો હતો. ટોળાએ જૂનીગઢમાં ઘૂસી વાહનો માં તોડફોડ કરી હતી.સ્થિતિ વધુ ન વણસે એ માટે પોલીસ દ્વારા નાગરિકોને અફવાઓ પર ધ્યાન ન આપવા માટે અપીલ પણ કરવામાં આવી છે. આ ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકોનું એક ટોળું સિટી પોલીસ મથકમાં ધસી આવ્યું હતું, જ્યાં પોલીસે સમજાવટથી મામલો શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો. સોમવારથી નવરાત્રિ પર્વ શરૂ થઈ રહ્યું છે, એવા સમયે જ કોમી શાંતિ ડહોળાય એવી ઘટના બનતાં પોલીસ તંત્ર સજાગપણે સક્રિય થયું છે, જોકે લોકોના ઉશ્કેરાટ અને માગણી પછી આખરે પોલીસે સોશિયલ મીડિયા પોસ્ટ અંગે ફરિયાદ સ્વીકાર્યા પછી માંડ મામલો શાંત પડ્યો હતો.પોલીસની સોસિયલ મીડિયા પર નજર છે અને જો કોઈ આવી હરકર કરશે તો પોલીસ એની સામે કાયદેસરની કાર્યવાહી કરશે. જેથી કોઈપણ પ્રકારના મેસેજ વાઈરલ કરતાં પહેલાં તકેદારી રાખવી કારણકે પોલીસની તમામ જગ્યાએ નજર છે, તો કોઈપણ આવો ઉશ્કેરાટનો માહોલ ઊભો કરશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.'
અખબાર તો કાલે આવશે, આજના સમાચાર આજે જ જોવા...જી-વન ન્યુઝના WhatsApp ગૃપ સાથે જોડાવો..
https://chat.whatsapp.com/K8JIUyYCaRCE9vzeYGwZTv