12/08/2025
: #ભરૂચની ધર્મપ્રેમી જનતાને #ઇકો-ફ્રેન્ડલી #ગણેશ #ઉત્સવ #ઉજવણી માટે જાહેર અપીલ..
ગણેશ ઉત્સવ ભારત માં ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે. ગણેશજીની POP ની મૂર્તિ વિસર્જન પછી પાણીમાં ઓગળતી ન હોવાથી, ધાર્મિક આસ્થાને ઠેસ પહોંચે છે. સાથે સાથે પર્યાવરણને પણ હાનિ પહોંચે છે. ભરૂચની ધર્મપ્રેમી તથા પર્યાવરણ પ્રેમી જનતાને સત્ ચેતના પર્યાવરણ સંગઠન ઇકો ફ્રેન્ડલી ગણેશ ઉત્સવ માટે નમ્ર અપીલ કરે છે. સત્ ચેતના પર્યાવરણ સંગઠન ભરૂચમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ ઉત્સવ માટે ઘણા વર્ષોથી કાર્યરત છે. જેના ફળ સ્વરૂપે આ વર્ષે મોટાભાગે ઇકો ફ્રેન્ડલી ગણેશજીની સ્થાપના થાય તેવું જણાય છે. આ વર્ષે ભરૂચમાં હિન્દુ સંગઠનો દ્વારા પણ ઇકો ફ્રેન્ડલી ગણેશ ઉત્સવની અપીલ કરવામાં આવી છે જે આનંદની વાત છે. સાથે સાથે આવતા વર્ષે આપણે માઁ દશામાઁ ઉત્સવ પણ ઇકો ફ્રેન્ડલી ઉજવીએ એવી સંગઠન તરફથી ભરૂચની ધર્મપ્રિય જનતાને અપીલ છે.ભરૂચમા મોટી સંખ્યામાં ઇકો ફ્રેન્ડલી ગણેશજીની સ્થાપના થવાની હોય તેવા સંજોગોમાં તંત્રને પણ ઇકો ફ્રેન્ડલી મૂર્તિનુ માં નર્મદા ના નીરમા વિસર્જન માટે અપીલ કરવામાં આવે છે.
મૂર્તિ નાની અને શ્રદ્ધા મોટી રાખવાની અપીલ કરવામાં આવી છે. આ કાર્યક્રમમાં સંસ્થાના કાર્યકરો સતિષભાઈ ઓઝા, ધવલભાઈ કનોજીયા, સંકેતભાઈ, જયદીપસિંહ યાદવ તથા દિલીપસિંહ રાજ હાજર રહ્યા હતા.
-friendly