Beautiful_bharuch

Beautiful_bharuch Follow us For bharuch City and
Gujarat Updates �


Instagram

📌 બ્રેકિંગ *જંબુસર-આમોદને જોડતા ઢાઢર બ્રિજ ઉપર ભારે વાહનોની અવરજવર પર રોક* જિલ્લા કલેક્ટર દ્વારા વિઝિટ,  ભરૂચ કલેક્ટર ડો...
11/07/2025

📌 બ્રેકિંગ

*જંબુસર-આમોદને જોડતા ઢાઢર બ્રિજ ઉપર ભારે વાહનોની અવરજવર પર રોક*

જિલ્લા કલેક્ટર દ્વારા વિઝિટ,

ભરૂચ કલેક્ટર ડો. ગૌરાંગ મકવાણા બ્રિજ પર દેખાયેલા ઝૂલનારા વીડિયો અંગે ગંભીરતા દાખવી તકેદારી રૂપે તમામ ભારે વાહનોની અવરજવર રોકવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે એસટી બસો સહિત તમામ ભારદાર વાહનો માટે વૈકલ્પિક રસ્તાની વ્યવસ્થા કરવામાં આવશે.

હાલમાં બ્રિજ પર માત્ર હલકા વાહનોની અવરજવર રહેશે, જ્યારે ભારે વાહનો માટે સંપૂર્ણ પ્રતિબંધ લાગુ રહેશે.સ્થાનિક લોકો અને વાહનચાલકોને વૈકલ્પિક માર્ગો અપનાવવાની અપીલ કરવામાં આવી છે..

📌 `ભરૂચ થી લઈને કામરેજ સુધી નો હાઈવે 10 July 2025 થી 10 August 2025 સુધી ભારે વાહનોમાટે બંધ.. તેના બદલે એક્સપ્રેસ નો ઉપય...
11/07/2025

📌 `ભરૂચ થી લઈને કામરેજ સુધી નો હાઈવે 10 July 2025 થી 10 August 2025 સુધી ભારે વાહનોમાટે બંધ.. તેના બદલે એક્સપ્રેસ નો ઉપયોગ કરવાનો રહેશે`.

ડાયવર્ઝન:-ભરૂચ થી સુરત સુધીના એન.એચ.-૪૮ પર આવેલ તાપી બ્રિજની ડાબી સાઇડ તરફથી આવતા વાહનો માટે

રૂટ:-વડોદરા-મુંબઈ એક્સપ્રેસ-વે, પેકેજ-૬ તરફ (એક્સપ્રેસ-વે પર ટુ-વ્હિલર વાહનોને મંજુરી નથી તેથી હાલમાં કાર્યરત રૂટનો જ ઉપયોગ ચાલુ રહેશે.)

સુરત ગ્રામ્ય વિસ્તારમાં નેશનલ હાઇવે 48 પર તાપી નદીના બ્રિજની મરામત કામગીરી યુદ્ધના ધોરણે શરૂ થવા જઈ રહી છે. બ્રિજના બે સ્પાન વચ્ચે જગ્યા ખસી જવાના કારણે હાલ કામચલાઉ લોખંડની પ્લેટ મૂકવામાં આવી હતી. હવે આ સમસ્યાનું કાયમી સમાધાન કરવામાં આવશે.

ભરૂચ સી. આર. ચેમ્બર્સમાં સસ્તી બ્રાન્ડના વિદેશી દારૂ બોટલોમાં ભરી મોંઘી બ્રાન્ડના લેબલ લગાવી વેચાણ કરતા એક ઝબ્બેવિદેશી દ...
10/07/2025

ભરૂચ સી. આર. ચેમ્બર્સમાં સસ્તી બ્રાન્ડના વિદેશી દારૂ બોટલોમાં ભરી મોંઘી બ્રાન્ડના લેબલ લગાવી વેચાણ કરતા એક ઝબ્બે

વિદેશી દારૂ સહિત 1.85 લાખનો મુદામાલ જપ્ત, ચાર આરોપી વોન્ટેડ

જુના તવરા ગામ પંચાયતની ચૂંટણીમાં સરપંચના વિજેતા જાગૃતિબેન પૃથ્વીરાજસિંહ વિજેતા બનતા તેઓનું વિજય સરઘસ નીકળ્યું22 જૂનના રો...
25/06/2025

જુના તવરા ગામ પંચાયતની ચૂંટણીમાં સરપંચના વિજેતા જાગૃતિબેન પૃથ્વીરાજસિંહ વિજેતા બનતા તેઓનું વિજય સરઘસ નીકળ્યું

22 જૂનના રોજ ગુજરાતમાં ગામ પંચાયતના ઇલેક્શન યોજાયા હતા જેમાં આજરોજ 25 જુને ગામ પંચાયતના મતગણતરી ભરૂચ પોલિટેકનિક કોલેજ ખાતે યોજાઇ હતી જેમાં ભરૂચ તાલુકાના જુના તવરા ગામના સરપંચ ઉમેદવાર જાગૃતિબેન પૃથ્વીરાજસિંહ સરપંચમાં 854 મતથી વિજેતા થતા તેઓનો વિજય સરઘસ આજે નર્મદા કોલેજથી લઇ જુના તવરા ગામના મુખ્ય માર્ગો પર ફરીયો હતો ત્યારે હરીફ ઉમેરવા પીનલબેન ભાવિક કુમાર ગોહિલને 1504 મત મળ્યા હતા જ્યારે જાગૃતિબેનને 2358 મત મળ્યા હતા

જાગૃતીબેન પુથ્વીરાજસિહ 854 મતથી વિજેતા બન્યા હતા

📌સાંસદ મનસુખ વસાવા ભરૂચ જિલ્લા BJP પ્રમુખથી નારાજ ?ભાજપના હોદ્દેદારોની વરણીમાં સ્થાનિક સાંસદ અને ધારાસભ્યોને વિશ્વાસમાં ...
09/05/2025

📌સાંસદ મનસુખ વસાવા ભરૂચ જિલ્લા BJP પ્રમુખથી નારાજ ?

ભાજપના હોદ્દેદારોની વરણીમાં સ્થાનિક સાંસદ અને ધારાસભ્યોને વિશ્વાસમાં ન લીધા હોવાના આક્ષેપ

જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી અંગે સોશ્યલ મીડિયામાં કરી પોસ્ટ

મનસુખ વસાવાએ પ્રકાશ મોદીને આત્મમંથન કરવા આપી સલાહ

📌ભરૂચ દહેજ રોડ પર વેસદરા ગામ પાસે આરતી ઇન્ડસ્ટ્રી કંપનીની બસની અડફેટે ૧૨ વર્ષીય પ્રિન્સ સોલંકી નામન બાળકનું મોત નિપજ્યું...
07/05/2025

📌ભરૂચ દહેજ રોડ પર વેસદરા ગામ પાસે આરતી ઇન્ડસ્ટ્રી કંપનીની બસની અડફેટે ૧૨ વર્ષીય પ્રિન્સ સોલંકી નામન બાળકનું મોત નિપજ્યું....

ભરૂચ જિલ્લાના તમામ વિસ્તાર એટલે કે ભરૂચ નગરપાલિકા, અંકલેશ્વર નગરપાલિકા, જંબુસર નગરપાલિકા તથા આમોદ નગરપાલિકા તથા જીલ્લાના...
07/05/2025

ભરૂચ જિલ્લાના તમામ વિસ્તાર એટલે કે ભરૂચ નગરપાલિકા, અંકલેશ્વર નગરપાલિકા, જંબુસર નગરપાલિકા તથા આમોદ નગરપાલિકા તથા જીલ્લાના તમામ ગામમાં આ મોકડ્રિલના ભાગરૂપે નીચે મુજબની કાર્યવાહી કરવામાં આવશે જેની સૌ નાગરિકો એ નોંધ લેવી`*

સમગ્ર માહિતી ઉપર ફોટામાં આપેલ છે

📍ભરૂચમાં તાપમાનનો પારો 46 ડિગ્રીએ પહોંચ્યો, બપોરનાં સમયે શહેરનાં રસ્તાઓ સૂમસામ બન્યા*
09/04/2025

📍ભરૂચમાં તાપમાનનો પારો 46 ડિગ્રીએ પહોંચ્યો, બપોરનાં સમયે શહેરનાં રસ્તાઓ સૂમસામ બન્યા*

ભરૂચના જ્યોતિ નગર ટર્નિંગ પાસેથી આ દીકરી મળી છે...ગુજરાતી ભાષા બોલે છે પણ પોતાનું નામ અને પરિવાર વિશે બોલતી નથી. તેના પર...
09/04/2025

ભરૂચના જ્યોતિ નગર ટર્નિંગ પાસેથી આ દીકરી મળી છે...ગુજરાતી ભાષા બોલે છે પણ પોતાનું નામ અને પરિવાર વિશે બોલતી નથી. તેના પરિવાર જનો અથવા ઓળખીતા લોકો એ ભરૂચ સી ડિવિઝન પોલીસ સ્ટેશન નો સંપર્ક કરવો.

ભરૂચમાં માનવ અંગો મળવાનો સિલસિલો યથાવત ભરૂચ બાદ દહેજમાંથી માનવઅંગ મળી આવ્યા મીઠાના અગર માંથી બિલવાસી હાથ મળી આવ્યા મૃતક ...
08/04/2025

ભરૂચમાં માનવ અંગો મળવાનો સિલસિલો યથાવત

ભરૂચ બાદ દહેજમાંથી માનવઅંગ મળી આવ્યા

મીઠાના અગર માંથી બિલવાસી હાથ મળી આવ્યા

મૃતક અંગે કોઈ સગડ નહીં

પોલીસે માનવ અંગો કબજે કરી તાબીબી તપાસ માટે મોકલ્યા

ફોરેન્સિક એક્સપર્ટ ને પણ મદદે લેવાયા

તાજેતરમાં ભરૂચમાં સચિન ચૌહાણ નામના યુવકની મિત્ર શૈલેન્દ્રસિંહ એ હત્યા કરી લાશના ટુકડા કરી માનવ અંગો કટકા કરી ગટરમાં ફેકી દીધા હતા

વધુ એક ચોક આવનાર હત્યાકાંડ સામે આવે તો નવાઈ નહી.. શું આ પણ કોઈ પર પ્રાંતિ નું કૃત્ય હશે??

*મંગળવારે નર્મદાની પગપાળા પરિક્રમાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ*- નર્મદા જિલ્લાના રામપુરા ઘાટે ઉત્તરવાહિની પંચકોશી પરિક્ર...
07/04/2025

*મંગળવારે નર્મદાની પગપાળા પરિક્રમાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ*

- નર્મદા જિલ્લાના રામપુરા ઘાટે ઉત્તરવાહિની પંચકોશી પરિક્રમા વ્યવસ્થાનું *નિરીક્ષણ* કરશે

- મુખ્યમંત્રી નર્મદા મૈયાની પૂજા અર્ચના કરી પરિક્રમાર્થીઓ સાથે *સંવાદ* કરશે

- રામપુરા ઘાટથી શહેરાવ ઘાટ સુધી CM કરશે પગપાળા નર્મદા *પરિક્રમા*

Address

Bharuch

Alerts

Be the first to know and let us send you an email when Beautiful_bharuch posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share