Gujarat Samachar

Gujarat Samachar Correspondent

10/12/2025
10/12/2025

Starlink in India | ઈલોન મસ્કની ઈન્ટરનેટ પ્રોવાઈડર કંપની સ્ટારલિંક ભારતમાં લોન્ચ થયાની ચર્ચા થઈ રહી છે. 8 ડિસેમ્બરે સ્ટારલિંકે તેની ભારતીય વેબસાઇટનું ટેસ્ટિંગ કર્યું હતું, જેથી સેટેલાઇટ ઇન્ટરનેટ સર્વિસના પ્લાન્સ પણ જોવા મળ્યા હતા. જો કે, હવે સ્ટારલિંકના વાઈસ પ્રેસિડેન્ટ લોરેન ડ્રેયરે સોશિયલ મીડિયામાં એક પોસ્ટ મૂકીને સ્પષ્ટતા કરી છે કે, ‘ડમી વેબસાઇટ ટેસ્ટિંગ વખતે ભૂલથી થોડો સમય લાઇવ થઇ ગઇ હતી. Starlink Indiaની વેબસાઇટ હાલ લાઇવ નથી. ભારતમાં ગ્રાહકો માટે સર્વિસની કિંમત નક્કી થઇ નથી અને કંપની અત્યારે કોઇ પણ ગ્રાહકના ઓર્ડર સ્વીકારી રહી નથી. અમારી કંપની હાલ તમામ મંજૂરી મળવાની રાહ જોઇ રહી છે.’

સ્ટારલિંક ઇન્ડિયાની ડમી વેબસાઇટ મુજબ, ભારતમાં સ્ટારલિંકના પ્લાન્સ લગભગ રૂ. 8600 રૂપિયાથી શરૂ થશે. આ ઉપરાંત હાર્ડવેર કિટ માટે યુઝરે રૂ. 34,000 અલગથી ચૂકવવા પડશે. જો કે, કંપનીએ આ કિંમતોને ડમી પ્રાઇસ ગણાવી છે.

26/11/2024
26/11/2024
26/11/2024
26/11/2024

IPL 2025ના મેગા ઓક્શનમાં માત્ર 13 વર્ષના વૈભવ સૂર્યવંશીને રાજસ્થાન રોયલ્સે રૂ. 1.10 કરોડમાં ખરીદ્યો હતો. હવે આ અંગે વૈભવના પિતાની પ્રતિક્રિયા સામે આવી છે. વૈભવના પિતા સંજીવ સૂર્યવંશીએ કહ્યું કે, 'મેં ક્યારેય સપનામાં પણ વિચાર્યું નહોતું કે મારા પુત્ર માટે IPLમાં આટલી મોટી બોલી લાગશે.'

26/11/2024

CERT-In Warning to Android Users : ભારત સરકારની સાઇબર સુરક્ષા એજન્સી CERT-in (ભારતીય કોમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ) એ કરોડો એન્ડ્રોઇડ યુઝર્સ માટે હાઇ રિસ્ક ચેતવણી જાહેર કરી છે. સંસ્થા મુજબ, એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમમાં અનેક સમસ્યાઓ જોવા મળી છે, જેનો ઉપયોગ કરી હેકર્સ યુઝર્સના સ્માર્ટફોન કે ટેબ્લેટ હેક કરી સેન્સિટિવ તેમજ અંગત જાણકારીઓની ચોરી કરી શકે છે. નોંધનીય છે કે, સંસ્થાએ એન્ડ્રોઇડ વર્ઝન 12થી 15 ધરાવતા ડિવાઇસને વધુ જોખમી શ્રેણીમાં સામેલ કર્યા છે.

17/11/2024

Donald Trump: ટ્રમ્પની ટીમમાં અબજોપતિથી માંડી હિંદુ સાંસદની પસંદગી, જુઓ લિસ્ટ

16/11/2024

Surat Highway: અંકલેશ્વર સ્ટેટ હાઇવે પર હાંસોટ નજીક આજે શુક્રવારે વહેલી સવારે ભાવનગરના પરિવારને એક ગમખ્વાર નડ્યો હતો. જેમાં 3 લોકોના મોત નીપજ્યાં હતાં. પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે કે કારચાલકને ઝોકું આવી જતાં અકસ્માત સર્જાયો હતો. જોકે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

13/11/2024

ગુજરાતી ક્રિકેટર અને રણજી ટીમના કેપ્ટન રહી ચૂકેલ વિકેટ કીપર બેટર પાર્થિવ પટેલને IPL 2025 અગાઉ એક મોટી જવાબદારી મળી છે. પાર્થિવ હવે ગુજરાત ટાઈટન્સની ટીમમાં આસિસ્ટન્ટ કોચ તરીકે જવાબદારી સંભાળશે. ટીમના હેડ કોચ નહેરા સાથે મળીને તે ફરીથી ટીમને મજબૂત બનાવવા અને IPL ટ્રોફીને અમદાવાદ લાવવાના પ્રયાસમાં લાગશે. GTની ટીમે સોશિયલ મીડીયા પોસ્ટ દ્વારા આ જાહેરાત કરી હતી અને લખ્યું હતું કે, 'આપણો ગુજરાતી છોકરો! પાર્થિવ ભાઇનું સ્વાગત છે!'

Address

E 208 Second Floor R. K. Casta, Behind Patel Super Market Bharuch
Bharuch
392001

Website

Alerts

Be the first to know and let us send you an email when Gujarat Samachar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category