Channel Narmada

Channel Narmada Bharuch's leading news Media
Platform for Bharuch community across globe News that touches lives of everyone. serving people of Gujarat across the world.
(1552)

Please like and also forward to all those friends and relatives to like Bharuch's leading media to get updates. Bharuch's own & Strong local television News Channel which was launched on 20 August 1998 by then Chief Minister of Gujarat. This was the first local News Channel.on Cable TV in Gujarat. Covering smallest news of any corner of Bharuch District and South Gujarat. A strong media for Promotion news , views & advertisements.

20/09/2025

અંકલેશ્વરના પીલુદ્રા ગામે વીજળી પડતા મહિલાનું મોત. 47 વર્ષીય વર્ષા જગદીશભાઈ પટેલનું મોત નિપજ્યું. ગામની સીમમાં ઢોર ચરાવવા ગયા હતા એ દરમ્યાન વીજળી પડી.

મામલતદાર અને પોલીસે તપાસ હાથ ધરી

ભાજપના જ બે જૂથો વચ્ચેની દૂધધારા ડેરી નો જંગ: અરૂણસિંહ રણા Vs. ઘનશ્યામ પટેલ ના સહકારી ક્ષેત્રમાં વર્ચસ્વ ની લડાઇ. તા.20મ...
19/09/2025

ભાજપના જ બે જૂથો વચ્ચેની દૂધધારા ડેરી નો જંગ: અરૂણસિંહ રણા Vs. ઘનશ્યામ પટેલ ના સહકારી ક્ષેત્રમાં વર્ચસ્વ ની લડાઇ. તા.20મી ના પરિણામો પર આખાય જિલ્લાની નજર.

તા. ૧૯ સપ્ટેમ્બર ૨૦૨૫ / શુક્રવાર⏳Glimpses of Today's Narmada Samachar📺GTPL Set Top Box  # 984🎥 ભરૂચની દૂધધારા ડેરીની પ્ર...
19/09/2025

તા. ૧૯ સપ્ટેમ્બર ૨૦૨૫ / શુક્રવાર
⏳Glimpses of Today's Narmada Samachar
📺GTPL Set Top Box # 984

🎥 ભરૂચની દૂધધારા ડેરીની પ્રતિષ્ઠા ભરી ચૂંટણીમાં ભરૂચ અને નર્મદા જિલ્લામાં બંને મતદાન મથકો ઉપર 100% મતદાન શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ....

🎥 ભરૂચમાં વાદળોના ગડગડાટ અને વરસાદના થનગનાટ વચ્ચે ખેલૈયા - ગરબા અયોજકોની ચિંતા વધારતા મેઘરાજા

🎥 ઝઘડિયા ગુમાનદેવ નજીક ઓવરલોડેડ હાઈવાએ એક્ટિવા સવાર વૃદ્ધને 700 મીટર સુધી ઘસડી કચડી નાખ્યો

🎥 વાગરા યશો ઇન્ડસ્ટ્રીયલમાથી બે વર્ષ અગાઉ થયેલ કેબલ ચોરીના ગુનામાં વોન્ટેડ આરોપી ઝડપાયો

🎥 ભરૂચ પાનમ પ્લાઝાના વેપારીઓ પાલિકાએ રસ્તો ખોદી નાખતા પરેશાન

🎥 ભરૂચના અંબિકા નગર ખાતે પ્રિ નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું

🎥 ભરૂચની આર્ચી ચાંદીવાલાએ તાઈકવૉંડોની આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ગોલ્ડ મેડલ હાંસલ કર્યો

🎥 ભરૂચની શબરી વિદ્યાપીડમ અંગ્રેજી માધ્યમ શાળા દ્વારા વ્યવસાયિક મદદગારો અને આનંદમેળાનું આયોજન કરાયું

🎥 અંકલેશ્વર GIDC માં પોલીસ અને ખાણ ખનીજ વિભાગે ઓવરલોડેડ વાહનો પર બોલાવી તવાઈ

🎥 અંકલેશ્વર શારદા ભવન ટાઉન હોલ ખાતે સેવા પખવાડિયા હેઠળ પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું

🎥 અંકલેશ્વરની સંસ્કારદીપ વિદ્યાલય ખાતે પીરામણ ક્લસ્ટર કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું

🎥 અંકલેશ્વરની નાલંદા હાઈસ્કૂલ ખાતે CRC કક્ષાનું વિજ્ઞાન મોડેલ પ્રદર્શન યોજાયું

🎥 ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્વસ્થ નારી, સ્વસ્થ પરિવાર હેઠળ ગડખોલ CHC ખાતે મેગા કેમ્પ યોજાયો

🎥 અંક્લેશ્વર ચંડાલ ચોકડી નજીક યોગેશ્વરનગરમાં મકાનમાં જુગાર રમતા છ આરોપીઓ ઝબ્બે

🎥 અંકલેશ્વર ITI ખાતે એપ્રેન્ટીસ ભરતી મેળામાં 500 થી વધુ જગ્યા માટે ઉમટ્યા 400 જેટલા જ ઉમેદવારો

🎥 અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે સહયોગ હોટલ પાસેથી ડ્રમ અને બોક્ષની આડમાં સંતાડી લઈ જવાતો વિદેશી દારૂ ભરેલ આઇસર ટેમ્પો ઝડપી પાડ્યો

🎥 અંકલેશ્વર ભરૂચ વચ્ચેના નર્મદા મૈયા બ્રિજ ઉપર દેશી દારૂનો જથ્થા સાથે જતા બાઈક ચાલકે અકસ્માત કરી ભાગી છુટ્યો હતો તેને અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો

🎥 વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે અંકલેશ્વરના મંગલમ પરિવાર દ્વારા શ્રમિક અને જરૂરિયાતમંદ વર્ગને ભૂખ્યાને ભોજન સેન્ટર પર ભોજન કરાવવામાં આવ્યું

🎥 અંકલેશ્વરમાં ઓએનજીસીમાં નોકરી અપાવવા બદલ ૫૦ થી વધુ નોકરી વાંચ્છુકો પાસેથી લાખો રૂપિયા ઉઘરાવવાના ગુનામાં પોલીસે વધુ એક આરોપીની ધડપકડ કરી

🎥 વાલિયામાંથી 8 વર્ષ પહેલાં મધ્ય પ્રદેશ પોલીસ જાપ્તાની પોલીસનું અપહરણ કરી, બંદૂકની અણીએ બે આરોપીઓને ભગાડી જનાર બુટલ ગેંગનો આરોપી પકડાયો

નર્મદા સમાચાર આપની પોતાની ચેનલ : ચેનલ નર્મદા ==============================================Youtube - https://www.youtube.com/ChannelNarmadaFACEBOOK PAGE :- h...

19/09/2025

અંકલેશ્વરમાં માર્ગ અને મકાન વિભાગ અને કોન્ટ્રાકટર ની બુદ્ધિનું પ્રદર્શન જોવા મળ્યું.
કડકડીયા કોલેજથી એશિયાડ નગરને જોડતા માર્ગનું વરસતા વરસાદમાં સમારકામ શરૂ કર્યું. માર્ગ પર પડેલા ખાડા વરસાદ વચ્ચે પુરવાના પ્રયાસ કરાયા , પણ આ જ કામ વરસાદ બંધ હતો ત્યારે કરી શકાયું હોત.

તંત્રની કામગીરી કેટલી ટકશે એના પર પ્રશ્નાર્થ

અંકલેશ્વરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજવામાં આવ્યું હતું જેમાં વડોદરાના ભૂતપૂર્વમીયર અને ભારતી...
19/09/2025

અંકલેશ્વરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજવામાં આવ્યું હતું જેમાં વડોદરાના ભૂતપૂર્વમીયર અને ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા ભરત ડાંગર એ વિવિધ ક્ષેત્રમાંથી ઉપસ્થિત નાગરિકોને રાષ્ટ્ર નિર્માણમાં જોડાવા માટે અપીલ કરી હતી તેમણે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની જીવન શૈલી અને કાર્ય નિષ્ઠા અંગેના અનુભવોની વિસ્તૃત વાતો કરી હતી અને જણાવ્યું હતું કે ના ભૂતો અને ભવિષ્યતિ જેવા વડાપ્રધાન એ ભારતના ઇતિહાસમાં તેમનું નામ લખાશે. આ પ્રસંગે ઉદ્યોગ જગત તેમજ વિવિધ સામાજિક સંસ્થાઓના અગ્રણીઓ અંકલેશ્વર ભરૂચના ધારાસભ્ય સહિત ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અને અન્ય હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા.

*ભરૂચ જિલ્લા કલેકટર દ્વારા જુમ્મા મસ્જિદ માટેનું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું.....*ધાર્મિક વૈમનસ્ય ન ફેલાય,કાયદો અને વ્યવસ...
18/09/2025

*ભરૂચ જિલ્લા કલેકટર દ્વારા જુમ્મા મસ્જિદ માટેનું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું.....*
ધાર્મિક વૈમનસ્ય ન ફેલાય,કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ગુ.પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ ૩૩(૧)(સી) હેઠળ ભરૂચ પારસીવાડ/વ્હોરવાડ વિસ્તારની જુમ્મા મસ્જીદ (જામા મસ્જીદ) સ્મારક સ્થળની મુલાકાત વખતે માર્ગદર્શિકા પાલનનું જાહેરનામું બહાર પાડ્યું.....

ભરૂચના કોલેજ રોડ પર ક્રેટા કારમાંથી6 યુવાનો 14 ડેબિટ-ક્રેડિટ કાર્ડ, 8 ચેકબુક, 13 છુટ્ટા ચેક, 7 મોબાઈલ અને લેપટોપ સાથે શં...
18/09/2025

ભરૂચના કોલેજ રોડ પર ક્રેટા કારમાંથી
6 યુવાનો 14 ડેબિટ-ક્રેડિટ કાર્ડ, 8 ચેકબુક, 13 છુટ્ટા ચેક, 7 મોબાઈલ અને લેપટોપ સાથે શંકાસ્પદ હાલતમાં ઝડપાયા

- સાયબર ફ્રોડ કે કોઈ ગુનાહિત કૃત્યની અંજામ આપવાની શકયતા

- ભરૂચ લોકલ ક્રાઇમ બાંચે ₹10.50 લાખના મુદામાલ સાથે 6 ની અટક કરી હાથ ધરી તપાસ

- ઉત્તરપ્રદેશ, હરિયાણા, અમરેલી, ભાવનગર અને સુરતના રહેવાસી યુવાનોની વધુ પૂછપરછ શરૂ

🚩શ્રદ્ધા સબુરી ટ્રાવેલ્સ દિવાળી વેકેશનના પ્રવાસ✨ ટુ બાય ટુ સ્લીપર બસ🚌🎫 ટિકિટ ભાડું માત્ર 7001/-  ✳️પ્રવાસ સ્થળ✅ શ્રીનાથજ...
18/09/2025

🚩શ્રદ્ધા સબુરી ટ્રાવેલ્સ

દિવાળી વેકેશનના પ્રવાસ✨

ટુ બાય ટુ સ્લીપર બસ🚌

🎫 ટિકિટ ભાડું માત્ર 7001/-

✳️પ્રવાસ સ્થળ
✅ શ્રીનાથજી
✅પુષ્કર
✅ખાટું શ્યામ
✅ જયપુર
✅સલાસર બાલાજી
✅સાવરીયા શેઠ
✅ડાકોર

પ્રવાસ તારીખ 23મી ઓક્ટોબર✨💫

✅ એક ટાઇમ ચા નાસ્તો
એક ટાઈમ જમવા સાથે

📱આજે સંપર્ક કરો
મોબાઈલ 98249 081 38

ઓ.એન.જી.સી કંપનીમા નોકરીએ લગાડવાની લાલચ આપી ં છેતરપીડી કરનાર નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી  અંકલેશ્વર શહેર “એ” Ĭડિવઝન પો...
18/09/2025

ઓ.એન.જી.સી કંપનીમા નોકરીએ લગાડવાની લાલચ આપી ં છેતરપીડી કરનાર નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી અંકલેશ્વર શહેર “એ” Ĭડિવઝન પોલીસ

નેશનલ ઇન્વેસ્ટિગેશન કંપનીના મેનજે ર તરીકેની ખોટી
ઓળખ આપી ­વ્યક્તિ દીઠ બે લાખ તથા અઢી લાખ રૂપિયા લઇ ઓ.એન.જી.સી કંપનીમા અંકલેશ્વર,, મહેસાણા તથા ખંભાત ખાતે નોકરીએ લગાડવાની લોભામણી અને લલચામણી વાતો કરી લલચાવી કંપનીના બોગસ લેટર તથા આઇ કાડĨ બનાવી તેનો સાચા તરીકે ઉપયોગ કરી ફĬરયાદીના પĬરવારના દસ લોકો સહિત કુલ ૫૦ જટેલા લોકો પાસેથી કુ લ મળી આશરે એક કરોડ ચોર્યાસી લાખ ૧,૮૪,૦૦,૦૦૦ લઇ તેઓને નોકરીએ ન લગાડી સાહેદો સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડી કરેલ. જેમાં આરોપી ઠાકોરભાઇ મંગુભાઇ આહીર ઉ.વ.૪૭ ધંધો-ખેતી રહે , હાંસોટ રોડ, અંકલેĕર શહેર, જે નાસતો ફરતો હતો. જેને નાયબ પોલીસ અધિક્ષક અંકલેશ્વર કુશલ ઓઝા ના. માર્ગદર્શન હેઠળ ઝડપી પાડી જેલ ભેગો કરી તપાસ આદરી છે.

ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના અધ્યક્ષસ્થાને  ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાનનો પ્રારંભ, : 😀ભરૂચ ના લોકો આતુરતા થી રાહ જોઈ રહ...
17/09/2025

ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના અધ્યક્ષસ્થાને ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાનનો પ્રારંભ, :
😀ભરૂચ ના લોકો આતુરતા થી રાહ જોઈ રહ્યાં છે, સ્વરછ ભરૂચની, 😇
ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી તથા જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસેની વિશેષ ઉપસ્થિત રહી ભરૂચ શહેરને સ્વચ્છતા અભિયાનમાં સક્રિય જન ભાગીદારી થકી આગામી સ્વચ્છતા સર્વેક્ષણમાં અગ્ર સ્થાન અપાવવાની સૌને અપીલ કરી હતી.

આ પ્રસંગે ધારાસભ્યએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના આહ્વાન પર શરૂ થયેલ સ્વચ્છતા હી સેવા અભિયાન આજે સમગ્ર દેશના લોકોનું જન અભિયાન બની ગયું છે. છેલ્લા કેટલાંક વર્ષોથી આ અભિયાન દ્વારા ગામડાંઓથી લઈ શહેરો સુધી લોકોમાં વ્યાપક જાગૃતિ આવી છે. નાગરિકોમાં કચરાનું યોગ્ય સંચાલન, સ્વસ્થ પર્યાવરણ જાળવવાની ટેવ અને હરિયાળી પ્રત્યેનું લગાવ વધી રહ્યું છે. ’સ્વચ્છતા થકી પ્રકૃતિનું જતન કરવાની આપણા સૌની સહિયારી જવાબદારી’ છે.

ઓઝોન દિવસ ની ઉજવણી ના ભાગ રૂપે અંકલેશ્વર પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ અને ગાના મ્યુઝિક લવર્સ ક્લબ ના ઉપક્રમે કાવ્ય ગોષ્ઠિ નું...
16/09/2025

ઓઝોન દિવસ ની ઉજવણી ના ભાગ રૂપે અંકલેશ્વર પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ અને ગાના મ્યુઝિક લવર્સ ક્લબ ના ઉપક્રમે કાવ્ય ગોષ્ઠિ નું આયોજન તા. 16 સપ્ટેમ્બર ના રોજ કરાયું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકો e ભાગ લીધો હતો.

Address

3rd Floor, Nandanvan Complex, Shaktinath
Bharuch
392001

Opening Hours

Monday 9am - 6pm
Tuesday 9am - 6pm
Wednesday 9am - 6pm
Thursday 9am - 6pm
Friday 9am - 6pm
Saturday 9am - 5pm

Website

Alerts

Be the first to know and let us send you an email when Channel Narmada posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Channel Narmada:

Share

Our Story

Bharuch's own & Strong local television News Channel which was launched on 20 August 1998 by then Chief Minister of Gujarat. This was the first local News Channel run on Cable Network. Covering smallest news of any corner of Bharuch District and South Gujarat. A strong media for Promotion news , views & advertisements.