
22/09/2025
નેશનલ કેરમમાં રાધિકા રાઠોડ જેઠવા ચેમ્પિયન
બેંક ઓફ બરોડા ઇન્ટર ઝોનલ નેશનલ કેરમ ટુર્નામેન્ટમાં ભાવનગરની રાધિકા રાઠોડ જેઠવા કસોકસ મુકાબલામાં ચેમ્પિયન બન્યા છે.તાજેતરમાં સુરત ખાતે આયોજિત નેશનલ કેરમ ટુર્નામેન્ટમાં બેંક ઓફ બરોડા ખારગેટ મેઈન શાખા ભાવનગરમાં કાર્ય કરતા રાઠોડ રાધિકા સંદીપકુમાર જેઠવાએ રાજકોટ ઝોનનું પ્રતિનિધિત્વ કરી કેરમ સ્પર્ધામાં બેંક ઓફ બરોડાની નેશનલ વિમેન્સ સિંગલ્સ ચેમ્પિયન બનીને ભાવનગર, રાજકોટ ઝોન અને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. ૨૦૨૩ માં ચેમ્પિયન, ૨૦૨૪ માં સેકન્ડ રનર્સ અપ અને ૨૦૨૫ માં ચેમ્પિયન બની મેડલ/જીતની પરંપરા જાળવી રાખી છે.