Lokmilap

Lokmilap We are selling books since last 73 years. Lokmilap was started on 26th January, 1950 at Mumbai.

*ફરી એક વાર બાળકો માટે વેકેશન જલસો*દર વર્ષે ઉનાળા તથા દિવાળી વેકેશન વખતે બાળસાહિત્યના પુસ્તકો લોકમિલાપ પરિવાર માટે રજૂ ક...
17/05/2025

*ફરી એક વાર બાળકો માટે વેકેશન જલસો*

દર વર્ષે ઉનાળા તથા દિવાળી વેકેશન વખતે બાળસાહિત્યના પુસ્તકો લોકમિલાપ પરિવાર માટે રજૂ કરવાની પ્રથામાં આ રજાઓમાં નીચે મુજબના પુસ્તક-સેટ બનાવેલ છે.

1. *નાના બાળકો માટે રંગબેરંગી ચિત્રો અને સહેજ મોટાં અક્ષરો વાળી 6 ચોપડીઓ ₹430 ને બદલે ફક્ત ₹370 માં ઘરે બેઠા મળશે*

2. *કિશોર વયનાં બાળકો માટે 3 પુસ્તકોનો સેટ ₹349 ને બદલે ફક્ત ₹299 માં ઘરે બેઠા મળશે.*

3. *અંગ્રેજીમાં બાળકો માટે સચિત્ર રામાયણ તથા મહાભારતના 4 પુસ્તકો ₹450 ને બદલે ₹390 માં ઘરે બેઠા મળશે*

*કોઈ પણ સેટની ખરીદી પર આખા ગુજરાતમાં ફ્રી ડિલિવરી.*

*ત્રણેય સેટની 13 ચોપડીઓ એક જ સરનામે મંગાવવા ₹1229 ને બદલે ફક્ત ₹1029 માં ઘરે બેઠા મળશે.*

ઓર્ડર કરવા 8734918888 પર વોટ્સએપ કરશો. આભાર.

વેકેશનમાં બાળકોને આનંદ આપે એવા આ પુસ્તકો આપના કુટુંબ માટે વસાવવા ઉપરાંત આપના વતી મિત્રોના બાળકોને પણ મોકલવા જેવા છે.

*આખા વિશ્વમાં ખૂબ વેચાયેલા, વંચાયેલા, વખણાયેલા બે પુસ્તકો* 'ડૉક્ટર ડૂલિટલ' ના મુખ્ય પાત્ર ડૉ.જ્હોનમાં પ્રાણીઓ સાથે વાત ક...
04/05/2025

*આખા વિશ્વમાં ખૂબ વેચાયેલા, વંચાયેલા, વખણાયેલા બે પુસ્તકો*

'ડૉક્ટર ડૂલિટલ' ના મુખ્ય પાત્ર ડૉ.જ્હોનમાં પ્રાણીઓ સાથે વાત કરવાની અનોખી શક્તિ છે. આ અદ્ભુત પુસ્તક બાળકોને પ્રાણીઓ પ્રત્યે સંવેદનશીલ બનવા પ્રેરણા આપે છે. દુનિયાને વધુ સારી રીતે સમજવામાં મદદરૂપ એક ઉત્તમ કૃતિ.

'ધ લિટલ પ્રિન્સ' માં એક પાયલોટની કથા છે જેનું વિમાન રણમાં તૂટી પડે છે. ત્યાં એને એક નાનકડો છોકરો મળે છે જે બીજા ગ્રહમાંથી આવેલો છે. એકલતા, દોસ્તી, પ્રેમના સહારે બંને વચ્ચે અનોખો સંબંધ બંધાય છે.

*બંને પુસ્તકોની અનેક ભાષાઓમાં લાખો નકલો વેચાણી છે, સફળ ફિલ્મો બની છે.*

પુષ્કળ ચિત્રો ધરાવતા આ બંને પુસ્તકો કિશોરો/વડીલો સહુને ગમશે. *બંનેનો સેટ ₹300 ને બદલે ફક્ત ₹265 માં ઘરે બેઠા મેળવો. આખા ગુજરાતમાં ફ્રી ડિલિવરી. (મુંબઈમાં ઘરે બેઠા મેળવવા ₹295)*

ઓર્ડર કરવા 8734918888 પર વોટ્સએપ કરશો. આભાર.

*વિશ્વ પુસ્તક-દિવસ (23 એપ્રિલ) પ્રસંગે વિશ્વ સાહિત્યની મહેફીલ 'વિશ્વની 51 શ્રેષ્ઠ વાર્તાઓ' !*પુસ્તકના સંપાદક પોતાના નિવે...
20/04/2025

*વિશ્વ પુસ્તક-દિવસ (23 એપ્રિલ) પ્રસંગે વિશ્વ સાહિત્યની મહેફીલ 'વિશ્વની 51 શ્રેષ્ઠ વાર્તાઓ' !*

પુસ્તકના સંપાદક પોતાના નિવેદનમાં નોંધે છે: "આ સંગ્રહ બોજ નહીં, મોજ કરાવી દે તેવો છે. સાહિત્યના નામે લાંબા વર્ણનો ધરાવતી વાર્તાઓનો સમાવેશ કરવામાં આવ્યો નથી."

*ઓ. હેનરી, ચેખવ, ઓસ્કાર વાઇલ્ડ, મોપાસાં, ટોલ્સટોય, એચ.જી.વેલ્સ, ઇવાન ઇલિચ જેવા અનેક પ્રખ્યાત લેખકોની ઉત્તમ વાર્તાઓનો ખજાનો આ પુસ્તકમાં છે.* મોટા ભાગની વાર્તાઓ બાળકોને કહી શકાય તેવી અને કિશોરો વાંચી શકે તેવી છે. વડીલો દરેક વાર્તા માણશે. કુટુંબના દરેક સભ્યને વાંચવુ ગમે તેવું પુસ્તક.

*327 પાનાનું, ₹350 કિંમતનું આ પુસ્તક લોકમિલાપ પરિવાર માટે ફક્ત ₹295 માં ઘરે બેઠા મળશે.*
(આખા ગુજરાતમાં ફ્રી ડીલીવરી, મુંબઈમાં આ પુસ્તક ઘરે બેઠા મેળવવા ₹335)

*ઓર્ડર કરવા 8734918888 પર વોટ્સએપ કરશો. આભાર.*

*એક સરસ મજાનું નવું પુસ્તક 'મેનિફેસ્ટ'*આ પુસ્તક કોઈ પણ વ્યક્તિ - દરેક વ્યક્તિ જે પોતાના જીવનમાં શક્તિનો અનુભવ અને ક્ષમતા...
22/03/2025

*એક સરસ મજાનું નવું પુસ્તક 'મેનિફેસ્ટ'*

આ પુસ્તક કોઈ પણ વ્યક્તિ - દરેક વ્યક્તિ જે પોતાના જીવનમાં શક્તિનો અનુભવ અને ક્ષમતા મેળવવા માંગે છે તેમના માટે અનિવાર્ય છે. *તમે મેનિફેસ્ટ કરવાની સાચી કળા ફક્ત સાત સરળ પગલાંઓ દ્વારા આત્મસાત્ કરી શકો છો અને તમારાં સપનાંનું જીવન મેળવી શકો છો.*

*મેનિફેસ્ટિંગ એ વિજ્ઞાન અને જ્ઞાનનું અદ્ભુત સંયોજન ધરાવનાર સ્વવિકાસ માટેનો એક અભ્યાસ છે.* જે તમને તમારા લક્ષ્યો હાંસલ કરવામાં, સ્વ-પ્રેમ વિકસિત કરવામાં અને તમારું શ્રેષ્ઠ જીવન મેળવવા માટે તમને સક્ષમ બનાવશે.

*આ પુસ્તક ₹399 ની મૂળ કિમતને બદલે ફક્ત ₹350 માં ઘરે બેઠા મળશે. (આખા ગુજરાતમાં ફ્રી ડિલિવરી)*
ઓર્ડર કરવા 8734918888 પર વોટ્સએપ કરશો. આભાર.

*સરસ વાચનનો સંપૂર્ણ સંતોષ આપતું નવું પુસ્તક 'અમારી રાતોનો ઉજાસ'*વરસ દરમિયાન કેટલાંક એવાં પુસ્તકો લોકમિલાપની બુકશોપમાં આવ...
11/03/2025

*સરસ વાચનનો સંપૂર્ણ સંતોષ આપતું નવું પુસ્તક 'અમારી રાતોનો ઉજાસ'*

વરસ દરમિયાન કેટલાંક એવાં પુસ્તકો લોકમિલાપની બુકશોપમાં આવે છે જે જોઈને જ એના પ્રેમમાંપડી જવાય. પછી એમાંથી પસાર થવાનું બને અને થાય કે જલ્દી લોકમિલાપ પરિવારને આની ભલામણ કરીએ.

ફેબ્રુઆરીમાં આવું એક પુસ્તક પ્રગટ થયું છે જેની ટૂંકી વાત આ સાથેની ઇમેજમાં છે. જીવન સંધ્યાના અદ્ભુત રંગો આ કથામાં છે *જે વાચકને એક સુંદર કૃતિ વાંચ્યાનો અનુભવ કરાવશે.*

વીનેશભાઈનો અનુવાદ જાણે અનુવાદ છે જ નહીં. પુસ્તક ગુજરાતીમાં જ મૂળ લખાયું હોય એવું આપણને લાગે. પુસ્તકનું નામ જેટલું હૃદયસ્પર્શી છે એવી જ અંદરની કથા, પાત્રો, સંવાદો છે. *વસાવો,ભેટ આપો, માણો.*

*₹325 ને બદલે ₹295 માં આ સુંદર પુસ્તક ઘરે બેઠા મળશે. (આખા ગુજરાતમાં ફ્રી ડિલિવરી)*
ઓર્ડર કરવા 8734918888 પર વોટ્સએપ કરશો. આભાર.

*ભાવનગરમાં રહેતા, મૂળ ભાવનગરના પણ હવે બીજે રહેતા અને ભાવનગરમાં રસ ધરાવતા સહુ માટે નવું પુસ્તક**ભાવચરિત્રો* ભાવનગરનો ઉલ્લ...
23/02/2025

*ભાવનગરમાં રહેતા, મૂળ ભાવનગરના પણ હવે બીજે રહેતા અને ભાવનગરમાં રસ ધરાવતા સહુ માટે નવું પુસ્તક*

*ભાવચરિત્રો*

ભાવનગરનો ઉલ્લેખ થાય એટલે સામાન્ય રીતે કોઈપણ ગુજરાતીના દિલમાં એક અનોખા નગર માટેનો ભાવ જાગે.

આ અતિ મહત્વના પુસ્તકમાં ભાવનગરના ઘડતરમાં જેમનો ફાળો છે એવી અનેક વ્યક્તિઓનો પરિચય રસપ્રદ શૈલીમાં અપાયો છે. રાજવી કુટુંબના સભ્યો, સંતો, વહીવટકર્તાઓ, કવિઓ-લેખકો, શિક્ષણકારો-સમાજસેવકો, પ્રકૃતિવિદો - આવા છ વિભાગમાં 40 જેટલી પ્રતિભાઓ વાચક સમક્ષ રજૂ થાય છે, જેમકે: *કૃષ્ણકુમારસિંહજી, ગંગાસતી, પ્રભાશંકર પટ્ટણી, કાન્ત, મેઘાણી, દર્શક, નાનાભાઈ ભટ્ટ, પૃથ્વીસિંહ આઝાદ વગેરે.*

*400 થી વધુ પાના, સંખ્યાબંધ રંગીન ફોટોગ્રાફ્સ ધરાવતાં આ પુસ્તકની કિંમત ફક્ત ₹400 છે પરંતુ લોકમિલાપ પરિવારને માત્ર ₹340 માં ઘરે બેઠા મળશે. (આખા ગુજરાતમાં ફ્રી ડિલિવરી) ઓર્ડર કરવા 8734918888 પર વોટ્સએપ કરશો.*

આપના કુટુંબ/સંસ્થા/ગ્રંથાલય માટે વસાવવા હાર્દિક ભલામણ.

*ગુજરાતી સાહિત્યમાં ટોચ પર સ્થાન ગ્રહણ કરી શકે એવી નવી નવલકથાઓ* *તિલોર (ધ્રુવ ભટ્ટ) 350₹*તિલોર પક્ષી સાથેના અદ્ભુત સંવાદ...
19/02/2025

*ગુજરાતી સાહિત્યમાં ટોચ પર સ્થાન ગ્રહણ કરી શકે એવી નવી નવલકથાઓ*

*તિલોર (ધ્રુવ ભટ્ટ) 350₹*

તિલોર પક્ષી સાથેના અદ્ભુત સંવાદથી શરૂ થતી આ કથા લેખકની 16મી કૃતિ છે. કચ્છનું બેકગ્રાઉન્ડ ધરાવતી કથા સશક્ત પાત્રો, રસપ્રદ પ્રસંગો અને પૃથ્વી પર પાંગરેલાં જીવવૈવિધ્યની વાત ધરાવે છે અને એકી બેઠકે પૂરી કરી છેલ્લે પાને આંખો ભીની કરવા મજબૂર કરે છે. હાર્દિક ભલામણ.

*(₹350 ને બદલે ₹299 માં ઘરે બેઠા મળશે. આખા ગુજરાતમાં ફ્રી ડિલિવરી)*

*સત્યભામા (રામ મોરી) ₹349*

ત્રણ વાર્તાસંગ્રહો આપી ચૂકેલા યુવા લેખકની પ્રથમ નવલકથા. આ સાથેની ઈમેજમાં પુસ્તકનો પરિચય છે. "કૃષ્ણને આટલી બધી રાણીઓ હતી, શા માટે કૃષ્ણ એને (સત્યભામાને) આટલું બધું મનાવતા હતા ? એવી જરૂર કેમ પડી ?" - આ સવાલ લેખકને થયો અને એના જવાબની શોધમાં આ નવલકથા લખાણી. દરેક વાચક સત્યભામા સાથે પોતિકાપણું અનુભવે એવી સશક્ત કૃતિ.

*(₹349 ને બદલે ₹299 માં ઘરે બેઠા મળશે. આખા ગુજરાતમાં ફ્રી ડિલિવરી)*

લોકપ્રિય વક્તા અને લેખક ડૉ. નિમિત્ત ઓઝાની પ્રભાવક શૈલીમાં લખાયેલી તદ્દન નવી નવલકથા *સટોરી**મૂળ કિમત ₹375 ને બદલે ફક્ત ₹3...
01/01/2025

લોકપ્રિય વક્તા અને લેખક ડૉ. નિમિત્ત ઓઝાની પ્રભાવક શૈલીમાં લખાયેલી તદ્દન નવી નવલકથા *સટોરી*

*મૂળ કિમત ₹375 ને બદલે ફક્ત ₹315 માં ઘરે બેઠા મેળવો. (પાના 232. આખા ગુજરાતમાં ફ્રી ડિલિવરી.)*

ઓર્ડર કરવા 8734918888 પર વોટ્સએપ કરશો. આભાર.

Dr. Nimit Oza
Nimit Oza

રવિવારે છેલ્લો દિવસ. આપના પરિવાર સાથે મુલાકાત લેવા પ્રેમભર્યું આમંત્રણ.
19/12/2024

રવિવારે છેલ્લો દિવસ. આપના પરિવાર સાથે મુલાકાત લેવા પ્રેમભર્યું આમંત્રણ.

*લોકમિલાપ પુસ્તક-મેળો**ભાવનગરમાં રહેતા પુસ્તકપ્રેમી મિત્રોને પ્રેમભર્યું આમંત્રણ. ભાવનગરની બહાર રહેતા મિત્રોને વિનંતી કે...
14/12/2024

*લોકમિલાપ પુસ્તક-મેળો*

*ભાવનગરમાં રહેતા પુસ્તકપ્રેમી મિત્રોને પ્રેમભર્યું આમંત્રણ. ભાવનગરની બહાર રહેતા મિત્રોને વિનંતી કે ભાવનગરમાં રહેતા સ્નેહીજનોને આ મેસેજ જરૂર મોકલે.*

*આકર્ષણો*

- વિશાળ હોલ.
- હજારો પુસ્તકોનો ખજાનો.
- આપણી ભાષાના શ્રેષ્ઠ સર્જકોના ચૂંટેલા પુસ્તકો.
- બાળસાહિત્યનો વિશાળ વિભાગ જેમાં ગુજરાતી/અંગ્રેજી ચિત્રવાર્તાઓ, સાહસકથાઓ અને ડ્રોઈંગ બુક્સ છે.
- નવલકથા, કવિતા, ટૂંકી વાર્તા, હાસ્ય, પ્રવાસ, અધ્યાત્મ, ધર્મ ઉપરાંત પર્સનાલિટી ડેવલપમેન્ટ જેવા અનેક વિભાગોમાં ગુજરાતી ભાષાના ઉત્તમ પુસ્તકો.
- કનૈયાલાલ મુનશી, ઝવેરચંદ મેઘાણી, ચંદ્રકાંત બક્ષી, ધ્રુવ ભટ્ટ, નિમિત્ત ઓઝા, સૌરભ શાહ, કાજલ ઓઝા વૈદ્ય, જય વસાવડા જેવા ચૂંટેલા લેખકોના પુસ્તકોની અલગ ગોઠવણી.
- ભાવનગરના લેખકોના પુસ્તકો.
- Selected English books for children and adults also.
- સંગીતમય વાતાવરણ, વ્યવસ્થિત ગોઠવણી.

*M: 8734918888 (Hi લખીને વોટ્સએપ કરવાથી પુસ્તકોનું લીસ્ટ જોઈ શકાશે)*

*વેબસાઈટ: www.lokmilap.com*

*લોકમિલાપ પરિવાર માટે એક જોરદાર, અનોખી નવલકથા*સમુદ્ર પર નભતા કુટુંબના બે ભાઈઓ વચ્ચે જાગેલા વેરભાવ અને અબોલાથી શરૂ થતી આ ...
11/12/2024

*લોકમિલાપ પરિવાર માટે એક જોરદાર, અનોખી નવલકથા*

સમુદ્ર પર નભતા કુટુંબના બે ભાઈઓ વચ્ચે જાગેલા વેરભાવ અને અબોલાથી શરૂ થતી આ કથા સમુદ્રમાં જ વહેતી રહીને અંતે પ્રેમ પ્રગટાવે છે. જીવસટોસટની ઘટનાઓ ધરાવતી આ નવલકથામાં ખારવાઓ ક્યારેક દરિયા પર રાજ કરે છે તો ક્યારેક દરિયો એમને તારાજ કરે છે. *માછીમારોનો જીવનસંઘર્ષ, સાહસ, લાચારી, વ્યથા, જીવનના સંવેદનો ધરાવતી અતિ સુંદર કૃતિ.*

*250 પાનાની, ₹350 ની કિંમતની આ નવલકથા લોકમિલાપ પરિવાર માટે ફક્ત ₹300 માં ઉપલબ્ધ છે. આખા ગુજરાતમાં ફ્રી ડિલિવરી.* (ગુજરાત સિવાય ₹310 માં મળશે)

ઓર્ડર કરવા 8734918888 પર વોટ્સએપ કરશો. આભાર.

વેબસાઇટ પરથી ખરીદવા:

https://lokmilap.com/Product/details/572?name=

આજે, રવિવારે, શરૂ છે. ફક્ત આજનો દિવસ 15% વળતર મળશે. અચૂક મુલાકાત લેશો.
01/12/2024

આજે, રવિવારે, શરૂ છે. ફક્ત આજનો દિવસ 15% વળતર મળશે. અચૂક મુલાકાત લેશો.

Address

Hill Drive
Bhavnagar
364001

Opening Hours

Monday 9am - 7pm
Tuesday 9am - 7pm
Wednesday 9am - 7pm
Thursday 9am - 7pm
Friday 9am - 7pm
Saturday 9am - 7pm
Sunday 12pm - 6pm

Telephone

+918734918888

Alerts

Be the first to know and let us send you an email when Lokmilap posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Lokmilap:

Share

Category