13/07/2025
ભાવનગર જિલ્લાના સિહોર ખાતે સિહોર ક્ષત્રિય કારડીયા રાજપુત યુવા સંઘ દ્વારા બંધન પાર્ટી પ્લોટ ખાતે તાજેતરમાં યોજાઇ ગયેલ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સિહોર તાલુકાના વિવિધ ગામોમાંથી ચૂંટાઈ આવેલા ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજના સરપંચોનું ભવ્ય સન્માન સમારંભ નું આયોજન યોજવામાં આવ્યું હતું જેમાં સિહોર તાલુકાના આગેવાનો તેમજ જ્ઞાતિબંધુઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમને સફળ બનાવવા માટે સિહોર યુવા સંઘના કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવી હતી