Evergreen News India

Evergreen News India Evergreen News India
Hindi & Guajarati Magazine
Editor : Jitendra Chandarana

એવરગ્રીન અને ચંદારાણા પરિવાર તરફથી સર્વોને  દીપાવલી શુભકામનાઓ અને નૂતન વર્ષાભિનંદન- જીતેન્દ્ર ચંદારાણા તેમજ સહપરિવાર
12/11/2023

એવરગ્રીન અને ચંદારાણા પરિવાર તરફથી સર્વોને દીપાવલી શુભકામનાઓ અને નૂતન વર્ષાભિનંદન

- જીતેન્દ્ર ચંદારાણા તેમજ સહપરિવાર

07/04/2023

RBI Says Jago Grahak Jago PayU India Ministry of Planning, Finance and Investment - NUG

Without prior notice PAyU started deducting directly RS.2950 from the payment received through Gateway in the name of AMC in addition to commission 2%+GST in lieu of payment gateway service.

03/03/2023

હાલાઈ લોહાણા મહાજનના ટ્રસ્ટીઓ ચૂંટણી સંદર્ભે સૂચન...

🔹 સત્તાધારી પેનલના ટ્રસ્ટીઓએ છેલ્લા 5 વર્ષ દરમ્યાનના હિસાબોના ઓડિટ રિપોર્ટ્સ મુંબઈ હાલાઈ લોહાણા સમાજ સમક્ષ જાહેર કરવા જોઈએ...

જેથી મુંબઈ હાલાઈ લોહાણા સમાજના શિક્ષિત જ્ઞાતિજનો ઓડિટ રિપોર્ટસનો અભ્યાસ કરી સત્તાધારી પાર્ટીની પેનલને મત આપવો કે ન આપવો નિર્ણય લઈ શકે...

🔹 સત્તાધારી ટ્રસ્ટીઓની પેનલે ગત વર્ષો દરમ્યાન સંસ્થાની સ્થાવર મિલ્કત(Immovable Property) અને જંગમ મિલ્કત(Movable Property)માં કેટલો, ક્યાં અને કંઈ કિંમતે વધારો-ઘટાડો કર્યો...?!? આ અંગે સંપૂર્ણ વિગત સમાજ સમક્ષ મુકવી જોઈએ...

🔹 તાજેતરમાં હાલાઈ લોહાણા મહાજનની અપીલ સંદર્ભે ડીંડોશી કોર્ટના ચુકાદા પ્રકરણની તમામ વિગત જાહેર કરવી જોઈએ... જેથી સમાજ આ કેઇસની વિગત શું છે...?!? વિરોધી સાચા કે ટ્રસ્ટી...?!? એ ખુલાસો સમાજ સમક્ષ કરવો જોઈએ...

🔹 મુંબઈ બહારના સમાજના જાગૃત પત્રકારો અથવા જાગૃત નાગરિકની મધ્યસ્થીની ઉપસ્થિતિ અને મધ્યસ્થીમાં હાલાઈ લોહાણા મહાજનની સત્તાધારી પેનલ અને વિરોધી પેનલ વચ્ચે તંદુરસ્ત અને તટસ્થ ચર્ચાનો VIDEO બનાવી સમાજ સમક્ષ મુકવો જોઈએ... જેના આધારે મુંબઈ હાલાઈ લોહાણા સમાજ યોગ્ય ઉમેદવારને ચૂંટી ટ્રસ્ટી બનાવી શકે...

🔹 હાલમાં હાલાઈ લોહાણા મહાજન ચૂંટણી સંદર્ભે સમજુતીથી નિવેડો આવે... એ પણ જરૂરી છે...

🔹 સમાજની સંસ્થાની ચૂંટણીમાં પારદર્શકતાથી હાલાઈ લોહાણા મહાજન મજબૂત બનશે... અને ભવિષ્યમાં ચૂંટણી દ્વારા નિમણુંક મુદ્દે ટ્રસ્ટીઓની નિમણુંકની કાયદાકીય ગૂંચની શકયતા નહીંવત બની રહેશે... જેનાથી સમાજ અને સંસ્થાનો ભવિષ્યમાં ઉભી થઇ શકતી કાયદાકીય કરીવાહીમાં સમય, શક્તિ અને નાણાંનો વપરાશ બચાવી સંસ્થા અને સમાજના વિકાસમાં વાપરી શકાય...

સંસ્થાની વહીવટી પારદર્શકતા અને તંદુરસ્ત ચર્ચા સમાજની સંસ્થાને લોકશાહી ઢબે મજબૂત કરશે... અને સમાજના લોકોમાં સંસ્થાઓના વહીવટકર્તા ટ્રસ્ટીઓ શાખ વધશે...

મુંબઈ લોહાણા હાલાઈ મહાજનના ટ્રસ્ટીઓની ચૂંટણી દેશભરના લોહાણા સમાજની સમાજની સંસ્થાઓ માટે દિશા સૂચક બની રહે... Positive or Negative... એ સંસ્થા ચૂંટણી અધિકારી, સત્તાધારી ટ્રસ્ટીઓ અને ટ્રસ્ટી પદના ઉમેદવારોએ દિશા નક્કી કરવાની રહે...

- જીતેન્દ્ર ચંદારાણાના જય જલારામ...
🙏🙏🙏🙏

🪔દિવાળીના પર્વ આપનું જીવન ઝગમગતું રાખે...🪔નવા વર્ષમાં આપ અને આપના પરિવારમાં સુખ, શાંતી અને સમૃદ્ધિમાં વધારો થાય... એવી દ...
24/10/2022

🪔દિવાળીના પર્વ આપનું જીવન ઝગમગતું રાખે...🪔

નવા વર્ષમાં આપ અને આપના પરિવારમાં સુખ, શાંતી અને સમૃદ્ધિમાં વધારો થાય... એવી દીપાવલી પર્વ નિમેતે શુભકામનાઓ...

-જીતેન્દ્ર ચંદારાણા
-નયના ચંદારાણા
-નિલય ચંદારાણા..અને સમગ્ર ચંદારાણા પરિવાર તરફથી...

🪔દીપાવલી શુભકામના🪔
🙏નૂતન વર્ષાભિનંદન🙏

EVERGREEN NEWS INDIA

ગોપાલ ઇટાલિયા  દિલ્હીથી સીધા ખોડલધામમાં
14/10/2022

ગોપાલ ઇટાલિયા દિલ્હીથી સીધા ખોડલધામમાં

વડાપ્રધાન મોદીને ‘નીચ’ કેહતા વિડીયો અંગે રાષ્ટ્રીય મહિલા આયોગે પાઠવેલી નોટીસને લઈને ગઈ કાલે ગુરુવારે આમ આદમી પા....

🔹 આલિયા ભટ્ટનું થયું સીમંત (Baby Shower Cermony) : રણબીર કપૂરના ઘરે પારણું બંધાશે...👇👇👇👇👇https://evergreenindia.co.in/20...
06/10/2022

🔹 આલિયા ભટ્ટનું થયું સીમંત (Baby Shower Cermony) : રણબીર કપૂરના ઘરે પારણું બંધાશે...
👇👇👇👇👇
https://evergreenindia.co.in/2052/

🙏 Download now...

✅ Android Mobile Applicaion of....

💁 Evergreen Media Group...

💁‍♂️ Search in GOOGLE PLAY STORE...
👇👇👇👇👇👇
🤷‍♀️ EVERGREEN NEWS INDIA

OR

✅ Click on...
👇👇👇👇👇👇

🌎https://play.google.com/store/apps/details?id=com.gmaxmart.evergreenindia

📌 News in...

✅ English
✅ हिंदी
✅ ગુજરાતી
✅ मराठी
✅ ਪੰਜਾਬੀ

👇👇👇👇👇👇
🌍 https://evergreenindia.co.in/

બોલીવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના ઘરે ટૂંક સમયમાં પારણું બંધાશે ત્યારે કપૂર અને ભટ્ટ પરિવાર બાળકની આત...

14/05/2022

શેરબજાર અને રાજકારણમાં ઘણી સામ્યતા છે...!!!

બંનેમાં ગાડરિયો પ્રવાહ જોવા મળે...!!!

રાજકારણમાં ચૂંટણી સમયે ઘણા બધા સક્રિય થઈ જાય... શાસક પક્ષ હોય કે વિરોધ પક્ષ, પાર્ટી મુજબ પાર્ટી કાર્યાલયે ભીડ જોવા મળે...!!!

ચૂંટણી ન હોય ત્યારે પાર્ટીના હોદ્દેદાર કે ચૂંટાયેલા પ્રતિનિધિ સિવાય મોટા ભાગના સક્રિય કાર્યકરો અદ્રશ્ય થઈ જાય...!!!

એમાં પણ જ્યારે ઘરણા જેવા આંદોલાત્મક કાર્યક્રમો હોય ત્યારે સૌથી મોટા પક્ષનો દાવો કરનારા પક્ષના હોદ્દેદારોને પણ સંખ્યા બતાવવા ફોન કરી બોલાવવા પડે તો પણ સંખ્યા નથી થતી હોતી...!!!

એમ જ શેરબજારમાં તેજી હોય ત્યારે કંઈ કંપની કેટલો નફો કે છે કે ખોટ...?!? કેટલું ડિવિડન્ડ આપે છે...?!? એ જાણકારી ન હોવા છતાં તળાવમાં છબછબીયા કરવા માંડે... પોતાનો કામધંધો છોડી TV અને મોબાઈલ કે લેપટોપ પર 10થી 3.30 મંડ્યા રહે...!!!

ભાઈ, ભાજપ ટીકીટ ન આપે તો કોંગ્રેસ અને કોંગ્રેસ ન આપે તો આપ અને નહીં તો NCP પણ ચાલશે અને છેલ્લે દાંતરડું અને હથોડો પણ ચાલશે...!!!

કાંઈ ન મળે તો સંગઠનમાં પોતાને નિવેદન કરવાની આઝાદી ન હોવા છતાં પ્રવક્તા બનાવી દે તો પણ ચાલશે...!!!

શેરબજાર અને રાજકારણમાં ક્યારે લટકવું અને ક્યારે છટકવું... એ આવડે એટલે ભટકવાનો વારો ન આવે...!!!

શેરબજારમાં કોઈ કંપની લાડકી નહીં, જેમાં નફો એ આપણી...!!! એમ જે ફાયદો આપે એ પક્ષની જયજયકાર... વાંકુ પડે તો કમળ હોય કે હાથ... ટાટા... બાય-બાય કરવાની...!!!

રાજકારણમાં ચૂંટણી ટાઈમે રોકાણ કરવાનું... ટીકીટ મળે તો લડી લેવાનું... અને કોઈ પક્ષ સારી ઓફર કરે તો ચૂપચાપ ઉમેદવારી પાછી ખેંચી લેવાની... લડીને અને જીતીને ફાયદો ન મળતો હોય એવો ફાયદો વગર લડે મળી જતો હોય તો ફોર્મ ભરવા મોટી રેલીમાં સાથે આવ્યા હોય એને પૂછવા થોડું જવાય...?!? ઘરે જઈ નોટોના બંડલ ગણાય અને એ બંડલ ક્યાં ગોઠવવા એના પ્લાન કરાય...!!!
🤔🤔🤔🤔🤔

🙏 Follow on Twitter...👇👇👇👇👇https://twitter.com/evergreennewsi1/status/1508783880425263104📌 EVERGREEN NEWS INDIA👉 Evergre...
29/03/2022

🙏 Follow on Twitter...
👇👇👇👇👇
https://twitter.com/evergreennewsi1/status/1508783880425263104

📌 EVERGREEN NEWS INDIA
👉 Evergreen Media Group

✒️ Editor : Jitendra Chandarana

“ #बहोतहुईपेट्रोलडीजलकीमार बहोत हुई जनता पर पेट्रोल-डीज़ल की मार, बस करो मोदी सरकार”

17/02/2022

હારતો જુગારી બમણું રમે....!!!
👆👆👆👆👆
આ કહેવત તો સાંભળી જ હશે...

વાત વટે ચડે... એટલે તિજોરીમાંથી થોડી ઝાઝી એ પણ સમાજ અને ધર્મદાની નોટોની ગરમી હોય પછી બાકી થોડું મુકાય...?!?

લડવા માટે વકીલોને ક્યાં પોતાની તિજોરીમાંથી રૂપિયા આપવા છે...?!? સમાજના જરૂરિયાતમંદોને સહાયમાં કરકસર કરવાની પણ ટ્રસ્ટી કે પ્રમુખપદ બચાવવા સમાજના રૂપિયાની પથારી ફેરવી નાખવાની....!!! સવાલ વટનો છે... તથાકથિત પ્રમુખપદનો છે... ઓછું ન જ ઉતરાય....!!!

લડવામાં માટે દિમાગથી નહીં વટ અભિમાન ખાતર લડવાનું... રાવણની જેમ...!!!

સાચા લડવૈયા હોય એ બુદ્ધિપૂર્વકની લડત લડે... સામે લડત આપનારનો ઇતિહાસ તપાસી કાયદાકીય લડતમાં સામેવાળા સામે કેટલા ટકી શકીશું અને 100% ખોટું થયું છે ત્યારે....!!!

લોહાણા મહાપરિષદના તથાકથિત પ્રમુખનો કાયદેસર ટ્રસ્ટી અને પ્રમુખ બનવા માટે મુંબઈ ચેરિટી ઓફિસમાં પેન્ડિંગ છે.... અને આ ફેરફાર રિપોર્ટ સામે અગાઉથી કેવીએટના આધારે વાંધા(Objection) ફાઇલ 2 મહિના પહેલા થઈ ચૂક્યા છે...

આ વાંધા(Objection) એવા અઘરા બન્યા છે કે 200 કેઇસ(?!?)ના અનુભવી તથાકથિત પ્રમુખ, ફેરફાર રિપોર્ટ રજૂ કરનાર પણ વકીલ અને ચેરીટીમાં લડવા માટે પણ ચરિટી કાયદાના નિષ્ણાત વકીલ... વિચાર કરો... 3-3 દિમાગ ઊંધે માથે 2 મહિનાથી થયા...!!! માથાપચ્ચી કરી... પણ એક સામાન્ય જ્ઞાતિજને રજૂ કરેલ વાંધાઓના જવાબ રજૂ ન કરી શક્યા...!!!

વિચાર કરો... ફેરફાર રિપોર્ટ કેટલો ગેરકાયદેસર હશે...?!? બંધારણીય મર્યાદા બહાર પૂર્વ પ્રમુખે પોતાના મિત્રની નિમણુંક તો કરાવી નાખી... પણ સામાન્ય જ્ઞાતિજન સામે કાયદેસર કાર્યવાહીનો સમાજ સામે દેખાવ કરી શકાય પણ ચેરિટી કે કોર્ટમાં આવા દેખાવ ન ચાલે... ત્યાં કાયદેસર બંધારણીય કલમો મુજબ મોડ ઓફ સક્સેસ પ્રમાણે કામગીરી થઈ છે કે કેમ...??? એ મુદ્દાસર જવાબ આપવા પડે... એમાં તો ભરવાય ગયા...?!?

હવે, વાંધાઓનો જવાબ તો રજૂ કરવો પડે... મુદ્દત લે તો કેટલી લે...?!?

હવે, નવા મૂર્ખામીભર્યા નિર્ણય પર પહોંચ્યા... કે વાંધા રજૂ કરનારની કાયદેસરતા શું...?!? મહાપરિષદના પ્રમુખના ફેરફાર રિપોર્ટને એક સામાન્ય જ્ઞાતિજન પડકારી જ કેમ શકે...?!?

વિચાર કરો... 2 મહિના પછી એમ મૌખિક રજુઆત કરી મુદ્દત લીધી કે અમે એક અરજી આપવા માંગીએ છીએ... કે એક સામાન્ય જ્ઞાતિજન વાંધા લઈ જ કેમ શકે...?!?

ભલા માણસ, કેવીએટ ફેરફાર રિપોર્ટ સાથે એકજીબીટ કરી ત્યારે જ કેવીએટરની કાયદેસરતા સામે સવાલ ઉઠાવવા હતા ને... આ તો કેવીએટરે વાંધા રજૂ કર્યા એ પણ લીગલ ફોર્મમાં અને સોગંદનામા સાથે... અને એ વાંધા અરજી પણ સહી કરી સ્વીકાર્યા પછી જવાબ આપવાનો આવ્યો ત્યારે 2 મહિને નવો તુક્કો આવ્યો કે જવાબ આપવા કરતા કાયદેસરતા સામે જ સવાલ ઉઠાવીએ...!!! હવે આ તુક્કો પણ કેટલો સફળ થશે...?!? એ તો સમય જ બતાવશે... કાયદાના જાણકાર અને લોજીકલ વિચારશે એટલે સમજાય જશે...

અને એના માટે અરજી આપવા પણ મુદ્દત લેવી પડી... 200(?!?) કેઇસના અનુભવી તથાકથિત પ્રમુખ, ફેરફાર રિપોર્ટ રજુ કરનાર વકીલ ટ્રસ્ટી અને હાયર કરેલા ચેરિટી કાયદાના નિષ્ણાત વકીલ પણ શું વાંધેદારની કાયદેસરતા બાબત એક અરજી 2 મહિનામાં તૈયાર કરી ન શક્યા...?!?

આ બાબત તો સામાન્ય માણસ પણ સમજી શકે કે 2 મહિના માથાપચ્ચી કરી લીધી... એટલે વાંધેદારની કાયદેસરતાનો મુદ્દો લાવ્યા...?!?

અક્કલ મઠ્ઠાઓ એ પણ વિચારતા નથી કે વાંધા અરજી એવી રજૂ થઈ કે એના જવાબ રજૂ કરવા હવાતીયા મારવા પડે છે... તો નવી અરજી આપીશું અને વાંધેદારની કાયદેસરતાને પડકારશું તો જવાબ કેવો આવશે...?!? અને આ એમની રજૂ થનારી મૂર્ખામીભરી અરજી કાયદેસર રીતે કેટલી ટકશે...?!?

વલસાડ લોહાણા મહાજનમાં પૈસાના જોરે લડવા ગયા, ચેરીટીમાંથી કામચલાઉ મનાઇહુકમ લઈ આમ સમાજના પ્રસંગ અટકાવવાની બાલિશ કોશિશ કરેલી ત્યારે વલસાડ મહાજનના ગ્રુપમાં લખેલું કે સુરત જોઈન્ટ ચેરીટી કમિશ્નરે ક્યાં આધારે આવો વિવાદિત મનાઇહુકમ આપેલો... ત્યારે તથાકથિત પ્રમુખે મેસેજ મુકવા સામે કંટેમ્પટ ઓફ કોર્ટ કરવાની વાત કરેલી... કંટેમ્પટ ઓફ કોર્ટ ક્યાં અને કેવા સંજોગોમાં થાય એનું ભાન હોવું જોઈએ ને...?!? કોર્ટના વિવાદિત હુકમની ભાષાની મર્યાદામાં રહી ટીકા કરવાનો અધિકાર આમ નાગરિક અને પત્રકારોને છે... આવું સામાન્ય જ્ઞાન કોઈ બજારમાં વેચાતું ન મળે... એ માટે ભાવનગરની મહાજન વાડીમાં ભણવા આવવું પડે... જોકે, જોઈન્ટ ચેરિટી કમિશ્નરનો મનાઇહુકમ રદ કરી હાઇકોર્ટે ફટકાર લગાવી હતી અને બિચારા સામાન્ય માણસોના પ્રસંગો અટક્યા નહીં...!!

વલસાડ લોહાણા મહાજનના ઓડિટ રિપોર્ટસના ફોરેન્સિક ઓડિટ થાય કે ન થાય, પણ મહાપરિષદ અને સંલગ્ન ટ્રસ્ટો તેમજ ખીમજી ભગવાનદાસ ચેરિટી ટ્રસ્ટના ઓડિટ રિપોર્ટના ઓડિટ થઈ રહ્યા છે અને બીજા અન્ય સોલા ભાગવત સહિતના ગેરવહીવટના ઓડિટ પણ ચાલુ છે... આવનારા સમયમાં અનેક એક્શન આવશે...

સોલા ભાગવત ટ્રસ્ટમાં ટ્રસ્ટી બનવા માતૃ સંસ્થાના કરોડો હોમી દીધા... એ માટે ચાપ્લુસિયા કમિટી બને કે ન બને... સોલા ભાગવત કૌભાંડ કરનારાને ભારે પડશે... એ નક્કી છે...

મહાજન, મજીયારો અને ધર્માદો કોઈને સદયો નથી... એ યાદ રાખવું જોઈએ...

પોતાનું તથાકથિત પ્રમુખ પદ બચાવવા જે દિમાગ લગાડી લડવા નીકળેલા તથાકથિત પ્રમુખ અને રિપોર્ટિંગ ટ્રસ્ટી સોલા ભાગવતમાં નાખેલા રૂપિયા પાછા લાવવા લડવું જોઈએ... કે સોલા ભાગવતમાં ગાદલું...!! ગોદડા લઈ...!! સામે ચાલી....?!? કાંડા કાપી આપી આવ્યા છે...?!?

વાંધા અરજી તો એક શરૂઆત છે... આગળ મોટી લડત તો બાકી છે...!!!

200 કેઇસ લડનારા માટે 5-25 કેઇસો વધુ... પણ યાદ રહે... 5-25 કેઇસ જ ક્યાંક ભારે ન પડી જાય... વટ અને અભિમાનમાં સમાજના પૈસે લડી મહાપરિષદ જેવી વડી સંસ્થાની આબરુનું ચિરહરણ જાહેર કોર્ટમાં કરવાનું નક્કી કરી લીધું છે... સંસ્થા હાલત કાયદેસર કાર્યવાહીમાં કેટલી ખરાબ થશે... એનો અંદાજ અક્કલવિહીન મિથ્યાભિમાનમાં રાખતા તથાકથિત બની બેઠેલા આગેવાનોને નથી... સમાજમાં પણ કોઈ જાગૃત લોકો આવા મિથ્યાભિમાનીઓને સમજાવી શકે... એમ નથી...?!?

ભાઈ... આપણે તો છુટ્ટી દડી... છુટ્ટો ઘા... ડરવાનું કોને...?!? કાચના મહેલમાં રહેનારને.... આટલી સામાન્ય વાત પણ મિથ્યાભિમાનીઓને સમજાતી નથી...!!!આ મિથ્યાભિમાની આગેવાનો સમાજ અને સંસ્થાનું અહિત જ કરી રહ્યા છે...

-જીતેન્દ્ર ચંદારાણાના જય જલારામ...

📌 EVERGREEN NEWS INDIA👉 Evergreen Media Group✒️ Editor : Jitendra Chandarana🙏 Follow on Twitter...👇👇👇👇👇
14/02/2022

📌 EVERGREEN NEWS INDIA
👉 Evergreen Media Group

✒️ Editor : Jitendra Chandarana

🙏 Follow on Twitter...
👇👇👇👇👇

“ Online News ... Anytime ... Anywhere ... In ગુજરાતી, हिंदी, मराठी , English on Single News Portal.... https://t.co/oN31cE8Jj9”

📌 EVERGREEN NEWS INDIA👉 Evergreen Media Group✒️ Editor : _Jitendra Chandarana🙏 Follow on Twitter...👇👇👇👇👇
10/02/2022

📌 EVERGREEN NEWS INDIA
👉 Evergreen Media Group

✒️ Editor : _Jitendra Chandarana

🙏 Follow on Twitter...
👇👇👇👇👇

“Online News ... Anytime ... Anywhere ... In ગુજરાતી, हिंदी, मराठी , English on Single News Portal.... https://t.co/dW2drSwgTl ....

Address

Bhavnagar
364001

Opening Hours

Monday 10am - 6pm
Tuesday 10am - 6pm

Telephone

9909 633 766

Alerts

Be the first to know and let us send you an email when Evergreen News India posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share